THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: ગરબાપોથી: શહેર તથા ગામ્ય શેરી ગરબા(નવરાત્રી) માટે ખુબજ ઉપયોગી ગરબાપોથી
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel ગરબા રસિયાઓ માટે ખુબજ ઉપયોગી ગરબાપોથી. ગરબાપોથી:  શહેર તથા ગામ્ય શેરી ગરબા(નવરાત્રી) માટે ખુબજ...
ગરબા રસિયાઓ માટે ખુબજ ઉપયોગી ગરબાપોથી.
ગરબાપોથી


ગરબાપોથી:  શહેર તથા ગામ્ય શેરી ગરબા(નવરાત્રી) માટે ખુબજ ઉપયોગી ગરબાવલી (ગરબાપોથી) ડાઉનલોડ કરો. આ ગરબા બુક ગાવાના શોખીન તેમજ ઉભરતા કલાકારો માટે ખુબજ ઉપયોગી થશે.
આ ગરબાવલી (ગરબાપોથી) બુકમાં 
મિત્રો.... 
          આપ સમક્ષ ખુબજ ઉપયોગી સંકલિત ગરબાવલી અત્રે મુકેલ છે. જે શાળા - કોલેજો,  શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ કલાકાર મિત્રોને માટે ખાસ  ઉપયોગી એવી નવરાત્રીમાં ગાઈ શકાય તેવા ગરબા, રાસ, છંદ, લોકગીત ની સંકલિત પોથી (ગરબાવલી)  અહીંયાથી આપ ડાઉનલોડ કરી શકો છો. જેની આપ પ્રિન્ટ કાઢી શકશો. તેમજ મોબાઈલ માંજ આપ સાચવીને રાખી શકશો ને ઉપયોગ કરી શકશો. 


ગરબા: ગરબાએ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યમાનો એક ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન યોજાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.

ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે.
"ગરબો"  શબ્દની વ્યુત્પતિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ વ્યુત્પન્ન થયો હોવાનું જણાય છે.




નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહેવાય છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહેવાય છે.

"ગરબો" શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. 

"ગરબો" સંજ્ઞાની અર્થછાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. "ગરબો લખાય", "ગરબો છપાય", "ગરબો ગવાય", "ગરબે ઘુમાય", "ગરબો ખરીદાય" આવા બધા અર્થો ગરબા શબ્દમાં સમાયેલા છે. નવરાત્રીમાં છિદ્રવાળા માટીના ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરીએ, એ ઘટ તે "ગરબો". આ ઘટને મધ્યમાં મૂકીને, એની આસપાસ સ્ત્રીઓ ગોળાકાર ઘૂમે તે નર્તન પ્રકાર પણ "ગરબો". પછી આ નર્તન સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ સંજ્ઞા પામ્યું અને અંતે તો, મધ્યમાં ગરબાની સ્થાપના ના થઈ હોય તો પણ એ પ્રકારે વર્તુળાકાર થતું સામૂહિક નર્તન અને એની સાથે ગવાતું ગીત "ગરબો" કહેવાય છે.

ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. તે ગુજરાતી સંસ્કૃતી સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે બીન-ગુજરાતીઓ (અને ક્યારેક ક્યારેક ગુજરાતીઓ પણ) ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબા એવું અર્થઘટન આપોઆપ કરી લે છે. ગુજરાતભરમાં માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે.


ગરબાવલી (ગરબાપોથી) ડાઉનલોડ કરવા માટે....

1. ગરબાપોથી મુખ્ય પેજ ( ફ્રન્ટ પેજ) :   ડાઉનલોડ
2. ગરબાપોથી અનુક્રમણિકા :   ડાઉનલોડ
3. ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો :   ડાઉનલોડ
4. ગરબાપોથી_ગરબાવલી બુક :   ડાઉનલોડ
5. ગરબાપોથી_ગરબાવલી...નવરાત્રી લોગો વોટરમાર્ક સાથે :   ડાઉનલોડ
6. ગરબાપોથી/ગરબાવલી વોટરમાર્ક વિના  :   ડાઉનલોડ


Navratri Special


ગુજરાતી લોકગીતો નો ખજાનો.... ગુજરાતી લોકગીતો, ગરબા માટે આ એપ ડાઉનલોડ કરો. જેમાં આપને મળશે દરવી ગુજરાતના બેસ્ટ ગરબા તેમજ લોકગીતોનો ખજાનો.

સૌ દોસ્તોને વિનંતી કે આપ આ  ગરબાવલી (ગરબાપોથી)  આપના મિત્રોને પણ મોકલશો. જેથી સૌને આનો લાભ મળે. 🙏   ધન્યવાદ..!!
 
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top