THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: G-SHALA: ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel G-SHALA:  ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ G-SHALA  ગુજરાત રાજ્યના...

G-SHALA:  ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ

G-SHALA: ડીજીટલ શિક્ષણ
G-SHALA 

ગુજરાત રાજ્યના ધોરણ:1થી12 ના વિદ્યાર્થીને માટે COVID-19 ની મહામારીમાં અને  શિક્ષણમાં ડિજિટલાઈઝેશન અંતર્ગત વિદ્યાર્થીઓ ઘરે પણ હોમ લર્નિંગ કરી શકે અને એ પણ પોતાનો અભ્યાસ પોતાના સ્માર્ટ ફોન દ્વારા કરી શકે તે માટેના ઉમદા આશય થી ગુજરાત સરકારે એક મહત્વની એપ. લોન્ચ કરી છે તેનું નામ છે 'G-Shala' એપ...

 આમ.... હોમ લર્નિંગ માટે 'G-Shala' એપ વડે ગુજરાતના વિદ્યાર્થીને  ગુજરાત સ્ટુડન્ટસ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન પર ઈ-કન્ટેન્ટ મળશે


 ગુજરાતના  શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે શરૂ કરેલા  કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ પણ કરવામા આવ્યું છે. તેજ વખતે સરકારે ધો.1થી12ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ-ઓનલાઈન શિક્ષણ માટે જી-શાલા એપ્લિકેશન લોન્ચ કરી છે.જેમા વિદ્યાર્થીઓને તમામ ધોરણો-તમામ વિષયોનું ઈ-કન્ટેન્ટ મળશે.


ગુજરાત શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે રાજ્યની 5400 જેટલી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 3 લાખ કરતા વધારે શિક્ષકો અને એક કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના માળખાની દેખરેખ માટે કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડીંગને એડવાન્સ ટેકનોલોજી સાથે તૈયાર કરાયુ છે.

G-SHALA:  ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ :

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષકોની હાજરી સાથે વિદ્યાર્થીઓની હાજરી તેમજ મૂલ્યાંકન પર નજર રહે તે માટે સરકારે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.

આ સેન્ટરમાં ડેટાને મશિન લ્રનિંગ,વિઝ્યુઅલ પાવર સીક્યુબ ટૂલથી એનેલાઈઝ કરાશે અને સ્ટેટ લેવલે શિક્ષકો-વિદ્યાર્થઓની ઓનલાઈન રીયલ ટાઈમ એટેન્ડન્સ જાણી શકાશે.આ ઉપરાંત સરકાર દ્વારા હોમ લર્નિંગ માટે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ શરૂ કરાઈ છે.જેમાં ધો.1થી12ના વિદ્યાર્થીઓ મટે ઈ-કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવામા આવ્યા છે.


Important link :

ગુજરાત રાજ્યના  શિક્ષણમાં ડિજિટલાઈઝેશન અંતર્ગત સ્માર્ટફોન ધરાવતા ધોરણ-1થી12 ના 56 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જી-શાલા એપ્લિકેશન દ્વારા જુદા જુદા મોડયુલથી ભણી શકશે.

પરંતુ હજુ આપના વિકાસશીલ દેશ...તથા રાજ્યમાં હજુ આ કાર્યક્રમને કેટલીક મર્યાદાઓ તો અડચણરૂપ થશે... સરકાર દ્વારા કંટ્રોલરૂમો શરૂ કરાય છે, હોમ લર્નિંગ માટે એપ્લિકેશન લોન્ચ કરાય છે અને નવા નવા ડિજિટલ પ્રયોગો થાય છે પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન કે ટીવી નથી તેવા ગરીબ બાળકો માટે શિક્ષણની કોઈ વૈકલ્પિક નક્કર વ્યવસ્થા નથી એવો પણ આપણે અહિયાં છે જ .... એવામાં આ કાર્યક્રમ કેવો સફળ રહે છે તે જોવું જ રહ્યું....


G-SHALA એપ.પર રજીસ્ટ્રેશન કેવીરીતે કરવું અને બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?
👇

(૧).  સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો.
(૨).  એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો.
(૩).  એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે "સાઈન અપ" લખેલ હશે ત્યાં ક્લિક કરો.
(૪).  સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે.
(૫).  સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો.
(૬).  ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો.
(૭).  ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે.
(૮). હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે.
(૯).  યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.
(૧૦).  હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો.
(૧૧).  હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે.
(૧૨).  હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે.

If you have a G-SHALA app on a laptop or computer. If you open it, you will be able to login directly from here.
તમે લેપટોપ કે કોમ્પ્યુટર પર જો G-SHALA એપ. ઓપન કરો છો તો અહિયાંથી સીધાજ લોગીન થઇ શકશો.

G-SHALA એપ પર OTP વગર બાળકનું રજીસ્ટ્રેશન કરો.
OTP વગર બાળકનું રજીસ્ટ્રેશન માટે નીચે મુજબના સ્ટેપને અનુસરો.
👇
હવે G-SHALA APP થી પણ OTP વગર બાળકનું રજીસ્ટ્રેશન કરો. 👇

બાળકોનું ડાયરેકટ રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક 

 OTP વગર બાળકનું રજીસ્ટ્રેશન :
  • સૌ પ્રથમ.G-SHALA APP PLAY STORE માંથી ડાઉનલોડ કરીને Open કરો.
  • ત્યારબાદ signup ના બટન પર ક્લિક કરો.
  • પછી વિદ્યાર્થી વાળું option select કરો.
  • નીચે બાળકનો અઢાર અંકનો આધારડાયસ અંક દાખલ કરો.
  • વાલીનો મોબાઈલ નંબર દાખલ કરો.
  • મોબાઈલ નંબર ના હોય તો કોઈ પણ નંબર નાખવો.
  • પાસવર્ડ માં બાળકના નામ પ્રમાણે પાસવર્ડ બનાવવો.
  • જેમ કે બાળકનું નામ દેવશ્રી છે તો Rkgoyal@123
  • પ્રમાણે પાસવર્ડ બનાવવો.
  • ફરીથી પાસવર્ડ દાખલ કરો.
  • કેપ્ચર કોડ દાખલ કરો.
  • સાઈનઅપ પર ક્લિક કરવું નહીં  ❎ 
પછી ↩️ અથવા 

➡️ keyboard મા આવેલ એરો પર ક્લિક કરીને થોડી રાહ જુઓ થોડી વાર પછી મેસેજ આવશે કે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે.(કમ્પ્યુટરમાં enter એન્ટર બટન વાપરવું)

આ રીતે OTP વિનાજ રજીસ્ટ્રેશન થઇ જશે.




G-Shala Mobile App ::
G-Shala એપ: શીખવાની નવી ક્ષિતિજો વિસ્તરી રહી છે. શું ધીમે ધીમે સ્વ-શિક્ષણને પ્રોત્સાહન આપે છે. ઇ-લર્નિંગના નવા ક્ષેત્રથી વિદ્યાર્થીઓને સંખ્યાત્મક અને ગુણાત્મક રીતે વધુને વધુ લાભ થવાની શક્યતા છે. જેમાં શિક્ષણ, ભણતર અને વિદ્યાર્થીઓ વર્ગખંડની ચાર દિવાલો વચ્ચેની સીમાઓ પાર કરે છે.

G-Shala app ના ધોરણ 1 થી 8 ના તમામ એકમ વાઈઝ વિડીઓ આપ અહીંયાથી જોઈ શકશો. જે માટેની ડાયરેકટ પ્લે લીસ્ટની લીંક આહિયા આપેલ છે. તેના પરથી આપ ધોરણ વાઈઝ વિડીઓ નિહાળી શકશો અને જાતે અભ્યાસ કરી શકશો. 



તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top