THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: Shruti Font: શ્રુતિ ફોન્ટ ગુજરાતી/હિન્દી શ્રુતિ ફોન્ટ શું છે? આપના કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel  શ્રુતિ ફોન્ટ: ગુજરાતી/હિન્દી શ્રુતિ ફોન્ટ શું છે? આપના કોમ્પ્યુટરમાં  ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કર...

 શ્રુતિ ફોન્ટ: ગુજરાતી/હિન્દી શ્રુતિ ફોન્ટ શું છે? આપના કોમ્પ્યુટરમાં  ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો.

શ્રુતિ ફોન્ટ

હવે... શ્રુતિમાં લખેલ લખાણને આપ વિવિધ મરોડમાં લખી શકશો.  તે માટે અહિયાં કેટલીક જાણકારી આપેલ છે. તેને અનુસરો. શ્રુતિમાં ટાઈપીંગ કર્યા પછી આ શ્રુતિ ફોન્ટને એગ્યુલર, એક્સ્ટ્રા બોલ્ડ, ઇટાલિક, તેમજ તેના વિવિધ મરોડમાં લખવા માટે યુનિકોડ ફોન્ટ ખુબજ કામના છે. તેના દ્વારા આપ શ્રુતિ ફોન્ટને ખુબજ આકર્ષક રીતે લખી શકાય છે.

         અહિયાં કેટલાક શ્રુતિ યુનિકોડ ફોન્ટ ગુજરાતી તેમજ હિન્દી ભાષા માટે આ પોસ્ટમાં જ નીચે આપેલ છે તે લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.


 ►  શ્રુતિ ફોન્ટ શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો.?

જો આપે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ (Shruti) ફોન્ટ પસંદ કર્યો હશે અને ટાઈપ કર્યું હશે ત્યારે ગુજરાતીને બદલે અંગ્રેજી ટાઈપ થયું હશે અથવા ફોન્ટ બદલાઈ ગયો હશે. તો આપને પ્રશ્ન થયો હશે કે ગુજરાતી કેમ ટાઈપ નથી થતું? શ્રુતિ ફોન્ટ ગુજરાતી માટે છે તો પણ ગુજરાતીને બદલે અંગ્રેજી કેમ લખાય છે? કારણ કે શ્રુતિ ફોન્ટ યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાના અક્ષરો છે. એટલે વિન્ડોઝ કે લીનક્સમાં ગુજરાતી લખવું હોય તો લેંગ્વેઝ બારમાં ભાષા બદલવી પડે તો જ ગુજરાતી લખાય. અથવા તો ગુગલ ગુજરાતી ઇન્ડીક ઇન્સ્ટોલ કરેલ હોયતો સીધીજ ગુજરાતી ટાઈપ કરી શકાશે. આ વેબ પેજમાં યુનિકોડ ફોન્ટ શું છે અને તે વતી ટાઈપ કરવા શું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે.

અત્યારે હાલ સૌથી વધુ ગુજરાતી લખવા માટે ગુગલ ઈનપુટ ટુલ ગુજરાતી કે હિન્દી ઈન્ડીક તેમજ  ગુગલ ઈન્ડીક ખુબજ પ્રચલિત છે. કોમ્પ્યુટર કે લેપટોપમાં એક વખત  ઇન્સ્ટોલ કરી દીધા પછી ખુબજ સરળતાથી ગુજરાતી, હિન્દી કે બીજી અન્ય ભાષાઓ ખુબજ સરળતાથી ટાઈપ કરી શકાય છે.

 ►  ગૂગલ ઇનપુટ ટૂલ્સ ::
👉  આ ટુલ્સ વિશે મહત્વની જાણકારી :

ગૂગલ ઇનપુટ ટૂલ્સ ઓફલાઇન ઇન્સ્ટોલરની મદદથી, તમે ઇન્ટરનેટ વિના તમારા કમ્પ્યુટરમાં ગુજરાતી,હિન્દી તેમજ અન્ય ભાષાઓ ટાઇપ કરી શકો છો. જો તમને કોઈ સમસ્યા આવે છે, તો કૃપા કરીને અમને નીચેની ટિપ્પણીમાં જણાવો.

અહીં ૩ ભાષાઓ ગૂગલ ઇનપુટ ટૂલ્સ ઓફલાઇન પૂર્ણ ઇન્સ્ટોલર સેટપ  ડાઉનલોડ માટે આપેલ છે.

    સેટપ ડાઉનલોડ થઈ ગયા પછી તેના પર ડબલ ક્લિક કરવાથી આપો આપ ઇન્સ્ટોલેશન પ્રોસેસ થતી દેખાશે. ઇન્સ્ટોલેશન દરમિયાન બે વખત લીલી પટ્ટી દેખાશે. ઈન્સ્ટાલેશ સમય બે વાર હરિ સ્ટ્રીપ આવી ઇન્સ્ટોલેશન પછી ટાસ્ક બાર અને લેંગ્વેજ બાર તપાસો. ગૂગલ ગુજરાતી, હિન્દી અથવા અન્ય ભાષા ઇનપુટ તૈયાર છે.

 ►  ખાસ નોંધ:  કૃપા કરીને કંટ્રોલ પેનલમાં પ્રોગ્રામ્સ અને સુવિધાઓ તપાસો અને ઇન્સ્ટોલેશન પહેલાં અગાઉનું જુનું ગૂગલ ઇનપુટ ટૂલ્સ ઇન્સ્ટોલ હોય તો જૂના સંસ્કરણને અનઇન્સ્ટોલ કરો.



જો આપને યુનિકોડ ફોન્ટ્સ શું છે? તેની સમજણ હોય અને યુનિકોડ ફોન્ટથી ગુજરાતીમાં કેવી રીતે લખવું તેની માહિતી મેળવવી હોય તો અહિયાં ક્લિક કરો: અંગ્રેજીમાં How to Type Gujarati with Shruti Font અથવા ગુજરાતીમાં શ્રુતિ ફોન્ટ થકી કોમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો.


 ►  શ્રુતિ ફોન્ટ શું છે?

શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે. જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક યુનિકોડ ફોન્ટમાં ઘણી ભાષાના અક્ષરો હોય શકે. શ્રુતિ ફોન્ટ Windows XP, Vista, અને 7માં સ્થાપિત કરેલો હોય જ છે. ગુજરાતી ભાષા આધાર સ્થાપિત ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે ગુજરાતી ભાષા આધાર વગર ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત છે કે નહિ તે c:\windows\fonts\ ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો. બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial Unicode MS જે માઈક્રોસોફ્ટ ઓફિસ સાથે આવે છે પણ ઓફિસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત કરવા માટે પસંદ કરવો પડે છે નહિ તો સ્થાપિત નહિ થાય. આ ફોન્ટમાં ઘણી ખરી ભાષાઓના અક્ષરો છે.


 ►  શ્રુતિ ફોન્ટ કે કોઈપણ ફોન્ટ આપના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કેવીરીતે કરવા? જાણો...

👉  રીત -૧ ::
  1. ફોન્ટ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલ હોવા જોઈએ.
  2. ફોન્ટ પર રાઈટ (Right) ક્લિક કરો.
  3. ઇન્સ્ટોલ પર ક્લિક કરો.
  4. હવે જે તે ફોન્ટ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઇ ગયેલ હશે.


👉  રીત -૨ ::
Control panel  ►  Appearance and Personalization  ►  Font
  1. સૌ પ્રથમ ફોન્ટ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલ હોય તેને કોપી(Copy) કરી લો.
  2. હવે તમારા કોમ્પ્યુટરના સ્ટાટ (Stat) બટન પર ક્લિક કરો.
  3. કન્ટ્રોલ પેનલ પર જાઓ.
  4. કટ્રોલ પેનલમાં ફોન્ટ (Font) નામનું ફોલ્ડર ઓપન કરો.
  5. તમે કોપી (Copy) કરેલ ફોન્ટ (Font) પેસ્ટ કરી દો.

તમામ ફોન્ટ એકસાથે ઇન્સ્ટોલ કરવા તમામ ફોન્ટ સિલેક્ટ કરો ( Ctrl+A)  ►  રાઈટ ક્લિક કરી ઇન્સ્ટોલ પર ક્લિક કરો. સિલેક્ટ તમામ ફોન્ટ એકસાથે ઇન્સ્ટોલ થઇ જશે.
તમામ ફોન્ટ એકસાથે ઇન્સ્ટોલ કરવા તમામ ફોન્ટ સિલેક્ટ કરો ( Ctrl+A)    કોપી ( Ctrl+C) કરો.  ► Control panel (કંટ્રોલ પેનલ)   ► Appearance and Personalization (દેખાવ અને વ્યક્તિગતકરણ)  પેસ્ટ (Ctrl+V) કરી દો.  તમામ ફોન્ટ આપના PCમાં ઇન્સ્ટોલ થયેલા જોવા મળશે.

તમે ઇન્સ્ટોલ ફોન્ટ તમે તમારા કોમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલમાં ફોન્ટ (Font) નામના ફોલ્ડરમાં જોઈ શકશો. હવે...તમારુ કોમ્પ્યુટર શ્રુતિ ગુજરાતી/હિન્દી કે કોઈપણ ભાષામાં ટાઈપ કરવા તૈયાર (Ready) છે. 

બસ આટલું કર્યા પછી તમારે કોમ્પ્યુટર રી સ્ટાટ કરી દેવું.


 ►  હિન્દી યુનિકોડ ફોન્ટ  हिन्दी यूनिकोड फॉन्ट HINDI UNICODE FONT


👉  GUJARATI UNICODE FONT_ગુજરાતી યુનિકોડ ફોન્ટ ::
  1. Akhand Gujarati
  2. Akhand Gujarati Black
  3. Akhand Gujarati Extrabold
  4. Akhand Gujarati Extralight
  5. Akhand Gujarati Light
  6. Akhand Gujarati Semibold
  7. Akhand Gujarati Semilight
  8. Bhaskar_Guj_Head
  9. Bhaskar_Guj_Intro 
  10. Baloo Bhai
  11. Baloo Bhai 2
  12. Baloo Bhai 2 ExtraBold
  13. Baloo Bhai 2 Medium
  14. Baloo Bhai 2 SemiBold
  15. Divya Bhaskar
  16. Ekatra
  17. Farsan Regular
  18. Hind Vadodara Light
  19. Hind Vadodara Medium
  20. Hind Vadodara
  21. Hind Vadodara SemiBold
  22. Kumar One
  23. Kumar One Outline
  24. Lohit Gujarati
  25. Mogra Regular
  26. Mukta Vaani Bold
  27. Mukta Vaani ExtraBold
  28. Mukta Vaani ExtraLight
  29. Mukta Vaani Light
  30. Mukta Vaani Medium
  31. Mukta Vaani Regular
  32. Mukta Vaani SemiBold
  33. Noto Sans Gujarati
  34. Noto Serif Gujarati
  35. padmaa
  36. padmaa-Bold.1.1
  37. Rasa
  38. Rekha
  39. SakalBharati
  40. Samyak Gujarati
  41. SHREE_GUJ_OTF_0750
  42. SHREE_GUJ_OTF_0754
  43. SHREE_GUJ_OTF_0760
  44. SHREE_GUJ_OTF_0761
  45. SHREE_GUJ_OTF_0768
  46. SHREE_GUJ_OTF_0770
  47. Shrikhand_Regular
  48. Unicode_Akshar
  49. Unicode_Amdavad
  50. Unicode_Arial MS
  51. Unicode_Bhavnagar
  52. Unicode_Bhuj
  53. Unicode_Rajkot
  54. Unicode_Surat
  55. Unicode_Vadodara
  56. Unicode_Vijaya 


👉  HINDI UNICODE FONT_હિન્દી યુનિકોડ ફોન્ટ_हिन्दी यूनिकोड फॉन्ट  ::



તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top