THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: નવરાત્રી સ્પેશિયલ: મા આધ્યાશક્તિની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel  નવરાત્રી સ્પેશિયલ: મા આધ્યાશક્તિની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી. નવલી નવરાત્રી એટલે ગુજરા...
 નવરાત્રી સ્પેશિયલ: મા આધ્યાશક્તિની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી.
નવરાત્રી સ્પેશિયલ


નવલી નવરાત્રી એટલે ગુજરાત અને ગુજરાતીઓનો અનોખો તહેવાર.
નવરાત્રી ના નવે નવ દિવસે ખેલૈયાઓ અવનવા કપડા પહેરી અને ખુબજ મોજ-મસ્તીથી ગરબે રમે છે. 


દરરોજ નવરાત્રીની શરૂઆત માં આધ્યાશક્તિની આરતી બોલવામાં આવે છે.  માની આરતી બોલી આધ્યાશક્તિની આરાધના કરવામાં આવે છે. 

અહીંયા આજની પોસ્ટમાં માતાજીની  સંપૂર્ણ આરતી ટેક્સ્ટ તેમજ MP3 સ્વરૂપે આપેલ છે. જે આપ ડાઉનલોડ કરી શકોછો. જે નવરાત્રીમાં ખુબજ ઉપયોગી થશે.

માં દુર્ગાના નવ રૂપોની આરાધનાનો ઉત્સવ એટલે કે નવરાત્રી(Navratri)નો આવતીકાલથી શુભારંભ થઇ રહ્યો છે. આસો માસની નવરાત્રી(Navratri)માં શક્તિની ઉપાસના કરવાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ઘરમાં ગરબાની સ્થાપન કરવાની સાથે સાથે માં દુર્ગાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. દશેરાના દિવસે આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. આ વચ્ચે 15 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે. આસો માસની પ્રતિપદાથી નવરાત્રિની શરૂઆત થાય છે. આ દિવસે ગરબાનું સ્થાપન કરવામાં આવે છે.


⇛   આ રીતે થાય છે ગરબાનું સ્થાપન ➜:

ગરબાનું સ્થાપન કરવા માટે માટીના વાસણમાં સાત પ્રકારના અનાજ રાખી કળશમાં પાણી ભરીને તેને માટીના વાસણની ઉપર રાખવા.  પછી કળશની ઉપર આસોપાલવના પાન મુકી અને લાલ વસ્ત્રમાં નારિયળ બાંધીને મુકાય છે. અને ભગવાન ગણેશ તથા કળશની પૂજા કરીને માં દુર્ગાનું આહવાન કરવામાં આવે છે.

નવરાત્રી હિન્દુઓ માટે એક શુભ તહેવાર છે અને તે ઘણા દેશોમાં પણ ઉજવવામાં આવે છે. નવરાત્રી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. ચોમાસા પછીની નવરાત્રી હિંદુ ચંદ્ર મહિના અશ્વિનના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે.

આ વર્ષે નવરાત્રિ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલનારા સૌથી ભવ્ય ઉત્સવનુ પ્રતિક છે. નવરાત્રીનો દરેક દિવસના અલગ અલગ રંગ હોય છે જે એ દિવસની દેવીને સમર્પિત હોય છે. અમે તમને આ નવ દિવસના નવ રંગની યાદી અને તેનું મહત્વ બતાવી રહ્યા છીએ. આ વિશેષ રંગ તમારે આ નવ દિવસ પહેરવા જોઈએ.


⇛   થોડું જાણીએ નવરાત્રીના નવ રંગોના મહત્વ વિષે:

➜   નવરાત્રી દિવસ-૧ : પીળો

પ્રતિપદાનો પ્રથમ દિવસ ગુરુવારે આવે છે, તેથી તે દિવસનો રંગ પીળો છે. શારદીય નવરાત્રિના આનંદ અને ઉત્સાહની ઉજવણી કરવા માટે, તમારે પીળા રંગની મધુર છાયા પહેરવી જોઈએ.


   નવરાત્રી દિવસ-૨ : લીલો 

નવરાત્રીનો બીજો દિવસ દ્વિતીયા છે. આ દિવસે ભક્તો મા બ્રહ્મચારિણીની પૂજા કરે છે. આ દિવસ લીલો રંગ પહેરીને ઉજવવામાં આવે છે જે પ્રકૃતિ અને સમૃદ્ધિનો રંગ પણ છે.


   નવરાત્રી દિવસ-૩ : ગ્રે

નવરાત્રીના ત્રીજા દિવસે એટલે કે તૃતીયાના દિવસે શુભ રાખોડી રંગ પહેરવામાં આવે છે. સૂક્ષ્મતાના દૃષ્ટિકોણથી આ રાખોડી પણ એક અનોખો રંગ છે.


   નવરાત્રી દિવસ-૪ : નારંગી

ચોથા દિવસનો રંગ નારંગી છે. આ રંગ ગરમીનું પ્રતિનિધિત્વ કરે છે અને નવરાત્રિના ચોથા દિવસે નારંગી રંગના કપડાં પહેરવા જોઈએ.


   નવરાત્રી દિવસ-૫ : સફેદ

પંચમીના પાંચમા દિવસે, સોમવારે, સર્વશક્તિમાન દેવીના આશીર્વાદ મેળવવા માટે સફેદ રંગના કપડાં પહેરો. સફેદ રંગ શુદ્ધતા અને નિર્દોષતાની સુંદરતાનુ પ્રતિનિધિત્વ કરે છે.


   નવરાત્રી દિવસ-૬ : લાલ

ષષ્ઠીના દિવસે એટલે કે મંગળવારે તમારા નવરાત્રિ ઉજવણી માટે વાઇબ્રન્ટ લાલ રંગ પહેરો. લાલ આરોગ્ય, જીવન, અનંત હિંમત અને તીવ્ર ઉત્કટનું પ્રતીક છે.


   નવરાત્રી દિવસ-૭ : રોયલ બ્લુ

સપ્તમી પર વાદળી રંગ પહેરો, જે બુધવારે આવે છે. વાદળી રંગ સારુ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે છે. ભક્તોએ નવરાત્રિની સાતમે આ રંગ પહેરવો જોઈએ.


   નવરાત્રી દિવસ-૮ : ગુલાબી

ભક્તોએ અષ્ટમીના દિવસે ગુલાબી રંગ પહેરવો જોઈએ. ગુલાબી રંગ સાર્વત્રિક પ્રેમ, સ્નેહ અને સ્ત્રી આકર્ષણનું પ્રતીક છે. તે સંદ્દભાવ અને દયાનો રંગ છે.


   નવરાત્રી દિવસ-૯ : જાંબુડી 

ભક્તોએ નવરાત્રિ ના ​​નવમા અને છેલ્લા દિવસે જાંબુડી રંગ પહેરવો જોઈએ. આ રંગ લાલ રંગની ઉર્જા અને જીવંતતા અને વાદળીની રૉયલ્ટી અને સ્થિરતાને જોડે છે.



⇛   જય આધ્યા શક્તિ અંબેમાની આરતી Mp3 સાંભળો તથા ડાઉનલોડ કરો.
આધ્યાશક્તિની આરતી MP3 સાંભળો ડાઉનલોડ કરો. 

(૧).  આધ્યાશક્તિની આરતી

(૨).  આધ્યાશક્તિની આરતી

(૩).  આધ્યાશક્તિની આરતી


⇛   માં આધ્યાશક્તિની આરતી :

આરતી – જય આધ્યા શક્તિ મા
જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યા માં,
ઓમ જય ઓમ જય ઓમ મા ભગવતી

દ્વીતિયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણુ (૨)
બ્રમ્હા ગણપતિ ગાએ (૨), હર ગાએ હર માં,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઠા (૨)
ત્રયા થકી તરવેણી (૨), તમે તરવેણી માં,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા (૨)
ચાર ભુજા ચૌ દીશા (૨), પ્રગટ્યા દક્ષિણ માં,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા (૨)
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨), પંચે તત્વો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

શષ્ટી તું નારાયણી, મહીશાસૂર માર્યો (૨)
નર-નારી ના રૂપે, વ્યાપ્યા સઘળે માં,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી (૨)
ગઉ ગંગા ગાયત્રી (૨), ગૌરી ગીતા માં,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

અષ્ટમી અશ્ટ ભૂજા, આઈ આનંદા (૨)
સુનીવર મૂનીવાર જનમ્યા (૨), દેવો દૈત્યો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રિ ના પૂજન, શિવરાત્રી ના અર્ચન, કીધા હર બ્રહ્મા,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

દશમી દશ અવતાર, જય વિજીયા દશમી (૨)
રામે રામ રમાડ્યા (૨), રાવણ રોળ્યો મા,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

એકાદશી અગીયારસ, કાત્યાયની કામા (૨)
કામ દુર્ગા કાલિકા (૨), શ્યામા ને રામા,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

બારસે બાળા રૂપ, બહુચરી અંબા માં (૨)
બટુક ભૈરવ સોહિયે (૨), કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા (૨)
બ્રહ્મા-વિષ્ણુ-સદાશિવ, ગુણ તારા ગાતા,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા(૨)
ભાવ-ભક્તિ કંઇ આપો, ચતુરાઈ કંઇ આપો, સિંહ-વાહીની માતા,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (૨)
વશિષ્ટ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં (૨)
સાવન્ત સોળે પ્રગટ્યા (૨), રેવા ને તીરે, ગંગાને તીરે,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

ત્રંબાવટી નગરી, આઈ રૂપાવતી નગરી, માં .મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

શિવશક્તિ ની આરતી, જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, રટે અંબા માં નો લહેરી,
સુખ-સંપતી થાશે, હર કૈલાશે જાશે, માં અંબા દુઃખ હરશે,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

એ બે એક સ્વરૂપ, અંતર નવ ધરશો (૨)
ભોળા ભવાની ને ભજતા, ભોળા અંબા માં ને ભજતા, ભવસાગર તરશો,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

ભાવ ન જાણુ, ભક્તિ ન જાણુ, નવ જાણુ સેવા,
વલ્લભ ભટ્ટ ને આપી, એવી અમને આપો તમ ચરણોની સેવા,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

માં નો મંડપ લાલ-ગુલાલ, શોભા અતિ સારી (૨)
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, પુષ્પો વરસે માં,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી

માં નો મંડપ લાલ-ગુલાલ, શોભા અતિ સારી (૨)
આંગણ કુકડ નાચે, જય બહુચર વાળી,
ઓમ જય ઓમ જય ઓમ માં ભગવતી.




Navratri Special


ગુજરાતી લોકગીતો નો ખજાનો.... ગુજરાતી લોકગીતો, ગરબા માટે આ એપ ડાઉનલોડ કરો. જેમાં આપને મળશે દરવી ગુજરાતના બેસ્ટ ગરબા તેમજ લોકગીતોનો ખજાનો.


⇛   :: અંગ્રેજી (ENGLISH) ::
Jay Adhya shakti... Maa jay Adhya shakti,
Akhand brahmand dipavya, padve pragatya Maa.
Om jayo... jayo... Maa jagdambe…

Dritiya be swarup Shivshakti janu (2)
Brahma Ganapati gaau (2) har gaau har Maa… Om jayo… jayo...

Tritiya tran swarup tribhuvan ma betha (2)
Trayathaki Tarveni (2) tu Tarveni Maa… Om jayo… jayo...

Chothe chatura Mahalaxmi Maa sachra char vyapyya (2)
Chaar bhuja choudisha (2) pragatya dakshin Maa… Om jayo… jayo...

Panchami panch rushi panchmi gun padma (2)
Panch sahastra tya sohiye (2) Panche tatvo Maa. Om jayo…  jayo...

Shashthi tu Narayani Mahisasur maryo (2)
Narnari na roope (2) vyapya saghde Maa… Om jayo… jayo...

Sapta mi sapta patal sandhya Savitri (2)
Gau Ganga Gayatri (2) Gauri Geeta Maa… Om jayo… jayo...

Ashthami ashth bhuja aayi ananda (2)
Sunivar munivar janamya (2) Dev daityo Maa… Om jayo… jayo...

Navmi nav kul naag seve Nav Durga (2)
Navratri na poojan Shivratri na archan kidha har Brahma. Om
jayo… jayo...

Dashmi dash avtaar jay Vijyadashmi (2)
Rame Ram ramadya (2) Ravan rodyo Maa… Om jayo… jayo...

Ekadashi agiyarash katyayanika Maa (2)
Kaam Durga Kalika (2) Shyaama ne Raama… Om jayo… jayo...

Baarse bara roop Bahuchari Ambe Maa (2)
Batuk bhairav sohiye kal bhairav sohiye taara chhe tuj
Maa… Om jayo… jayo...

Terse tulja roop tame Taruni Maata (2)
Brahma Vishnu sada Shiv (2) gun tara gata… Om jayo… jayo...

Chaudashe chuda roop Chandi Chamunda (2)
Bhhav bhakti kai aapo, chaturai kai aapo Sihwahani Maata…
Om jayo… jayo...

Pooname kumbh bharyo sambhadjo karuna (2)
Vashishtha deve wakhanya, Markand deve wakhanya gaaye shubh
kavita…
Om jayo… jayo...

Savant sole satavan solse baavis Maa (2)
Savant sole pragatya (2) reva ne tire Maa Ganga ne tire…
Om jayo… jayo...

Ekme ek swarup, antar nav dharso (2)
Bhola Bhavani ne bhajata (2) Bhavsagar tarso. Om jayo jayo
Maa jagdambe… jayo...

Trambavati nagari Maa Roopavati nagari (2)
Sol sahastra tya sohiye (2) Kshma karo Gauri Maa daya karo
Gauri… Om
Jayo… jayo...

Maa ni Chund-di laal gulal, sobha bahu sari (2)
Aangad kunkad nache, jai bahucharwali… 
Om jayo… jayo...

Shiv Shakti ni aarti je bhaave gashe (2)
Bhane Shivanand Swami (2) Sukh smapati thaashe har Kailashe
jase,
Maa amba dukh harse… 
Om jayo… jayo...

Jay Adhya shakti Maa jay Adhya shakti
Akhand brahmand ni paavya, padve pragatya Maa
Om jayo... jayo... Maa jagdambe…

Kapuura Gauram Karunaa Vataaram
Sansaara Saaram Bhujagendra Haaram
Sadaa Vasantam Hridayaa Ravinde
Bhavam Bhavaanii Sahitam Namaami

:  ગરબાપોથી  :

આધ્યાશક્તિની આરતી ડાઉનલોડ કરો... આપને જો આ પોસ્ટ ગમી હોય તો આપ આપના મિત્રોને પણ શેર કરશો.



તમારો પ્રતિભાવ જરૂર આપશો. 

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top