બુધવાર, 29 સપ્ટેમ્બર, 2021

સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

JNVST: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા વર્ષ:૨૦૨૧-૨૨ માટે ઓનલાઈન ફોર્મ તથા ઓલ્ડ રીઝલ્ટ

JNV: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા વર્ષ:૨૦૨૧-૨૨ માટે ઓનલાઈન ફોર્મ તથા ઓલ્ડ રીઝલ્ટ 

ધોરણ: ૫ પછી ધોરણ:૬ માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે  વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. જે દર વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં સૂચિત કરવામાં આવે છે. આ પ્રવેશ માટેની, ફોર્મ ભરવાની  કામગીરી ઓનલાઈન કરવાની હોય છે. વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ સુવિધા સાથેના કોઈપણ સાયબર કાફેમાં તેમના ઘરેથી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે CFC કેન્દ્રો પણ ફાળવવામાં આવ્યા છે જે તમે નિયુક્ત કેન્દ્ર પર એકદમ મફતમાં ફોર્મ ભરી શકો છો. 

રવિવાર, 26 સપ્ટેમ્બર, 2021

કૃષિજીવન: ખેતીની લેટેસ્ટ જાણકારી માટે ડાઉનલોડ કરો કૃષિ જીવન

કૃષિજીવન: ખેતીની લેટેસ્ટ જાણકારી માટે ડાઉનલોડ કરો કૃષિ જીવન


ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (જીએસએફસી) દ્વારા પ્રકાશિત કૃષિજીવન અંક ખેડૂત મિત્રો માટે ખુબજ ઉપયોગી છે. કૃષિજીવન અંક માં આધુનિક ખેતીને લગતી ખુબજ મહત્વની જાણકારી પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં નવા સંશોધનો, આધિનિક ટેકનીક, યંત્રો, બિયારણો, ખાતરો, ખેતીની વિવિધ પદ્ધતિઓ, નવીન પ્રયોગો....વગેરે જેવી જાણકારી મુકવામાં આવે છે. જે બધા જ ખેડૂતોને ખુબજ ઉપયોગી થાય છે. 

 આ તમામ જાણકારી ગુજરાતી અને હિન્દી માં મેળવવા માટે કૃષિજીવન સામાયિક અત્રેથી ડાઉનલોડ કરી શકાશે. જે ડાઉનલોડ માટેની લીંક આ પોસ્ટમાં આપેલ છે. આ કૃષિજીવન સામાયિક ગુજરાતી અને હિન્દી માં PDF ફોરમેટમાં ડાઉનલોડ કરી શકશો.


ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (જીએસએફસી) દ્વારા પ્રકાશિત "કૃષિજીવન" માસિક મેગેઝિન અંક ખેડૂત મિત્રો માટે ખુબજ ઉપયોગી છે. કૃષિજીવન અંક માં આધુનિક ખેતીને લગતી ખુબજ મહત્વની જાણકારી પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં નવા સંશોધનો, આધિનિક ટેકનીક, યંત્રો, બિયારણો, ખાતરો, ખેતીની વિવિધ પદ્ધતિઓ, નવીન પ્રયોગો....વગેરે જેવી જાણકારી મુકવામાં આવે છે. જે બધા જ ખેડૂતોને ખુબજ ઉપયોગી થાય છે. 

 આ તમામ જાણકારી ગુજરાતી અને હિન્દી માં મેળવવા માટે કૃષિજીવન માસિક સામાયિક અત્રેથી ડાઉનલોડ કરી શકાશે. જે ડાઉનલોડ માટેની લીંક આ પોસ્ટમાં આપેલ છે. આ કૃષિજીવન માસિક  સામાયિક ગુજરાતી અને હિન્દી માં PDF ફોરમેટમાં ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (GSFC) 1968 થી ગુજરાતી તથા હિન્દી ભાષામાં માસિક મેગેઝિન "કૃષિ જીવન" પ્રકાશિત કરે છે, જે દર મહિને લગભગ 6 લાખના વાંચન સમૂહને સ્પર્શતી 59000 નકલોનું વિતરણ કરે છે. તે વિવિધ ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા ખેડૂતોને કૃષિ અને સંબંધિત ક્ષેત્રના વિવિધ પાસાઓ પર નવીનતમ સંશોધન અને નવી તકનીકો વિશે માહિતી પૂરી પાડે છે. ઝડપી વિકાસશીલ કૃષિ અને હાઇ-ટેક એગ્રો-ટેકનોલોજીના પ્રસારના વર્તમાન તબક્કામાં, આ મેગેઝિન ખેડૂતો અને અન્ય લોકો માટે અદ્યતન સમયસર અને  વૈજ્ઞાનિક નોલેજ ના સારા સ્રોત તરીકે સેવા આપે છે. આ પ્રકાશનની અનોખી બાબત એ છે કે વારંવાર આવતાં ખાસ મુદ્દાઓ જેમ કે બીજ, છોડ સંરક્ષણ, શાકભાજી, ભૂગર્ભ જળ રિચાર્જિંગ, ફાર્મ ફોરેસ્ટ્રી, હવામાન આગાહી, ડેરી, પશુપાલન વગેરે તેના કવરેજ, નિયમિતતા, સામગ્રી, ગુણવત્તા વગેરેને ધ્યાનમાં રાખીને. નેશનલ સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા તેને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સીરીયલ નંબર (ISSN)- 0971-6440 આપવામાં આવ્યો છે. હિન્દી ભાષી વિસ્તારોના ખેડૂતોના લાભ માટે કૃષિ જીવન હિન્દી ભાષામાં ત્રિમાસિક પણ પ્રકાશિત થાય છે.

વિગતવાર માહિતી માટે કૃપા કરીને આ ઈમેઈલ પર સંપર્ક કરી 
શકોછો :  krishijivan@gsfcltd.com


➜  આ પણ વાંચો :


આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશની ૭00થી વધારે વસ્તી ખેતી આધારિત છે. આપણે આપણી ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારેલ છે ત્યારે બિયારણ, ખાતર, પાક સંરક્ષણ, નીંદણનાશક દવાઓ, પિયત તેમજ મજૂરી જેવી અનિવાર્ય જરૂરીયાતોમાં ખેડૂતે મોટું રોકાણ કરવું પડે છે. વળી નવી આયાત નીતિના કારણે ખેતી ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી થતી જાય છે જેના કારણે ખેડૂતો ખેતી કરવામાં હતોત્સાહ થયેલ જોવા મળેલ છે. આમાં કુદરતી પરિબળો જેવા કે વરસાદ, હવામાન વગેરે પણ સીધી યા આડકતરી રીતે પાક ઉત્પાદન ઘટાડવામાં ભાગ ભજવતા હોવાથી પરિસ્થિત નબળી થતી જાય છે.

        આવા સંજોગોમાં આધુનિક ખેતીમાં આયોજન કરી એકમ વિસ્તરમાંથી વધુ પાક ઉત્પાદન વધારી તેમજ એકમ વિસ્તારમાંથી પાક ઉત્પાદન ખર્ચ ઘટાડી વધુ નફો મેળવી શકાય તેમ છે. આપણે ખેતીમાં આયોજન થકી સંભવિત કુદરતી પરિબળો દ્વારા થનાર નુકસાન ઘટાડી શકીએ તેમ છીએ. ખેત ઉત્પાદન ખર્ચ ઘડાટવા માટે બિનખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ ખેત પદ્ધતિઓના ઉપયોગ અને આયોજનથી ખેતીને પોષણક્ષમ બનાવી વધુ આવક મેળવી શકાય છે. વધુ ઉત્પાદન મેળવવા આયોજન કરી વિવિધ ખેતી કાર્યો સમયસર અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો વધુ નાણાંકીય ખર્ચ કર્યા સિવાય ખેત ઉત્પાદન વધારી શકાય તેમ છે. જૂની કહેવાત મુજબ ‘ખેડ-ખાતર અને પાણી લાવે નસીબને તાણી’ હતી તેની જગ્યાએ હવે નવી કહેવત “ખેડ-ખાતર-પાણી અને આયોજન લાવે નસીબને તાણી” કહેવું યોગ્ય લાગશે.

       આપણે આપણી ખેતીમાં કયારે પણ હિસાબ રાખેલ નથી. આથી ખેડૂત મિત્રો હવે સમય આવી ગયો છે કે, આપણે આપણી ખેતીમાં હિસાબ રાખવો પડશે જ. ચોર ખાય, મોર ખાય અને છેલ્લે વધે તે ખેડૂત ખાય તે હવે નહી ચાલે. આપણે આપણી ખેતીમાં હિસાબ એટલે કે આયોજન રાખવું જ પડશે. તો અને તો જ આપણે આપણી ખેતીને નફાકારક ખેતી બનાવી શકીશું. આ માટે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરેલ અથવા ઓછી. ખર્ચાળ ખેતી પદ્ધતિનો આયોજનપૂર્વક અમલ કરવો પડશે જેવી વિગત અત્રે દર્શાવેલ છે.


➜  આપણે ખેતીમાં પુરતું ઉત્પાદન તેમજ ઉચ્ચગુણવત્તા માટે ખેતીમાં આયોજનનું ખુબજ મહત્વ છે. તે માટે દરેક ખેડૂતમિત્રોએ  ખેતીમાં નીચે મુજબના પ્રમાણે આગોતરું આયોજન કરી લેવું જોઈએ... જેથી સારું ઉત્પાદન મેળવી અને ખેતી દ્વારા સારી આવક મેળવી શકાય.

  • પાક આયોજન
  • વાવણી તકનિક
  • જાતો
  • બીજ માવજત
  • વાવણી તકનિક
  • નીંદણ નિયંત્રણ
  • પોષણ વ્યવસ્થા
  • પિયત
  • કટોકટીની અવસ્થાઓ
  • જીવાત નિયંત્રણ
  • રોગ નિયંત્રણ
  • કાપણી અવસ્થા અને તકનિક

⦿   જમીનની પ્રત પ્રમાણે પાકની પસંદગી :
કોઈપણ પાકની વાવણી કરતાં પહેલા આપણે આયોજન કરવું પડશે કે, આપણી જમીનમાં કયો પાક થઈ શકશે તે નક્કી કરવું પડકશે. જમીન અને ઋતુ પ્રમાણે પાકની પસંદગી કરવી જેમ કે, ખરીફ ઋતુમાં બાજરી, મગ, ચોળી, મઠ, તલ, જુવાર તેમજ દિવેલા પાક રેતાળ, ગોરાડુ તથા મધ્યમ કાળી જમીન માટે અનુકુળ રહે છે. પરંતુ જો ભારે કાળીજમીન કે જેમાં પાણી ભરાઈ રહે તેવી જમીનમાં પસંદ કરવામાં આવે તો ધારેલું ઉત્પાદન મેળવી શકાતું નથી.

સૌરાષ્ટ્રની જમીનમાં મગફળી, દક્ષિણ ગુજરાતની જમીનમાં ડાંગર, શેરડી, મધ્ય ગુજરાતની જમીનમાં તમાકુ અને ઉત્તર ગુજરાતની જમીનમાં કપાસ દિવેલાની પસંદગી કરવી નફાકારક છે.

⦿   આયોજન પૂર્વક બીજ પસંદગી :
પાકની પસંદગી કર્યા પછી જાતની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. વધુ ઉત્પાદન આપતી, રોગ પ્રતિકારક-ગુણવત્તા યુકત, જીવાત સામે પ્રતિકારક અને આબોહવાકિય વિસ્તારને અનુરૂપ જાતની પસંદગી કરવી જેથી રોગ-જીવાત નિયંત્રણ માટે કરવો પડતો ખર્ચ નિવારી શકાય.

⦿   બીજ માવજત :
સામાન્ય રીતે પ્રમાણિત બીજને એગ્રોસાન, થાયરમ, કેપ્ટાન જેવા રસાયણોની માવજત આપેલ હોય છે. તે સિવાય બીજને ભલામણ કરેલ જુદી જુદી. બીજ માવજત આપી વાવેતર કરવામાં આવે તો સારૂ સ્કૂરણ મેળવી એ કમ વિસ્તારમાં છોડની સંખ્યા વધારી પાક ઉત્પાદન વધારી શકાય છે. દા.ત. ઘઉના બીજને ઊધઈ સામે તેમજ કઠોળ વર્ગના બીજને સૂક્ષ્મ જીવાણું (રાયઝોબિયમ એઝેટોબેકટર કલ્ચર)ની માવજત આપી નહીંવત ખર્ચ વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે.

⦿   સેન્દ્રિય ખાતરનો આયોજન પૂર્વક ઉપયોગ :
કઠોળ, મરી-મસાલા અને શાકભાજીના પાકોમાં રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી હોય છે. આથી એ ગાઉથી કયો પાક વાવવી તે નક્કી કરી જે તે ખેતરમાં લીલો પડવારા, વર્મિકમ્પોસ્ટ કે છાણીયું ખાતર ખેતરમાં પાકને વાવતા પહેલાં જમીનમાં બરાબર ભેળવી દેવાથી તેમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે પરિણામે જમીનની ફળદ્રુપતા લાંબો સમય સુધી જાળવી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

⦿   સમયસર વાવણીનું આયોજન :
જુદા જુદા પાકો માટે ભલામણ કરેલ સમય પ્રમાણે સમયસર વાવણીનું આયોજન કરવાથી પાક ઉત્પાદન વગર ખર્ચ જાળવી શકાય છે. ઘઉં જેવા પાકોમાં સમયસરની વાવણી માટે ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર અને મોડી વાવણી માટે ડિસેમ્બરનું બીજુ એઠવાડીયું સમય નકકી કરેલ છે. પરંતુ જો નક્કી કરેલ જાતોના સમય કરતા વહેલી કે મોડી વાવણી કરવામાં આવે તો અનુક્રમે ર૧ અને ર0% ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

⦿   વાવણી પદ્ધતિ અને અંતર :
હેકટર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે માત્ર છોડની સંખ્યા પુરતી નથી પરંતુ એ કમ વિસ્તાર દીઠ નક્કી થયેલ છોડ કેટલા અંતરે ગોઠવવામાં આવે તે વધારે અગત્યનું છે. જેથી બે છોડ વચ્ચે પોષક તત્વો પાણી, પ્રકાશ વગેરે માટે ઓછામાં ઓછી હરિફાઈ અને પરિણામે વધુ ઉત્પાદન મળે તે પ્રમાણે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.

⦿   આયોજન પૂર્વક જમીન પૃથક્કરણ :
છોડ માટેના જરૂરી પોષક તત્વોનું પ્રમાણ આપણી જમીનમાં કેટલું છે તે જમીનના પૃથક્કરણ દ્વારા જાણવું ખૂબ જ જરૂરી છે જેથી પાકને આપવાની ખાતરનું પ્રમાણ જાણી તેનું આયોજન કરી ખાતર પાછyળનો બિન જરૂરી ખર્ચ ઘટાડી શકાય દા.ત. ફોસ્ફરસ અને પોટાશની માત્રી અમુક જમીનમાં પુરતી છે તેથી આવા તત્વો પાછળ બિન જરૂરી ખર્ચ ઘટાડી શકાય.

⦿   પિયત વ્યવસ્થાનું આયોજન :
પિયત વ્યવસ્થાનું આયોજન ખૂબ જ જરૂરી છે. સમયસર પિયત ન મળવાથી ઉત્પાદન ઘટે છે. આથી ભલામણ મુજબ પાકને તેની કટોકટી અવસ્થાએ પાણી મળે તે મુજબનું આયોજન ખૂબ જ જરૂરી છે. પાણી કયારે આપવું, કેટલું આપવું અને કઈ રીતે આપવું તે જાણવું ખૂબ જ જરૂરી છે.

⦿   આયોજન પૂર્વક સમયસર નીંદામણ :
નીંદણ એટલે પાકની સાથે ઉગી નીકળતી બિન જરૂરી વનસ્પતિ કે જે પાક સાથે પ્રકાશ, પાણી, પોષક તત્વો અને જગ્યાની હરિફાઈ કરી પાક ઉત્પાદનમાં ૩૦ થી ૩૫% નો ઘટાડો કરે છે. આથી સમયસર નીંદામણ કરવાનું આયોજન કરવું તે પાક ઉત્પાદન જાળવી રાખવા. માટે ખૂબ જ જરૂરી છે.  આથી સમયસર નીંદામણ કરવાનું આયોજન કરવું તે પાક ઉત્પાદન જાળવી રાખવા. માટે ખૂબ જ જરૂરી છે.

⦿   આયોજન પૂર્વક પાકની ફેરબદલી :
પાકની ફેરબદલીમાં અવિરત વધતી વસ્તીના કારણે માથાદીઠ જમીન ઘટતી જાય છે. પરિણામે ટૂંકી જમીનમાંથી વધુ આવક મેળવવા ખેડૂતો ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવે છે. આમ થવાથી જમીનમાં પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં ચૂસાઇ ય છે . આવા સંજોગોમાં અગાઉ કઠોળ વર્ગના પાક પછી ધાન્યપાક લેવાનું શરૂઆતથી આયોજન કરવામાં આવે તો નાઈટ્રોજન યુક્ત ખાતરોનો વપરાશ ઘટાડી, ખર્ચમાં ઘટાડો કરી, વધારે આવક મેળવી શકાય છે. પિયત કે બિનપિયત બંને પ્રકારના પાકમાં યોગ્ય આયોજન કરી પાકની યોગ્ય ફેરબદલી કરવાથી પણ કુદરતી નાઈટ્રોજનનો લાભ મેળવી શકાય છે.

⦿   રોગ-જીવાત નિયંત્રણમાં આયોજન :
રોગ-જીવાત નિયંત્રણ માટે આગોતરૂ આયોજન કરી રોગ-જીવાત પ્રતિકારક જાતો પસંદ કરવી, ઉનાળામાં ઊંડી ખેડ કરવી, પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો, ટ્રેપ કોપનું વાવેતર કરવું. વાવણીનો સમય જાળવવો તેમજ વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે, લીમડામાંથી કે આકડામાંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી રોગ-જીવાત નિયંત્રણ માટે કરવો પડતો ખર્ચ ઘટાડી શકાય.

⦿   કાપણીનું આયોજન :
કાપણી કરવાના સમયનું ધ્યાને રાખી પાક મુજબ તેના પાકવાના દિવસો પ્રમાણે પ્રત્યક્ષ સ્થળ પર પાકની પરિસ્થિતિને ધ્યાને લઈ પાક પરિપક્વ થયે સમયસર કાપણી કરવાથી સુકાઈ ગયેલ દાણા ખરી પડતા અટકાવી ઉત્પાદનમાં થતી ઘટ નિવારી શકાય છે. જો વહેલી કાપણી કરવામાં આવે તો અપરીપક્વ દાણા ચીમળાઈ જાય છે અને વજનમાં ઘટાડો થાય છે. આથી સમયસર કાપણી જરૂરી છે.

⦿   આયોજન પૂર્વક ઉત્પાદનનો સંગ્રહ :
પાકની યોગ્ય સમયે કાપણી કર્યા પછી દાણામાં ૮% જેટલો ભેજ રહે તે પ્રમાણે સૂર્યના તાપમાં સૂકવણી કરવાનું આયોજન કરવું. પાકમાં રહેલા વધારાનો ભેજ દુર કરવાથી સંગ્રહ દરમ્યાન પાકને રોગ-જીવાતથી નુકસાન થતું નથી અને પાકને સારી રીતે સંગ્રહ કરી શકાય છે.

⦿   આયોજન પૂર્વક મૂલ્ય વૃદ્ધિ :
પાક તૈયાર થઈ જાય પછી પાક ઉત્પાદનને બરાબર સાફ કરવામાં આવે તો બજારભાવો વધારે મેળવી શકાય છે. જેમ કે, શાકભાજી માં બગડેલા, ડંખવાળા કે ચીમળાયેલા ફળો દૂર કરી સરખા કદના તાજા ફળો વેચવામાં આવે તો બજારભાવ વધારે મેળવી શકાય છે. આ સિવાય પાકોમાંથી વિવિધ બનાવટો જેવી કે, બટાટામાંથી કાતરી વિફર) , મરચામાંથી સૂકા મરચાનો પાઉડર, કેરીમાંથી મુરબ્બો, અથાણું, આંબળામાંથી કેન્ડી, મુરબ્બો, ટામેટામાંથી કેચપ વગેરે જેવી વિવિધ બનાવટો બનાવવાનું આયોજન કરી વધારે ભાવો મેળવી આવક વધારી શકાય છે.

આમ ખેતી આયોજન પૂર્વક કરવામાં આવે તો ‘ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી’  પુનઃ સ્થાપિત કરી ખેતીને નફાકારક ખેતી બનાવી શકાશે.

⦿   કૃષિ જીવનઅંકો અહીંયાથી ડાઉનલોડ કરો... 
➜  કૃષિ જીવન જાન્યુઆરી-૨૦૨૧ થી _ડાઉનલોડ ::
👇

➜  કૃષિ જીવન જાન્યુઆરી-૨૦૨૦ થી _ડાઉનલોડ ::
👇


માહિતી સ્ત્રોત: વિગતવાર માહિતી માટે કૃપા કરીને આ ઈમેઈલ પર સંપર્ક કરી શકોછો : 
ઓફિસિયલ વેબ સાઈટ : http://www.gsfcagrotech.com/
ઈમેઈલ :  krishijivan@gsfcltd.com
ટેલિફોન નંબર:- (0265) 3092653
ટોલ ફ્રી નં. 1800 123 5000

દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આ  જાણકારી આપને જો ગમી હોય તો આગળ દરેક ખેડૂત મિત્રો સુધી પહોચાડશો.  જેથી કરી અને આનો લાભ દરેક ખેડૂત મિત્રો મળી રહે.... આભાર....🙏


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

શુક્રવાર, 24 સપ્ટેમ્બર, 2021

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક મંડળ: બાળસૃષ્ટિ અંક વાંચો અને ડાઉનલોડ કરો.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક મંડળ: બાળસૃષ્ટિ અંક વાંચો અને ડાઉનલોડ કરો.

બાળસૃષ્ટિ અંક

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક મંડળ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વાર પ્રકાશિત બાળસૃષ્ટિ માસિક અંક જે બાળકોને ખુબજ ગમે છે. બાળસૃષ્ટિ અંકમાં બાળવાર્તાઓ, બાલજગત સમાચાર, અવનવું, કોયડાઓ, ઉખાણાં, જોડકણા તેમજ વિશેષ નોલેઝસભર લેખો વગેરે.... દર અંકમાં આપવામાં આવે છે.  જે બાળકોને ખુબજ ગમે છે.  અહીંયા આપની સમક્ષ બાળસૃષ્ટિના તાજેતરના અંકો તેમજ જુના અંકો સંકલિત કરી અને આપની સમક્ષ PDF સ્વરૂપે મુકવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે.... આશા છે કે આપણે ચોક્કસ ગમશે. આમતો દરેકે દરેક શાળાઓમાં આ અંક પોસ્ટ દ્વારા ફ્રી (મફત) માં જ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક મંડળ દ્વારા પહોંચતા કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળ ના કારણે કદાચ આપ સુધી બધા અંકો આવી શક્યાના હોય તો અહીંયાથી PDF ફોરમેટમાં આપ ડાઉનલોડ કરી શકશો. 


" શિક્ષણનો હેતુ યુવાનોને એવી રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના આખા જીવનમાં પોતાની જાતને શિક્ષિત કરી શકે. "


ગુ.રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ::

       ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.

     મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.


➜  આ પણ વાંચો :

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક મંડળના ઉદ્દેશો ::

  • ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્‍યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્‍યમ ઉપરાંત અન્‍ય સાત માધ્‍યમો - હિન્‍દી, અંગ્રેજી, મરાઠી, સિન્‍ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલમાં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્‍તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
  • શિક્ષક અધ્‍યાપનપોથીઓ, સ્‍વાધ્‍યાયપોથીઓ અને અન્‍ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
  • પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તરના અભ્‍યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્‍સાહન આપવું. છે.
  • પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર કરવી.
  • પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો.
  • નવા અભ્‍યાસક્રમ મુજબના ધોરણ ૫ થી ૧૨ નાં પાઠ્યપુસ્‍તકોનું નિર્માણ, અનુવાદ અને વિતરણ.
  • ધોરણ: ૮ ના અંગ્રેજી વિષય માટે સપ્‍લીમેન્‍ટ્રી રીડિંગ માટેનું પુસ્‍તક ધોરણ: ૮ (પ્રથમ-૧) સંસ્‍કૃત પાઠશાળાઓ માટેના પાઠ્યપુસ્‍તકો.
  • ધોરણ ૧૧ કોમ્‍પ્‍યુટર પરિચય પાઠ્યપુસ્‍તકો (તમામ પ્રવાહોના અધિકારો સહિત).
  • ધોરણ: ૮ યોગ, સ્‍વાસ્‍થ્‍ય અને શારીરિક શિક્ષણ (સંવિશન આવૃત્તિ)
  • ધોરણ ૮ થી ૧૨ ના વિજ્ઞાન વિષયની પ્રયોગપોથીઓનું નિર્માણ, અનુવાદ અને વિતરણ.
  • ધોરણ ૧૦ નાં મુખ્‍ય પાંચ વિષયોની સ્‍વ-અધ્‍યયનપોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ.
  • ધોરણ ૧૨ નાં વિજ્ઞાનપ્રવાહ અને સામાન્‍યપ્રવાહના મુખ્‍ય ૧૦ વિષયોની સ્‍વ-અધ્‍યયનપોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ
  • ધોરણ ૩ અને ૪ ની સ્‍વ-અધ્‍યયન પોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ (માધ્‍યમો સહિત)
  • ધોરણ ૫ અને ૬ ની પ્રયોગપોથી અને નકશાપોથીનું નિર્માણ (માધ્‍યમો સહિત)
  • સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત એસ.સી./એસ.ટી. નાં બાળકો માટે ઇનોવેટિવ એકટિવિટીના ભાગરૂપે ધોરણ ૧ અંકલેખન (૧ થી ૫૦), ધોરણ ૪ હિન્‍દી મૂળાક્ષર અને ધોરણ ૫ માટે અંગ્રેજી મૂળાક્ષરના પાઠ્યપુસ્‍તકોનું પ્રકાશન અને વિતરણ.


સભા-સમિતિઓ ::

મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે.

(૧) સામાન્ય સભા (૨) નિયામક સભા (૩) કાર્યવાહક સમિતિ (૪) શૈક્ષણિક સમિતિ (૫) સંશોધન સમિતિ (૬) ઉત્પાદન સમિતિ

ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે.


મંડળની વિતરણ અંગેની કામગીરી ::

મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ - ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિઘાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે.


મંડળની સંશોધન અંગેની કામગીરી ::

પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે.


મંડળની નવાં ક્ષેત્રોમાંની કામગીરી ::

બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો : ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે.


💥    બાલસૃષ્ટિ અંકો અહીંયાથી ડાઉનલોડ કરો... 
👇

💥   બાલસૃષ્ટિ - ૨૦૨૧


💥   બાલસૃષ્ટિ - ૨૦૨૦

💥   બાલસૃષ્ટિ - ૨૦૧૯


જો તમને અમારી માહિતી પસંદ હોય, તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો.

મિત્રો... આવી જ નોલેજ સભર અને સચોટ માહિતી માટે ગુજરાતીમાં સમયસર અપડેટ મેળવવા માટે આપ "ઘ નોલેજ ઝોન" પરિવાર સાથે જોડાવવા માટે  “ 📊 The Knowledge Zone 📊 ” ગ્રુપ માં જોડાઓ, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. અને આપના બીજા ગુજરાતી શિક્ષક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચતી કરશો.... "આભાર" 🙏



તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.

બુધવાર, 22 સપ્ટેમ્બર, 2021

મોંઘવારી ન્યૂઝ: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર મોંઘવારી ૧૭% થી વધીને ૨૮ %

મોંઘવારી ન્યૂઝ: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર મોંઘવારી ૧૭%  થી વધીને ૨૮ % 
મોંઘવારી ન્યૂઝ


ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો સપ્ટેમ્બર માસના પગાર માટે SAS પોર્ટલ પર ૨૮% મુજબ મોંઘવારી ભથ્થું  ૨૩ તારીખે ૧૨ વાગ્યા સુધીમાં અપડેટ થઈ જશે.
અપડેટ થયા બાદ... પગારબીલ ભરેલ હોય તો ના મંજૂર કરી પગારબીલમાં ટેબ કી નો ઉપયોગ કરી ૨૮ % મુજબ બીલ બનાવી શકાશે.

  • ઓફિસિયલ પરિપત્ર વાંચો... અને ડાઉનલોડ કરો.



ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભ 2 (બે) માં દર્શાવેલ તારીખ 13/01/2020 ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકાર ના કર્મચારી અને પેન્શનરોને તારીખ: 01/07/2019 ની અસર થી ૧૭% ટકાના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે એમ ઠરાવવામાં આવેલ છે.  ઉપર સંદર્ભ (૩) માં દર્શાવેલ ભારત સરકારના 23/04/2020 ના ઓફિસ મેમોરેન્ડમથી કોવિડ-19 ના સંક્રમણના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીતા: 01/01/2020,  તારીખ: 01/07/20 તથા તારીખ: 01/01/2021 થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. ઉપર સંદર્ભ 4(ચાર) માં દર્શાવેલ ભારત સરકારના તારીખ: 20/07/2021 ના ઓફિસ મેમોરેન્ડમ થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ઉક્ત સ્થગિત કરવામાં આવેલ મોંઘવારી ભથ્થાનું એકત્રીકરણ કરી તારીખ:01/07/2021 ની અસરથી હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના 17% (ટકા)ના દરમાં વધારો કરી 28% (ટકા)ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવા નો ઠરાવ કરવામાં આવેલ છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન ૧૭%(ટકા)ના દર માં તારીખ:01/07/2021 ની અસરથી વધારો કરી 28% કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે નીચે દર્શાવેલ મુજબના દરે મોંઘવારી ભથ્થુ મંજુર કરવાનું ઠરાવવામાં આવેલ છે.

ચૂકવવાપાત્ર તારીખ     ચૂકવવાપાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર 
01/07/2021 થી               મૂળ પગારના 28% ટકા

નાણા વિભાગના તારીખ  :16/08/2016 ના ઠરાવની જોગવાઈ અનુસાર રાજ્ય સરકારના નિર્ણય અનુસાર અન્ય હુકમો ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થા સિવાયના અન્ય તમામ બતાવો સુધાર્યા પૂર્વેના એટલે કે છઠ્ઠા પગાર પંચ મુજબના પગાર માળખાંમાં મળતા પગાર અને દર મુજબ મળવાપાત્ર થશે.
        મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેથી વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે. અને 50 પૈસા કરતા ઓછી રકમ ને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
        કર્મચારીઓના કિસ્સામાં સપ્ટેમ્બર -21 માસ થી ૨૮% ટકા મુજબ મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-21ના માસ ના તફાવતની રકમ ઓક્ટોબર-21ના પગારની સાથે તથા ઓગષ્ટ-21 માસના તફાવતની રકમ જાન્યુઆરી-22 ના પગાર ની સાથે ચુકવવાની રહેશે.

        પેન્શનર આ કિસ્સામાં સપ્ટેમ્બર-21 માસથી 28% ટકા મુજબ હંગામી વધારો માસિક પેન્શન સાથે નિયમિત રીતે તથા સૂચિત હંગામી વધારાના જુલાઈ-ના માસ ના તફાવતની રકમ ઓક્ટોબર-21 સાથે તથા ઓગસ્ટ-21ના તફાવતની રકમ જાન્યુઆરી-22 ના પેન્શનની સાથે ચુકવવાની રહેશે.

તારીખ:01/01/2020 થી તારીખ: 30/06/2021 દરમિયાનનો મોંઘવારી ભથ્થાનો દર ૧૭% ટકા રહેશે.

         આ હુકમનો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ સહાયક અનુદાન મેળવતી બિનસરકારી સંસ્થાઓ શાળાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર વધારાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે.
 આ હુકમોનો લાભ ઉચિત ફેરફારો સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ તેમને સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણા મંજુર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે.
         પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અન્ય બિનસરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ આ હુકમમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમને કારણે થતો ખર્ચ તે શરતે અનુદાન ને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજુર કરેલ મોંઘવારી ભથ્થાનો તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સક્ષમ અધિકારીને કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.
        રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે.
 અખિલ ભારતીય સેવા (AIS)  અધિકારીઓને પણ લાગુ પડશે.


વિશેષ જાણકારી માટે આ વિડીયો જોઈ શકો છો.
https://youtu.be/4EOgIswgJqs
આ વિડીયો જૂનો છે પણ માત્ર સમજ માટે મુકેલ છે.


💥 28%  મોંઘવારી વધારા સાથે પગાર ગણતરી માટે અહીંયા એક્સેલ શિટ આપેલ છે એમાં આપ બેજીક પગાર નાખી ગણતરી કરી શકશો.
28%  મોંઘવારી સાથે તમારા પગારમા કેટલો વધારો થશે❓

મહત્વપૂર્ણ લિંક:

શિક્ષકો માટે ખુબજ ઉપયોગી એક્સેલ શીટ જેમાં ઇજાફા બાદ કેટલો પગાર થશે... જેની ઓટોમેટીક ગણતરી કરી આપતી એક્સેલ શીટ ડાઉનલોડ કરો.👇

Moghavari bhatha kotho :
Moghavari bhatha tafavat pdf download
આપણે જો અમારી જાણકારી ગમી હોય તો આપના મિત્રોને પણ શેર કરશોજી.
મિત્રો... આવી જ નોલેજ સભર અને સચોટ માહિતી માટે ગુજરાતીમાં સમયસર અપડેટ મેળવવા માટે આપ "ઘ નોલેજ ઝોન" પરિવાર સાથે જોડાવવા માટે   “ 📊 The Knowledge Zone 📊 ”  ગ્રુપ માં જોડાઓ, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. અને આપના બીજા ગુજરાતી શિક્ષક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચતી કરશો.... "આભાર" 🙏


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

મંગળવાર, 21 સપ્ટેમ્બર, 2021

Google Translate : ભાષાંતર માટે બેસ્ટ એપ ગુગલ ટ્રાન્સલેટ APK ડાઉનલોડ કરો.

 ગૂગલ અનુવાદ: ભાષાંતર માટે બેસ્ટ એપ ગુગલ ટ્રાન્સલેટ  APK ડાઉનલોડ કરો.

Google Translate

Google Translate : ભાષાંતર માટે બેસ્ટ એપ ગુગલ ટ્રાન્સલેટ  APK ડાઉનલોડ કરો.

ગુગલ ટ્રાન્સલેટ હાલ ભાષાંતર માટેની ખુબજ પ્રચલિત એપ્લીકેશન છે.  ગુગલ ટ્રાન્સલેટથી હાલ ૧૦૦ કરતા વધુ ભાષામાં ભાષાંતર કરી સહકાર છે. ગુગલ ટ્રાન્સલેટની ખાસિયત એ છે કે કોઈપણ ભાષાનું ગમે તે ભાષામાં ભાષાંતર કરી શકાય છે. 

આ ટ્રાન્સલેટથી આપ ઓફલાઈન ભાષાંતર કરવા માટે પણ આ એપ ખુબજ ઉપયોગી છે.


ચાલો જાણીએ ગુગલ ટ્રાન્સલેટ વિશે. :: 

વિશ્વ ૧૦૦ થી વધુ ભાષાઓ સાથે ગુગલ ટ્રાન્સલેટમાં ભાષાંતર કરી શકાય છે.

  • લખીને 103 ભાષાઓ વચ્ચે અનુવાદ કરો.
  • અનુવાદ કરવા માટે ટેપ કરો: કોઈપણ ટેક્સ્ટની કોપી કરો અને એપ્લિકેશનમાં પેસ્ટ કરો. તરતજ  અનુવાદ પોપ અપ થાય છે.
  • ઓફલાઇન: જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ ન હોય ત્યારે 59 ભાષાઓનો અનુવાદ કરો.
  • ત્વરિત કેમેરા અનુવાદ: 38 ભાષાઓમાં તરત જ ટેક્સ્ટનું ભાષાંતર કરવા માટે તમારા કેમેરાનો ઉપયોગ કરો.
  • કેમેરા મોડ: 37 ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદો માટે ટેક્સ્ટની તસવીરો લો.
  • વાતચીત મોડ: 32 ભાષાઓમાં દ્વિમાર્ગી ત્વરિત ભાષણ અનુવાદ.
  • હસ્તાક્ષર: 93 ભાષાઓમાં કીબોર્ડ વાપરવાને બદલે અક્ષરો દોરો.
  • શબ્દસમૂહની પુસ્તિકા: કોઈપણ ભાષામાં ભવિષ્યના સંદર્ભ માટે અનુવાદોને સ્ટાર કરો અને સાચવો.

ગુગલ ટ્રાન્સલેટ હાલ ભાષાંતર માટે નીચે મુજબની ભાષાઓને સપોર્ટ કરે છે. જે આ મુજબ છે.
👇
નીચેની ભાષાઓ વચ્ચેના અનુવાદો સપોર્ટેડ છે :

➜  આ પણ વાંચો :

           આફ્રિકન્સ, અલ્બેનિયન, એમ્હારિક, અરબી, આર્મેનિયન, અઝરબૈજાની, બાસ્ક, બેલારુસિયન, બંગાળી, બોસ્નિયન, બલ્ગેરિયન, કતલાન, સેબુઆનો, ચિચેવા, ચાઇનીઝ (સરળીકૃત), ચાઇનીઝ (પરંપરાગત), કોર્સિકન, ક્રોએશિયન, ચેક, ડેનિશ, ડચ, અંગ્રેજી એસ્પેરાન્ટો, એસ્ટોનિયન, ફિલિપિનો, ફિનિશ, ફ્રેન્ચ, ફ્રિશિયન,ગેલિશિયન, જ્યોર્જિયન, જર્મન, ગ્રીક, ગુજરાતી, હૈતીયન ક્રેઓલ, હૌસા, હવાઇયન, હિબ્રુ, હિન્દી, હમોંગ, હંગેરિયન, આઇસલેન્ડિક, ઇગ્બો, ઇન્ડોનેશિયન, આઇરિશ, ઇટાલિયન, જાપાનીઝ, જાવાનીઝ,કન્નડ, કઝાક, ખ્મેર, કોરિયન, કુર્દિશ (કુર્મનજી), કિર્ગીઝ, લાઓ, લેટિન, લાતવિયન, લિથુનિયન, લક્ઝમબર્ગિશ,મેસેડોનિયન, માલાગસી, મલય, મલયાલમ, માલ્ટિઝ, માઓરી, મરાઠી, મંગોલિયન, મ્યાનમાર (બર્મીઝ), નેપાળી, નોર્વેજીયન,પશ્તો, ફારસી, પોલિશ, પોર્ટુગીઝ, પંજાબી, રોમાનિયન, રશિયન, સમોઆન, સ્કોટ્સ ગેલિક, સર્બિયન, સેસોથો, શોના,સિંધી, સિંહલા, સ્લોવાક, સ્લોવેનિયન, સોમાલી, સ્પેનિશ, સંડેનીઝ, સ્વાહિલી, સ્વીડિશ, તાજિક, તમિલ, તેલુગુ, થાઈ, ટર્કિશ, યુક્રેનિયન, ઉર્દુ, ઉઝબેક, વિયેતનામીસ, વેલ્શ, ખોસા, યિદ્દીશ, યોરૂબા, ઝુલુ


ગુજરાતી ભાષાંતર માટે તો ઘણીબધી એપ આવે છે. એમાં હાલ આપણે 
ગુગલ ટ્રાન્સલેટ એપ વિશે વિસ્તૃત જાણકારી મેળવી.... 

અંગ્રેજીમાં ટાઈપ કરો અને એનું ગુજરાતીમાં લખાય એવું કીબોર્ડ અહિયાથી ડાઉનલોડ કરો


પરવાનગીઓની સૂચના: ગુગલ અનુવાદ નીચેની સુવિધાઓનેએક્સેસ કરવા માટે પરવાનગી માંગી શકે છે:
  • ભાષણ અનુવાદ માટે માઇક્રોફોન
  • કેમેરા દ્વારા ટેક્સ્ટનું ભાષાંતર કરવા માટે કેમેરા
  • ટેક્સ્ટ સંદેશાઓના અનુવાદ માટે SMS
  • ઓફલાઇન અનુવાદ ડેટા ડાઉનલોડ કરવા માટે બાહ્ય સ્ટોરેજ
  • ડિવાઈસ તમામ ઉપકરણો પર સાઇન-ઇન કરવા અને સમન્વયિત કરવા માટે એકાઉન્ટ્સ અને ઓળખપત્રો.

આપણે જો અમારી જાણકારી ગમી હોય તો આપના મિત્રોને પણ શેર કરશોજી.

મિત્રો... આવી જ નોલેજ સભર અને સચોટ માહિતી માટે ગુજરાતીમાં સમયસર અપડેટ મેળવવા માટે આપ "ઘ નોલેજ ઝોન" પરિવાર સાથે જોડાવવા માટે   “ 📊 The Knowledge Zone 📊 ”  ગ્રુપ માં જોડાઓ, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. અને આપના બીજા ગુજરાતી શિક્ષક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચતી કરશો.... "આભાર" 🙏


તમારો પ્રતિભાવ જરૂરથી આપશો. 

સોમવાર, 20 સપ્ટેમ્બર, 2021

Shruti Font: શ્રુતિ ફોન્ટ ગુજરાતી/હિન્દી શ્રુતિ ફોન્ટ શું છે? આપના કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો.

 શ્રુતિ ફોન્ટ: ગુજરાતી/હિન્દી શ્રુતિ ફોન્ટ શું છે? આપના કોમ્પ્યુટરમાં  ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો.

શ્રુતિ ફોન્ટ

હવે... શ્રુતિમાં લખેલ લખાણને આપ વિવિધ મરોડમાં લખી શકશો.  તે માટે અહિયાં કેટલીક જાણકારી આપેલ છે. તેને અનુસરો. શ્રુતિમાં ટાઈપીંગ કર્યા પછી આ શ્રુતિ ફોન્ટને એગ્યુલર, એક્સ્ટ્રા બોલ્ડ, ઇટાલિક, તેમજ તેના વિવિધ મરોડમાં લખવા માટે યુનિકોડ ફોન્ટ ખુબજ કામના છે. તેના દ્વારા આપ શ્રુતિ ફોન્ટને ખુબજ આકર્ષક રીતે લખી શકાય છે.

         અહિયાં કેટલાક શ્રુતિ યુનિકોડ ફોન્ટ ગુજરાતી તેમજ હિન્દી ભાષા માટે આ પોસ્ટમાં જ નીચે આપેલ છે તે લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.


 ►  શ્રુતિ ફોન્ટ શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો.?

જો આપે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ (Shruti) ફોન્ટ પસંદ કર્યો હશે અને ટાઈપ કર્યું હશે ત્યારે ગુજરાતીને બદલે અંગ્રેજી ટાઈપ થયું હશે અથવા ફોન્ટ બદલાઈ ગયો હશે. તો આપને પ્રશ્ન થયો હશે કે ગુજરાતી કેમ ટાઈપ નથી થતું? શ્રુતિ ફોન્ટ ગુજરાતી માટે છે તો પણ ગુજરાતીને બદલે અંગ્રેજી કેમ લખાય છે? કારણ કે શ્રુતિ ફોન્ટ યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાના અક્ષરો છે. એટલે વિન્ડોઝ કે લીનક્સમાં ગુજરાતી લખવું હોય તો લેંગ્વેઝ બારમાં ભાષા બદલવી પડે તો જ ગુજરાતી લખાય. અથવા તો ગુગલ ગુજરાતી ઇન્ડીક ઇન્સ્ટોલ કરેલ હોયતો સીધીજ ગુજરાતી ટાઈપ કરી શકાશે. આ વેબ પેજમાં યુનિકોડ ફોન્ટ શું છે અને તે વતી ટાઈપ કરવા શું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે.

અત્યારે હાલ સૌથી વધુ ગુજરાતી લખવા માટે ગુગલ ઈનપુટ ટુલ ગુજરાતી કે હિન્દી ઈન્ડીક તેમજ  ગુગલ ઈન્ડીક ખુબજ પ્રચલિત છે. કોમ્પ્યુટર કે લેપટોપમાં એક વખત  ઇન્સ્ટોલ કરી દીધા પછી ખુબજ સરળતાથી ગુજરાતી, હિન્દી કે બીજી અન્ય ભાષાઓ ખુબજ સરળતાથી ટાઈપ કરી શકાય છે.

 ►  ગૂગલ ઇનપુટ ટૂલ્સ ::
👉  આ ટુલ્સ વિશે મહત્વની જાણકારી :

ગૂગલ ઇનપુટ ટૂલ્સ ઓફલાઇન ઇન્સ્ટોલરની મદદથી, તમે ઇન્ટરનેટ વિના તમારા કમ્પ્યુટરમાં ગુજરાતી,હિન્દી તેમજ અન્ય ભાષાઓ ટાઇપ કરી શકો છો. જો તમને કોઈ સમસ્યા આવે છે, તો કૃપા કરીને અમને નીચેની ટિપ્પણીમાં જણાવો.

અહીં ૩ ભાષાઓ ગૂગલ ઇનપુટ ટૂલ્સ ઓફલાઇન પૂર્ણ ઇન્સ્ટોલર સેટપ  ડાઉનલોડ માટે આપેલ છે.

    સેટપ ડાઉનલોડ થઈ ગયા પછી તેના પર ડબલ ક્લિક કરવાથી આપો આપ ઇન્સ્ટોલેશન પ્રોસેસ થતી દેખાશે. ઇન્સ્ટોલેશન દરમિયાન બે વખત લીલી પટ્ટી દેખાશે. ઈન્સ્ટાલેશ સમય બે વાર હરિ સ્ટ્રીપ આવી ઇન્સ્ટોલેશન પછી ટાસ્ક બાર અને લેંગ્વેજ બાર તપાસો. ગૂગલ ગુજરાતી, હિન્દી અથવા અન્ય ભાષા ઇનપુટ તૈયાર છે.

 ►  ખાસ નોંધ:  કૃપા કરીને કંટ્રોલ પેનલમાં પ્રોગ્રામ્સ અને સુવિધાઓ તપાસો અને ઇન્સ્ટોલેશન પહેલાં અગાઉનું જુનું ગૂગલ ઇનપુટ ટૂલ્સ ઇન્સ્ટોલ હોય તો જૂના સંસ્કરણને અનઇન્સ્ટોલ કરો.



જો આપને યુનિકોડ ફોન્ટ્સ શું છે? તેની સમજણ હોય અને યુનિકોડ ફોન્ટથી ગુજરાતીમાં કેવી રીતે લખવું તેની માહિતી મેળવવી હોય તો અહિયાં ક્લિક કરો: અંગ્રેજીમાં How to Type Gujarati with Shruti Font અથવા ગુજરાતીમાં શ્રુતિ ફોન્ટ થકી કોમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો.


 ►  શ્રુતિ ફોન્ટ શું છે?

શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે. જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક યુનિકોડ ફોન્ટમાં ઘણી ભાષાના અક્ષરો હોય શકે. શ્રુતિ ફોન્ટ Windows XP, Vista, અને 7માં સ્થાપિત કરેલો હોય જ છે. ગુજરાતી ભાષા આધાર સ્થાપિત ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે ગુજરાતી ભાષા આધાર વગર ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત છે કે નહિ તે c:\windows\fonts\ ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો. બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial Unicode MS જે માઈક્રોસોફ્ટ ઓફિસ સાથે આવે છે પણ ઓફિસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત કરવા માટે પસંદ કરવો પડે છે નહિ તો સ્થાપિત નહિ થાય. આ ફોન્ટમાં ઘણી ખરી ભાષાઓના અક્ષરો છે.


 ►  શ્રુતિ ફોન્ટ કે કોઈપણ ફોન્ટ આપના કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કેવીરીતે કરવા? જાણો...

👉  રીત -૧ ::
  1. ફોન્ટ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલ હોવા જોઈએ.
  2. ફોન્ટ પર રાઈટ (Right) ક્લિક કરો.
  3. ઇન્સ્ટોલ પર ક્લિક કરો.
  4. હવે જે તે ફોન્ટ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઇ ગયેલ હશે.


👉  રીત -૨ ::
Control panel  ►  Appearance and Personalization  ►  Font
  1. સૌ પ્રથમ ફોન્ટ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલ હોય તેને કોપી(Copy) કરી લો.
  2. હવે તમારા કોમ્પ્યુટરના સ્ટાટ (Stat) બટન પર ક્લિક કરો.
  3. કન્ટ્રોલ પેનલ પર જાઓ.
  4. કટ્રોલ પેનલમાં ફોન્ટ (Font) નામનું ફોલ્ડર ઓપન કરો.
  5. તમે કોપી (Copy) કરેલ ફોન્ટ (Font) પેસ્ટ કરી દો.

તમામ ફોન્ટ એકસાથે ઇન્સ્ટોલ કરવા તમામ ફોન્ટ સિલેક્ટ કરો ( Ctrl+A)  ►  રાઈટ ક્લિક કરી ઇન્સ્ટોલ પર ક્લિક કરો. સિલેક્ટ તમામ ફોન્ટ એકસાથે ઇન્સ્ટોલ થઇ જશે.
તમામ ફોન્ટ એકસાથે ઇન્સ્ટોલ કરવા તમામ ફોન્ટ સિલેક્ટ કરો ( Ctrl+A)    કોપી ( Ctrl+C) કરો.  ► Control panel (કંટ્રોલ પેનલ)   ► Appearance and Personalization (દેખાવ અને વ્યક્તિગતકરણ)  પેસ્ટ (Ctrl+V) કરી દો.  તમામ ફોન્ટ આપના PCમાં ઇન્સ્ટોલ થયેલા જોવા મળશે.

તમે ઇન્સ્ટોલ ફોન્ટ તમે તમારા કોમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલમાં ફોન્ટ (Font) નામના ફોલ્ડરમાં જોઈ શકશો. હવે...તમારુ કોમ્પ્યુટર શ્રુતિ ગુજરાતી/હિન્દી કે કોઈપણ ભાષામાં ટાઈપ કરવા તૈયાર (Ready) છે. 

બસ આટલું કર્યા પછી તમારે કોમ્પ્યુટર રી સ્ટાટ કરી દેવું.


 ►  હિન્દી યુનિકોડ ફોન્ટ  हिन्दी यूनिकोड फॉन्ट HINDI UNICODE FONT


👉  GUJARATI UNICODE FONT_ગુજરાતી યુનિકોડ ફોન્ટ ::
  1. Akhand Gujarati
  2. Akhand Gujarati Black
  3. Akhand Gujarati Extrabold
  4. Akhand Gujarati Extralight
  5. Akhand Gujarati Light
  6. Akhand Gujarati Semibold
  7. Akhand Gujarati Semilight
  8. Bhaskar_Guj_Head
  9. Bhaskar_Guj_Intro 
  10. Baloo Bhai
  11. Baloo Bhai 2
  12. Baloo Bhai 2 ExtraBold
  13. Baloo Bhai 2 Medium
  14. Baloo Bhai 2 SemiBold
  15. Divya Bhaskar
  16. Ekatra
  17. Farsan Regular
  18. Hind Vadodara Light
  19. Hind Vadodara Medium
  20. Hind Vadodara
  21. Hind Vadodara SemiBold
  22. Kumar One
  23. Kumar One Outline
  24. Lohit Gujarati
  25. Mogra Regular
  26. Mukta Vaani Bold
  27. Mukta Vaani ExtraBold
  28. Mukta Vaani ExtraLight
  29. Mukta Vaani Light
  30. Mukta Vaani Medium
  31. Mukta Vaani Regular
  32. Mukta Vaani SemiBold
  33. Noto Sans Gujarati
  34. Noto Serif Gujarati
  35. padmaa
  36. padmaa-Bold.1.1
  37. Rasa
  38. Rekha
  39. SakalBharati
  40. Samyak Gujarati
  41. SHREE_GUJ_OTF_0750
  42. SHREE_GUJ_OTF_0754
  43. SHREE_GUJ_OTF_0760
  44. SHREE_GUJ_OTF_0761
  45. SHREE_GUJ_OTF_0768
  46. SHREE_GUJ_OTF_0770
  47. Shrikhand_Regular
  48. Unicode_Akshar
  49. Unicode_Amdavad
  50. Unicode_Arial MS
  51. Unicode_Bhavnagar
  52. Unicode_Bhuj
  53. Unicode_Rajkot
  54. Unicode_Surat
  55. Unicode_Vadodara
  56. Unicode_Vijaya 


👉  HINDI UNICODE FONT_હિન્દી યુનિકોડ ફોન્ટ_हिन्दी यूनिकोड फॉन्ट  ::



તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.