ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ: બાળસૃષ્ટિ અંક વાંચો અને ડાઉનલોડ કરો.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વાર પ્રકાશિત બાળસૃષ્ટિ માસિક અંક જે બાળકોને ખુબજ ગમે છે. બાળસૃષ્ટિ અંકમાં બાળવાર્તાઓ, બાલજગત સમાચાર, અવનવું, કોયડાઓ, ઉખાણાં, જોડકણા તેમજ વિશેષ નોલેઝસભર લેખો વગેરે.... દર અંકમાં આપવામાં આવે છે. જે બાળકોને ખુબજ ગમે છે. અહીંયા આપની સમક્ષ બાળસૃષ્ટિના તાજેતરના અંકો તેમજ જુના અંકો સંકલિત કરી અને આપની સમક્ષ PDF સ્વરૂપે મુકવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે.... આશા છે કે આપણે ચોક્કસ ગમશે. આમતો દરેકે દરેક શાળાઓમાં આ અંક પોસ્ટ દ્વારા ફ્રી (મફત) માં જ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પહોંચતા કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળ ના કારણે કદાચ આપ સુધી બધા અંકો આવી શક્યાના હોય તો અહીંયાથી PDF ફોરમેટમાં આપ ડાઉનલોડ કરી શકશો.
" શિક્ષણનો હેતુ યુવાનોને એવી રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના આખા જીવનમાં પોતાની જાતને શિક્ષિત કરી શકે. "
ગુ.રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ::
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, આડત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.
મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
- શ્રુતિ ગુજરાતી/હિન્દીને જુદા જુદા મરોડ માં લખવા માટે.
- G-SHALA: ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ
- ધોરણ ૧ થી 8 અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો.
- જાણો... વાદળી(બ્લુ) પ્રકાશ શું છે? અને તેનાથી આંખોને થતું નુકશાન
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ઉદ્દેશો ::
- ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય સાત માધ્યમો - હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલમાં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
- શિક્ષક અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાયપોથીઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
- પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપવું. છે.
- પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર કરવી.
- પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો.
- નવા અભ્યાસક્રમ મુજબના ધોરણ ૫ થી ૧૨ નાં પાઠ્યપુસ્તકોનું નિર્માણ, અનુવાદ અને વિતરણ.
- ધોરણ: ૮ ના અંગ્રેજી વિષય માટે સપ્લીમેન્ટ્રી રીડિંગ માટેનું પુસ્તક ધોરણ: ૮ (પ્રથમ-૧) સંસ્કૃત પાઠશાળાઓ માટેના પાઠ્યપુસ્તકો.
- ધોરણ ૧૧ કોમ્પ્યુટર પરિચય પાઠ્યપુસ્તકો (તમામ પ્રવાહોના અધિકારો સહિત).
- ધોરણ: ૮ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ (સંવિશન આવૃત્તિ)
- ધોરણ ૮ થી ૧૨ ના વિજ્ઞાન વિષયની પ્રયોગપોથીઓનું નિર્માણ, અનુવાદ અને વિતરણ.
- ધોરણ ૧૦ નાં મુખ્ય પાંચ વિષયોની સ્વ-અધ્યયનપોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ.
- ધોરણ ૧૨ નાં વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહના મુખ્ય ૧૦ વિષયોની સ્વ-અધ્યયનપોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ
- ધોરણ ૩ અને ૪ ની સ્વ-અધ્યયન પોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ (માધ્યમો સહિત)
- ધોરણ ૫ અને ૬ ની પ્રયોગપોથી અને નકશાપોથીનું નિર્માણ (માધ્યમો સહિત)
- સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત એસ.સી./એસ.ટી. નાં બાળકો માટે ઇનોવેટિવ એકટિવિટીના ભાગરૂપે ધોરણ ૧ અંકલેખન (૧ થી ૫૦), ધોરણ ૪ હિન્દી મૂળાક્ષર અને ધોરણ ૫ માટે અંગ્રેજી મૂળાક્ષરના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન અને વિતરણ.
સભા-સમિતિઓ ::
મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે.
(૧) સામાન્ય સભા (૨) નિયામક સભા (૩) કાર્યવાહક સમિતિ (૪) શૈક્ષણિક સમિતિ (૫) સંશોધન સમિતિ (૬) ઉત્પાદન સમિતિ
ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે.
મંડળની વિતરણ અંગેની કામગીરી ::
મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ - ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિઘાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે.
મંડળની સંશોધન અંગેની કામગીરી ::
પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે.
મંડળની નવાં ક્ષેત્રોમાંની કામગીરી ::
બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો : ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે.
💥 બાલસૃષ્ટિ - ૨૦૨૧
- બાલસૃષ્ટિ_જાન્યુઆરી-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ફેબ્રુઆરી-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_માર્ચ-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_એપ્રિલ-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_મે-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_જુન-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_જુલાઇ-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ઓગસ્ટ-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_સપ્ટેમ્બર-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ઑક્ટોબર-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_નવેમ્બર-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ડિસેમ્બર-૨૦૨૧_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_જાન્યુઆરી-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ફેબ્રુઆરી-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_માર્ચ-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_એપ્રિલ-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_મે-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_જુન-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_જુલાઇ-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ઓગસ્ટ-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_સપ્ટેમ્બર-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ઑક્ટોબર-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_નવેમ્બર-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ડિસેમ્બર-૨૦૨૦_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_જાન્યુઆરી-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ફેબ્રુઆરી-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_માર્ચ-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_એપ્રિલ-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_મે-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_જુન-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_જુલાઇ-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ઓગસ્ટ-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_સપ્ટેમ્બર-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ઑક્ટોબર-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_નવેમ્બર-૨૦૧૯_ડાઉનલોડ
- બાલસૃષ્ટિ_ડિસેમ્બર-૨૦૧૯_ડાઉનલોડ
જો તમને અમારી માહિતી પસંદ હોય, તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો.
મિત્રો... આવી જ નોલેજ સભર અને સચોટ માહિતી માટે ગુજરાતીમાં સમયસર અપડેટ મેળવવા માટે આપ "ઘ નોલેજ ઝોન" પરિવાર સાથે જોડાવવા માટે “ 📊 The Knowledge Zone 📊 ” ગ્રુપ માં જોડાઓ, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. અને આપના બીજા ગુજરાતી શિક્ષક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચતી કરશો.... "આભાર" 🙏
તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો