JNV: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા વર્ષ:૨૦૨૧-૨૨ માટે ઓનલાઈન ફોર્મ તથા ઓલ્ડ રીઝલ્ટ
- તમારો રોલ નંબર દાખલ કરો (તમારા એડમિટ કાર્ડ પર આપ્યા મુજબ) *
- તમારી જન્મ તારીખ દાખલ કરો *
- પરિણામ જાણવા અહિયાં ક્લિક કરો.
➜ નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષામાં બેસવા માટેની લાયકાત આ મુજબ છે.
- ૧. વિદ્યાર્થી કોઇપણ સરકાર માન્ય શાળાના ધોરણ ૫ માં ભણતો હોવો જોઇએ.
- ૨. તેની ઉંમર ૯-૧૩ વચ્ચે હોવી જોઇએ.
- ૩. ગ્રામિણ સંરક્ષણ માટે ધોરણ ૩,૪ અને ૫નો અભ્યાસ સરકાર માન્ય ગ્રામ્ય વિસ્તારની શાળામાંથી કર્યો હોવો જોઇએ.
- ૪. આ પરીક્ષામાં પ્રથમવાર ભાગ લેતો હોવો જોઇએ.
- વિદ્યાર્થીનું પૂરું નામ.
- માતાનું નામ.
- જન્મ તારીખ.
- શરીર પરની કોઈ પણ નિશાની.
- આધાર કાર્ડ નંબર.
- વિદ્યાર્થીની શાળાનું નામ. સરનામું, તેના તાલુકા,જિલ્લાનું નામ અને ગામનો પિનકોડ નંબર.
- વાર્ષિક આવક.
- 💠 ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી અપલોડ કરવા પડતા પ્રમાણપત્રો :-
- (1) વિદ્યાર્થીનો ફોટો (size - ૧૦ થી ૧૦૦ kb)
- (2) વિધાર્થીની સહીં (size - ૧૦ થી ૧૦૦ kb)
- (3) વિધાર્થીના પિતાની સહીં (size - ૧૦ થી ૧૦૦ kb)
- (4) ધોરણ :- 3 થી 5 ની માહિતીનું ફોર્મ (size - ૫૦ થી ૩૦૦ kb)
- વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝ ફોટો (વેબસાઈટ પર ઓનલાઈન સ્કેનિંગ અને અપલોડ કરવાની પ્રક્રિયા કરવાની રહેશે.)
- ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય, સબમિટ કર્યા પછી પ્રિન્ટ કાઢી લેવી.
જવાહર નવોદય વિદ્યાલય મુખ્યત્વે ભારતમાં ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે મધ્યસ્થ શાળાઓની એક સિસ્ટમ છે. તેઓ નવોદય વિદ્યાલય સમિતિ, નવી દિલ્હી દ્વારા ચલાવવામાં આવે છે, જે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, શિક્ષણ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ એક સ્વાયત્ત સંસ્થા છે.
ગ્રામીણ વિસ્તારોના કુશળ બાળકોને તેમના કુટુંબની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના, સંસ્કૃતિના મજબુત ઘટક, મૂલ્યોની પ્રેરણા, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સાહસ પ્રવૃત્તિઓ અને શારીરિક શિક્ષણ સહિત સારી ગુણવત્તાવાળું આધુનિક શિક્ષણ પ્રદાન કરવું.
આ શાળાઓમાં તેજ્સ્વી વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા થાય છે જે CBSE દ્વારા દરેક જિલ્લામાં લેવામાં આવે છે અને તેમને ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવે છે. ૧૯૯૮ સુધી આ પરિક્ષાઓ NCERT દ્વારા લેવામાં આવતી હતી. આ પરિક્ષા મુખ્યત્વે વૈકલ્પિક અને મોટેભાગે બીન-શાબ્દિક હોય છે. આ પરિક્ષાપત્રો ગ્રામિણ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે.
હવે ૯ અને ૧૧ ધોરણમાં પણ પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ પણ વૈકલ્પિક અને મુદ્દાસર પરિક્ષા (અંગ્રેજી,ગણિત,વિજ્ઞાન અને સમાજવિદ્યા વિષય પર)દ્વારા આપવામાં આવે છે. આ વચગાળાનો પ્રવેશ જૂના વિદ્યાર્થીઓના શાળા છોડી જવાથી પડેલા ખાલી સ્થાન ભરવા માટે આપવા આવે છે.
૧૯૮૫માં સૌથી પહેલા સ્થાપવામાં આવેલ નવોદય વિદ્યાલય તત્કાલીન "માનવ સંશાધન વિકાસ મંત્રી "શ્રી પી.વી.નરસિંહારાવ (જેઓ પછી ભારતના પ્રધાનમંત્રી બન્યા)ના માનસની ઉપજ હતી. પહેલા નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી આ સંસ્થાઓનું નામ બદલીને પછી જવાહર નવોદય વિદ્યાલય કરવામા આવ્યુ હતુ. સમસ્ત ભારતમાં ૫૫૦થી પણ વધારે જ.ન.વિદ્યાલય છે. દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય ખોલવાનું સ્વપ્ન શ્રી રાજીવ ગાંધીએ જોયુ હતું. આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા થાય છે. આ પરિક્ષા જિલ્લા પ્રમાણે લેવામાં આવે છે.
- બાળસૃષ્ટિ અંક સુપર કલેક્શન_ બાળસૃષ્ટિ ડાઉનલોડ.
- શ્રુતિ ગુજરાતી/હિન્દીને જુદા જુદા મરોડ માં લખવા માટે.
- G-SHALA: ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ
- ધોરણ ૧ થી 8 અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો.
- જાણો... વાદળી(બ્લુ) પ્રકાશ શું છે? અને તેનાથી આંખોને થતું નુકશાન
- શિક્ષક મિત્રોને દૈનિક નોંધપોથી લખવા માટે ઉપયોગી ફાઈલ.
- ધોરણ:૧ થી ૮ ની MP3 કવિતાઓ.
- તમારી જાતેજ કરો..પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક.
- પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના હેઠળ મેળવો ૫૦% સુધીની સહાય.
નવોદય વિદ્યાલયનું સંચાલન નવોદય વિદ્યાલય સમિતી દ્વારા કરવામાં આવે છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયની દેખરેખમાં કામ કરતી આ સ્વયં-સંચાલિત સંસ્થા છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના યુનિયન મીનિસ્ટર આ સમિતીના ચેરપર્સન પદે બિરાજે છે. રાજ્યકક્ષાના યુનિયન મીનિસ્ટર તેના વાઇસ-ચેરપર્સન પદે બિરાજે છે. સમિતીનું સહ-સંચાલન વિત્ત સમિતી અને શૈક્ષણિક-સલાહ સમિતી દ્વારા કરવામાં આવે છે.
સમિતીના ૮ સંભાગ છે અને તેમના સુગમ-સંચાલન માટે દરેક સંભાગના સંભાગીય કાર્યાલય છે. આ કાર્યાલય અલગ-અલગ રાજ્યોમાં છે. દરેક વિદ્યાલયના નીરીક્ષણ માટે એક વિદ્યાલય સલાહ સમિતી અને એક વિદ્યાલય વ્યવસ્થા સમિતી હોય છે. જિલ્લા મેજીસ્ટ્રેટ (સંબધિત જિલ્લા પ્રમાણે) વિદ્યાલય સમિતીના ચેરમેન હોય છે. સ્થાનિક વિદ્વાનો અને સાર્વજનિક કાર્યકર્તાઓ આ વિદ્યાલય સમિતીના સભ્યો હોય છે. નવોદય વિદ્યાલય સમિતીનું વડુ-કાર્યાલય નવી દિલ્હીમાં છે.
⦁ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષાની પ્રેક્ટીસ કરવા માટેના જુના પેપરો ડાઉનલોડ.
- નવેમ્બર-2020 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર- 2019 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર- 2018 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર- 2017 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર-2016 પેપર ડાઉનલોડ કરો.
- નવેમ્બર-2014 પેપર ડાઉનલોડ કરો.
ખાસ વિનંતી: મિત્રો... અહિયાં આપેલ આ તમામ પેપરો જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ-૬ પરીક્ષા આપવાના છે, એમને આ પેપરો ખુબજ ઉપયોગી થશે. આપણે જો આ માહિતી ગમે તો આગળ આપના મિત્રોને પણ સેર_ફોરવર્ડ કરજો.
તમારો પ્રતિભાવ જરૂરી છે, ચોક્કસથી જણાવજો.
ટિપ્પણી પોસ્ટ કરો