મોંઘવારી ન્યૂઝ: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર મોંઘવારી ૧૭% થી વધીને ૨૮ %
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોનો સપ્ટેમ્બર માસના પગાર માટે SAS પોર્ટલ પર ૨૮% મુજબ મોંઘવારી ભથ્થું ૨૩ તારીખે ૧૨ વાગ્યા સુધીમાં અપડેટ થઈ જશે.
અપડેટ થયા બાદ... પગારબીલ ભરેલ હોય તો ના મંજૂર કરી પગારબીલમાં ટેબ કી નો ઉપયોગ કરી ૨૮ % મુજબ બીલ બનાવી શકાશે.
- ઓફિસિયલ પરિપત્ર વાંચો... અને ડાઉનલોડ કરો.
ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભ 2 (બે) માં દર્શાવેલ તારીખ 13/01/2020 ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકાર ના કર્મચારી અને પેન્શનરોને તારીખ: 01/07/2019 ની અસર થી ૧૭% ટકાના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે એમ ઠરાવવામાં આવેલ છે. ઉપર સંદર્ભ (૩) માં દર્શાવેલ ભારત સરકારના 23/04/2020 ના ઓફિસ મેમોરેન્ડમથી કોવિડ-19 ના સંક્રમણના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીતા: 01/01/2020, તારીખ: 01/07/20 તથા તારીખ: 01/01/2021 થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. ઉપર સંદર્ભ 4(ચાર) માં દર્શાવેલ ભારત સરકારના તારીખ: 20/07/2021 ના ઓફિસ મેમોરેન્ડમ થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ઉક્ત સ્થગિત કરવામાં આવેલ મોંઘવારી ભથ્થાનું એકત્રીકરણ કરી તારીખ:01/07/2021 ની અસરથી હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના 17% (ટકા)ના દરમાં વધારો કરી 28% (ટકા)ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવા નો ઠરાવ કરવામાં આવેલ છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન ૧૭%(ટકા)ના દર માં તારીખ:01/07/2021 ની અસરથી વધારો કરી 28% કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે નીચે દર્શાવેલ મુજબના દરે મોંઘવારી ભથ્થુ મંજુર કરવાનું ઠરાવવામાં આવેલ છે.
ચૂકવવાપાત્ર તારીખ ચૂકવવાપાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર
01/07/2021 થી મૂળ પગારના 28% ટકા
નાણા વિભાગના તારીખ :16/08/2016 ના ઠરાવની જોગવાઈ અનુસાર રાજ્ય સરકારના નિર્ણય અનુસાર અન્ય હુકમો ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થા સિવાયના અન્ય તમામ બતાવો સુધાર્યા પૂર્વેના એટલે કે છઠ્ઠા પગાર પંચ મુજબના પગાર માળખાંમાં મળતા પગાર અને દર મુજબ મળવાપાત્ર થશે.
મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેથી વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે. અને 50 પૈસા કરતા ઓછી રકમ ને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
કર્મચારીઓના કિસ્સામાં સપ્ટેમ્બર -21 માસ થી ૨૮% ટકા મુજબ મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-21ના માસ ના તફાવતની રકમ ઓક્ટોબર-21ના પગારની સાથે તથા ઓગષ્ટ-21 માસના તફાવતની રકમ જાન્યુઆરી-22 ના પગાર ની સાથે ચુકવવાની રહેશે.
પેન્શનર આ કિસ્સામાં સપ્ટેમ્બર-21 માસથી 28% ટકા મુજબ હંગામી વધારો માસિક પેન્શન સાથે નિયમિત રીતે તથા સૂચિત હંગામી વધારાના જુલાઈ-ના માસ ના તફાવતની રકમ ઓક્ટોબર-21 સાથે તથા ઓગસ્ટ-21ના તફાવતની રકમ જાન્યુઆરી-22 ના પેન્શનની સાથે ચુકવવાની રહેશે.
તારીખ:01/01/2020 થી તારીખ: 30/06/2021 દરમિયાનનો મોંઘવારી ભથ્થાનો દર ૧૭% ટકા રહેશે.
➜ આ પણ વાંચો :
આ હુકમનો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ સહાયક અનુદાન મેળવતી બિનસરકારી સંસ્થાઓ શાળાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર વધારાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે.
આ હુકમોનો લાભ ઉચિત ફેરફારો સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ તેમને સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણા મંજુર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે.
પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અન્ય બિનસરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ આ હુકમમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમને કારણે થતો ખર્ચ તે શરતે અનુદાન ને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજુર કરેલ મોંઘવારી ભથ્થાનો તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સક્ષમ અધિકારીને કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.
રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે.
અખિલ ભારતીય સેવા (AIS) અધિકારીઓને પણ લાગુ પડશે.
https://youtu.be/4EOgIswgJqs
આ વિડીયો જૂનો છે પણ માત્ર સમજ માટે મુકેલ છે.
💥 28% મોંઘવારી વધારા સાથે પગાર ગણતરી માટે અહીંયા એક્સેલ શિટ આપેલ છે એમાં આપ બેજીક પગાર નાખી ગણતરી કરી શકશો.
28% મોંઘવારી સાથે તમારા પગારમા કેટલો વધારો થશે❓
મહત્વપૂર્ણ લિંક:
શિક્ષકો માટે ખુબજ ઉપયોગી એક્સેલ શીટ જેમાં ઇજાફા બાદ કેટલો પગાર થશે... જેની ઓટોમેટીક ગણતરી કરી આપતી એક્સેલ શીટ ડાઉનલોડ કરો.👇
Moghavari bhatha kotho :
Moghavari bhatha tafavat pdf download
આપણે જો અમારી જાણકારી ગમી હોય તો આપના મિત્રોને પણ શેર કરશોજી.
મિત્રો... આવી જ નોલેજ સભર અને સચોટ માહિતી માટે ગુજરાતીમાં સમયસર અપડેટ મેળવવા માટે આપ "ઘ નોલેજ ઝોન" પરિવાર સાથે જોડાવવા માટે “ 📊 The Knowledge Zone 📊 ” ગ્રુપ માં જોડાઓ, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. અને આપના બીજા ગુજરાતી શિક્ષક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચતી કરશો.... "આભાર" 🙏
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ટિપ્પણી પોસ્ટ કરો