Balvarta: 600 થી પણ વધુ MP3 બાળવાર્તાઓનો ખજાનો ભાગ - 01( 1 થી 100)
નાના ભૂલકાઓ, શાળાના નાના બાળકો ને માટે બાલવાડી_આંગળવાડી_શાળાઓ માટે ખુબજ ઉપયોગી MP3 બાળવાર્તાઓનો ખજાનો.
મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે. આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય પેઢીથી વંચાઈ, કહેવાઈને ઘર ઘરની લોકકથા બની ગઈ છે. અન્ય સર્જકોએ પણ ખૂબ સરસ બાળ વાર્તાઓ લખી છે.
ગુજરાતી બાળવાર્તાઓનો ખજાનો, બાળવાર્તા સંગ્રહ, Gujarati balvarta, Gujarati child story, ગિજુભાઈ બધેકાની વાર્તાઓ, અમરકથાઓ, પ્રાચીન વાર્તાઓ , Old stories, bachpan stories, school time stories, baalgit, જોડકણા, ઉખાણા, બાળપણની યાદગાર વાર્તાઓ. બાળવાર્તાઓ pdf, બોધવાર્તા, ટુંકી બાળવાર્તા, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની વાર્તાઓ. નવી વાર્તા, મહેનતની વાર્તા. પ્રેરણાત્મક વાર્તાઓ.
⇛ વાર્તા બાળકો, અબાલ વૃદ્ધ બધાને ગમે છે બાળકોને તો તે અત્યંત પ્રિય હોય છે. તેથી વાર્તાનો ઉપયોગ બાળકોના વિકાસ માટે કરવો જોઈએ. .
⇛ વાર્તા દ્વારા કયા ઉદ્દેશ સિદ્ધ થાય છે?
- વાર્તા દ્વારા ભાષા વિકાસ થાય છે.
- વાર્તા દ્વારા સંસ્કાર મળે છે.
- વાર્તા દ્વારા જીવનનો અનુભવ થાય છે.
- વાર્તા દ્વારા વિવિધ પ્રકારની માહિતી મળે છે.
- વાર્તા દ્વારા કલ્પનાશીલતા, તર્કશક્તિ, અનુમાન શક્તિ વધે છે અને બુદ્ધિ વિકાસ થાય છે.
- વાતો દ્વારા વ્યવહારિક વ્યવહારુ જ્ઞાન વધે છે.
- વાર્તા સાંભળવામાં આનંદ મળે છે, જીવનને જાણવાનો આ આનંદ છે.
બાળકને માટે વાર્તા એ રંગીન કલ્પનામાં નાહવા માટેનો રસ ફુવારો બને છે. વાર્તા એક અદ્ધુત, રમ્ય અને સ્વર્ગીય દુનિયામાં દોરી જનાર દોસ્ત બને છે. બાળકોને મન વાર્તા એ જીવનનો એક નવીન જ અનુભવ છે. વાર્તા દ્વારા બાળકોને સૃષ્ટિને વારંવાર જોઈને તે આનંદ પામે અને એ આનંદથી જીવન યાત્રામાં આગળ વધે છે. વાર્તાના શબ્દો અને વાક્યોનો વૈભવ બાળકોને ભાષાકીય રીતે ખૂબ સમૃદ્ધ કરે છે. વાર્તા - વાર્તાએ શબ્દ સમૃદ્ધિ ભરેલી હોય છે અને જાણે-અજાણે બાળકો એનો લય માણતા માણતા ચમત્કૃતિ અનુભવતા ઘણું પ્રત્યક્ષ કરતા હોય છે અને શીખતા હોય છે.
બાળકોને કેવી રીતે વાર્તા કે'વી એ વિષયમાં ગંભીર ચિંતન કરવું જરૂરી છે. પસંદગી સારી રીતે થાય તો વાર્તા ખૂબ લાભકારી છે. વાર્તાની સારી પસંદગી માટે અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. જેમકે જીવનના નકારાત્મક પાસાઓની વાર્તા ન કહેવી જોઈએ. આપણે બદલતા સંદર્ભનું ધ્યાન રાખીને વાર્તાઓ પસંદ કરવી જોઈએ જેમાં હિંસા છે, કપડ છે, ભયાનકતા છે, એવી વાર્તાઓ ક્યારેય પસંદ ન કરવી જોઈએ.
હંમેશા શુભ મંગલમય ઉત્સાહ અને આનંદસભર, વિનોદસભર, હાસ્ય સફર એવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ. વાસ્તવિકતા અને કલ્પના નું અદભુત મિશ્રણ વાર્તાને અત્યંત રસિક બનાવે છે. બાળકોની દુનિયામાં છોડ,પશુ-પક્ષી, પ્રાણી, પથ્થર, માટી,, ઢીંગલી, નદી-પર્વત વગેરે બધા માણસની જેમ જ બોલે છે અને અનુભવ કરે છે એને અવાસ્તવિક રીતે વ્યવહારિક ન સમજીને બાળકોની કલ્પનાનો ઉદાતીકરણ કરવા માટે આ બધાને વાર્તાના પાત્ર બનાવવા જોઈએ. જળચેતન બધામાં જીવ છે અને સૌ એક છે એવા સંસ્કાર તેનાથી દ્રઢ થાય છે.
વાર્તા એ માનવ જીવનનો અજર અમર વારસો છે. વાર્તાઓમાં માનવના ભાવો અને પ્રકૃતિ પ્રેમ બંધાયેલા હોય છે. વાર્તામાં વાર્તા રસ હોય પણ સાથે સાથે જીવનનું કંઈક ને કંઈક રહસ્ય એમાં ગર્ભિત રીતે ગૂંથાયેલ હોય છે, જે બાળકોને ન ખબર પડતા પણ સમજાઈ જાય છે. વાર્તાઓ જીવનનું રહસ્ય બાળકો સમક્ષ પ્રત્યક્ષ કરે છે. વાર્તાઓમાં જ સ્વભાવનું મુખ વર્ણન હોય એનાથી બાળકો દ્વારા સમાજને સારી રીતે ઓળખતા શીખી શકે, આપણે જે વાત કરીએ તેનું ચિત્ર બાળકની કલ્પના સૃષ્ટિ સામે ખડું થતું જાય એટલે જો બાળવાર્તાનું મંડાણ બાળકોના અનુભવ પ્રદેશ ઉપર થયેલું હશે તો તેઓ એક સુંદર કલ્પના સૃષ્ટિ ખડી કરી શકશે અને માણી શકશે.
બાળવાર્તાઓ જીવનના પાઠો વિશે ઘણું કહી જાય અને બાળકોને ઘણું આપી જાય છે. ધન્ય છે.... એવા બાળકો કે જેમને તેના માતા-પિતા, દાદા-દાદી દ્વારા વાર્તાઓ સાંભળવા મળે છે.
બાળકોને હોંશે હોંશે સાંભળવી ગમે અને વાંચવી ગમે એવી ઢગલાબંધ, એક એકથી ચડે તેવી અનેક બાળ વાર્તાઓ આપણી પાસે છે. અહીં આવી કેટલીક લોકપ્રિય બાળ વાર્તાનો સંગ્રહ રજૂ કર્યો છે.
પંચતંત્રની વાર્તાઓ, ગીજુભાઈ બધેકાની વાર્તાઓ.