THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: PM કિસાન યોજના 2022: PM કિસાન eKYC કરો ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણકારી.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
PM કિસાન યોજના 2022: PM કિસાન eKYC કરો ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણકારી. PM કિસાનના eKYC વગર હવે નહીં મળે 2000 રૂપિયા.! ...
PM કિસાન યોજના 2022: PM કિસાન eKYC કરો ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણકારી.
PM કિસાન યોજના 2022 eKYC



PM કિસાનના eKYC વગર હવે નહીં મળે 2000 રૂપિયા.! . પીએમ કિસાન આગામી હપ્તો. । પીએમ કિસાન હેલ્પલાઈન નંબર. PM કિસાન Kyc

સર્વે કિસાન મિત્રોને જણાવવાનું કે .... આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી માનધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ વગેરે યોજનાઓ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના વિશે આપ જાણતા હશો. આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે હવે દરેક કિસાન મિત્રોએ eKYC કરવું પડશે.  જો તમારે આ યોજના માટે eKYC કરેલ નહિ હોય તો હવે પછીનો નેક્સ્ટ રૂ. 2000 નો હપ્તો આપના ખાતામાં જમા કરવામાં નહિ આવે તો દરેક કિસાનોએ  વહેલી તકે eKYC કરી દેવું. આ ઓપ્શન હવે PM Kisan ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

PM કિસાન યોજનામાં  eKYC કરેલ નહીં હોય તો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.
ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે. જો ભારત સરકારની ઑફિશિયલ વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો રૂ. 2000/- ના હપ્તા બંધ થઈ જશે. જો આપને આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના જરૂરી ડોક્યુમેન્ટના આધારે eKYC કરી લેવું.


PM કિસાન સન્માન નિધિ યોજના વિશે (About PM Kisan Samman Nidhi Yojana)

About PM Kisan Yojana-2022 (PM કિસાન યોજના વિશે) :
આ યોજનાનું નામPM કિસાન સન્માન નિધિ યોજના
ભાષાગુજરાતી અને English
બજેટ2022-2023
આ યોજનાનો ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થીદેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ6000 વાર્ષિક
ઓફિસિયલ વેબસાઈટhttps://pmkisan.gov.in/


PM કિસાન eKYC : જો તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે eKYC કરો.
તમે જ્યારે પોતાનું આધારકાર્ડ બનાવેલ હોય ત્યારે જો મોબાઇલ નંબર EDDકરાવેલ હોય તો સરળતાથી વેરિફિકેશન કરાવી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. આ વેરિફિકેશન PM Kisan Sanmaan Nidhi ના official portal પરથી વિનામૂલ્યે કરી શકો છો. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતેeKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
  • સૌથી પહેલાં ભારત સરકારના pm kisan પોર્ટલ પર જાઓ.
  • આ પોર્ટલ પર Home Page પર farmer corner પર જાઓ.
  • આ Farmer Corner માં eKYC પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP તે બૉક્સમાં નાખવાનું રહેશે.
  • ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તનારા આધારકાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
  • છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.


PM  કિસાન યોજના માટેની કેટલીક મહત્વની લીંક :

PM કિસાન યોજનાની મહત્વની લીંક :
PM કિસાન અધિકૃત વેબસાઇટઅહીં ક્લિક કરો
નવી ખેડૂત નોંધણીઅહીં ક્લિક કરો
ડાયરેક્ટ eKYC લિંકઅહીં ક્લિક કરો
આધાર રેકોર્ડને સંપાદિત કરોઅહીં ક્લિક કરો
લાભાર્થીની યાદી ડાઉનલોડઅહીં ક્લિક કરો
PMKISAN મોબાઈલ એપ ડાઉનલોડડાઉનલોડ કરો
KCC ફોર્મ ડાઉનલોડડાઉનલોડ કરો
મુખ્ય પેજ ઓફિસિયલ સાઈટઅહીં ક્લિક કરો


PM કિસાન eKYC : આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો eKYC
આધારકાર્ડ યોજના અમલમાં આવી ત્યારે મોબાઈલ નંબર ફરજિયાત રીતે દાખલ નહોતા કરતા. પરંતુ હવે નવું આધારકાર્ડ કઢાવવા જાઓ ત્યારે ફરજિયાત મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવી શકો છો.

જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને eKYC કરાવવું છે, તો તમારે નજીકના Comman Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે eKYC કરાવી શકો છો.


PM કિસાન સન્માન નિધિ-2022 eKYC અંગેની પ્રશ્નોતરી :
પ્રશ્ન-1  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ekyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?
જવાબ:- ખેડૂતોઓએ PM Kisan માટે eKYC  ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
પ્રશ્ન-2  ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC કરી શકશે.
જવાબ:- આ યોજના માટે ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે e-KYC કરી શકશે.
પ્રશ્ન-3  PM Kisan Yojana માટે e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?
જવાબ:-  હા, ખેડૂતોઓએ આ KYC કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.
પ્રશ્ન-4  પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?
જવાબ:-  જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.


PM કિસાન નિધિ યોજના - 2022 હેલ્પલાઈન નંબર :
આ યોજનાનો લાભ 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હોય તો મળવાપાત્ર છે. જો તમે કોઈની જમીનની વાવણી કરતા હોય અથવા ખેતમજૂરી કરતા હોય તો PMKSY નો લાભ મળશે નહીં. ભારત સરકાર દ્વારા સન્માન નિધિ પેટે રૂ.2000 નાખવામાં આવે છે જો તમને આ સહાયની રકમ જમા ન થઈ હોય તો કોઈપણ પ્રકારની સહાયતા માટે ખેડૂત મિત્રો... નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો.
  • PM કિસાન નિધિ યોજના લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
  • PM કિસાન નિધિ યોજના ટોલ ફ્રી નંબર:  1800-115-5266


કિસાન યોજનાની મહત્વની લીંક (Important links of PM Kisan Yojana)

કિશાન હેલ્પલાઇન નબર (Kisan Helpline Number) :
આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશટેલિફોન નંબર -1551, 1800-180-1551
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડટેલિફોન નંબર - 1551, 1800-180-1551
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરાટેલિફોન નંબર - 1551, 1800-180-1551


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top