KYC: KYC(કેવાયસી)નું ફુલ ફોર્મ શું છે? સરળ રીતે સમજો KYC વિશે.
Title: KYC: KYC(કેવાયસી)નું ફુલ ફોર્મ શું છે? સરળ રીતે સમજો KYC વિશે.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel KYC: KYC(કેવાયસી)નું ફુલ ફોર્મ શું છે? સરળ રીતે સમજો KYC વિશે. આજે ચાલો જાણીએ KYC(કેવાયસી...
ધોરણ-10 : ધોરણ10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી જાણકારી.
Title: ધોરણ-10 : ધોરણ10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી જાણકારી.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel ધોરણ-10 : ધોરણ 10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને...
ધોરણ-10 : ધોરણ 10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી જાણકારી.
હાલ ધોરણ:10 નું પરિણામ પણ આવી ગયું છે. ત્યારે માર્કશીટમાં કુલ માર્ક, વિષય દીઠ ગુણ અને ટકાવારી તેમજ ગ્રેડ બધુ જ આપેલું હોય છે. ધોરણ-10 એસએસસી(SSC) ના પરિણામ આવી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પર્સન્ટાઇલ રેન્ક, પર્સન્ટેજ સંદર્ભે દ્વિધા છે. ઉપરાંત દરેક વાલીઓએ તેમના બાળકને પ્રવેશ ક્યાં ધોરણે અપાશે તે પણ જાણવું જરૂરી છે. આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગ મુજબની જાણકારી પ્રમાણે પરિણામની સમગ્ર પધ્ધતિની છણાવટ કરવામાં આવી છે. માર્કશીટમાં બધા વિષયના માર્ક, કુલ માર્ક અને ટકાવારી પણ અપાયેલ છે. ગ્રેડ પણ આપેલ છે જેથી ખબર પડે કે કેટલા ટકાએ કયો ગ્રેડ આવે? પર્સન્ટાઇલ એટલે શું? તો દાખલા તરીકે એ ગ્રૂપમાં કુલ 63000 વિદ્યાર્થીઓ છે તેમાંથી પોતાનો ક્રમાંક કયો તે વિદ્યાર્થી જાણી શકશે. અત્યાર સુધી એકથી દસ ક્રમ જ જાણી શકાતા હવે દરેક વિદ્યાર્થી રાજ્યમાં પોતાનો રેન્ક કેટલામો તે જાણી શકશે. 63000 પૈકી અંદાજિત 3000 નો વિદ્યાર્થી g હોય તે બોર્ડમાં 95 ટકાની આસપાસ મેળવેલો હોય તેવી ધારણા થઇ શકે. આખો શબ્દ પર્સન્ટાઇલ રેન્ક છે. જેનો પર્સન્ટાઇલ રેન્ક 75 ટકા હોય, તેણે એવું સમજવાનું કે તેની ઉપર રપ ટકા વિદ્યાર્થીઓ અને તેના પછી 75 ટકા વિદ્યાર્થીઓ છે. કોઇ વિદ્યાર્થીને દાખલા તરીકે 63 ટકા આવે તોજ તેનું પરિણામ નબળું માનવામાં આવે છે. પરંતુ તેનો પર્સન્ટાઇલ રેન્ક 91 હોય તો વાલીઓને પણ એવી ખાતરી થાય કે, તેનાથી ઉપર માત્ર 9 ટકા જ વિદ્યાર્થીઓ છે.
ધોરણ:10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?
ધોરણ 10 માં પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ? જાણો Percentile Rank વિશે, છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતિની સાથે પરિણામની પદ્ધતિ પણ બદલવામાં આવી છે. જેમાં અગાઉ બોર્ડના પરિણામોમાં વિદ્યાર્થીઓનું પર્સેન્ટેજના આધારે મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે પર્સેન્ટેજની સાથે પર્સેન્ટાઈલનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના કારણે વાલી અને વિદ્યાર્થીઓમાં પર્સેન્ટાઈલના મૂલ્યાંકનની પદ્ધતિમાં મૂંઝવણ વધી રહી છે, ત્યારે બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં રજૂ કરવામાં આવેલી પર્સેન્ટાઈલની પદ્ધતિને સમજવાનો પ્રયાસ કરીએ
પર્સેન્ટાઈલ રેન્ક વિદ્યાર્થીઓના એક વર્ગના દેખાવની મૂલવણી કરવાની જુદી પદ્ધતિ છે. જે પરંપરાગત ટકાવારી પદ્ધતિથી થોડી જુદી પડે છે. પ્રચલિત ટકાવારીની પદ્ધતિ મુજબ, વિદ્યાર્થીએ મેળવેલ ગુણને વિષયની સંખ્યા સાથે ભાગતા જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી. જ્યારે હવે પર્સેન્ટાઈલ પદ્ધતિનો અમલ થાય છે.
પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?
પર્સેન્ટાઇલ રેન્ક દરેક ઉમેદવારની અન્ય ઉમેદવારોની સરખામણીમાં રેન્ક દર્શાવે છે. પર્સેન્ટાઇલ રેન્ક એટલે જે તે વિધાર્થીનું સ્થાન અન્ય વિધાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ. દા.ત. જે વિધાર્થીને ૯૫ percentile મળેલ હોય, તો તે એ દર્શાવે છે કે આ વિધાર્થીનું પરીક્ષામાં કુલ બેઠેલના વિધાર્થીઓમાં પાંચ ટકા ( ૧૦૦ – ૯૫ ) ઉમેદવારો પછી તરત આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિધાર્થી અન્ય ૯૫% ટકા ઉમેદવારો કરતાં આગળ છે. જો ઉમેદવારોની કુલ સંખ્યા લઇએ તો તરત દરેકને પોતાનો નંબર સંપૂર્ણ લીસ્ટમાં કેટલામો છે તે ખબર પડી શકે, જેમકે કુલ ઉમેદવારોની સંખ્યા જો ૧ લાખની હોય તો આ ઉમેદવારોનો રેન્ક તેમાં લગભગ ૫૦૦૦ આસપાસનો થાય . એટલે કે આ વિધાર્થી ટોપ ૫૦૦૦ વિધાર્થીમાં આવે છે તેમ ગણી શકાય.
પર્સેન્ટાઇલ રેન્કની ગણતરી કેવી રીતે થાય છે?
આ માટેની ફોર્મ્યુલા નીચે મુજબની છે.
પર્સેન્ટાઇલ રેન્ક = આ ઉમેદવારોની નીચે આવતા ઉમેદવારોની સંખ્યા ૪ ૧૦૦ કુલ બેઠેલા ઉમેદવારોની સંખ્યા પરસેન્ટાઇલ રેન્કના આધારે તમારો રેન્ક કેવી રીતે નકકી કરી શકાય?
ગણવાની રીત:
પર્સેન્ટાઈલ રેન્ક=L/n x100
જ્યાં x= જે ગુણ સંખ્યા પર પર્સેન્ટાઈલ રેન્ક કાઢવાની હોય છે તે
L=0થી x-1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા
n= સમૂહમાં આવરી લેવાયેલા તમામ વિદ્યાર્થીઓની સંખ્યા (માર્ચ-2019માં n=866814 ગણી શકાય)
આ રીતે થાય છે પર્સેન્ટાઈલની ગણતરી
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી અંગે વાત કરીએ તો કોઈ એક મૂલ્યાંકનમાં X માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આખા સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ કરતા આગળ છે, એટલે કે રેન્કના ક્રમમાં તેમના કરતા કેટલા વિદ્યાર્થીઓ છે, તેની તુલના 100 ટકાના સ્કેલમાં કરવાની રહે છે. તેને થોડી સરળ રીતે સમજીએ તો કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473(x) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને 0થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000(L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 100,000(n) હોય તો 472 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સેન્ટાઈલ રેન્ક 95000ને 100,000 વિદ્યાર્થીઓ સાથે ભાગતા 0.95 અને તેને 100 સાથે ગુણતા 95નો આંક પ્રાપ્ત થાય છે. જેને સરળ ભાષામાં સમજીએ તો 473 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના ટોપ 5 ટકા વિદ્યાર્થીઓમાં આવે.
કયા કયા વિદ્યાર્થીઓને સમાવવામાં આવે છે?
પર્સેન્ટાઈલ રેન્કની ગણતરી કરવામાં નિયમિત, ખાનગી અને પુનરાવર્તિત (વિષય મુક્તિ સિવાય તમામ વિષયમાં ઉપસ્થિત રહેલા) વિદ્યાર્થીઓ પૈકી બોર્ડ દ્વારા લેવામાં આવેલી છ વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના સ્કોરને ધ્યાનમાં લેવામાં આવે છે.
આ પણ વાંચો : 👇
પર્સેન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે?
પહેલાં બોર્ડ ધ્વારા માત્ર ૧ થી ૧૦ ના રેન્ક આપવામાં આવતા હતાં તેની જગ્યાએ હવે પર્સેન્ટાઇલ રેન્ક આપવાથી દરેક વિધાર્થી પોતાનાં અંદાજીત રેન્ક જાણી શકશે. એડમીશન મેળવવા માટે પરસેન્ટેજ કેટલા મળ્યા તે તો મહત્વનું છે પણ જયારે બીજા સાથે સ્પર્ધા હોય ત્યારે મારું સ્થાન અન્યની સરખામણીમાં કેટલું છે તે વધુ મહત્વનું છે. માન લો વિધાર્થીને પરસેન્ટેજન માત્ર ૫૫ % મળેલ હોય પરંતુ તેનો પરસેન્ટાઇલ રેન્ક કુલ રૃપમાં બેઠેલ વિધાર્થીઓમાં ૭૫ % હોય તો તેનો અર્થ એ થાય કે એ વિધાર્થીનો સમાવેશ ટોપ ૨૫% વિધાર્થીમાં થાય છે. આ પ્રકારે પરસેન્ટાઇલ રેન્કના આધારે વિધાર્થીને પોતાને ખબર પડી શકશે કે પોતાને કઇ કોલેજમાં એડમીશન મળવાની શકયતા છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ધોરણ-10 : ધોરણ10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી જાણકારી.
Join WhatsApp Group Join Telegram Channel ધોરણ-10 : ધોરણ 10(SSC)માં પર્સેન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ સંદર્ભે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને...
ગુજરાત પંચાયત વિભાગ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની 3137ની ભરતી - 2022
Title: ગુજરાત પંચાયત વિભાગ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની 3137ની ભરતી - 2022
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
ગુજરાત પંચાયત વિભાગ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની 3137ની ભરતી - 2022 ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી, જાણો વધુ વિગતો. ગુજરાત ફિમેલ હેલ્...
ગુજરાત પંચાયત વિભાગ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની 3137ની ભરતી - 2022
ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી, જાણો વધુ વિગતો.
ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી-2022 : ગુજરાત પંચાયત વિભાગ(GPSSB) દ્વારા ટોટલ 3137 પોસ્ટ પર ફિમેલ હેલ્થ વર્કર ભરતી કરવા માં આવી રહી છે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તે પોતાનું ફોર્મ online ઓજસ ગુજરાત વેબસાઈટ પરથી તારીખ :26/04/2022થી ઓનલાઈન ભરી શકે છે.
ગુજરાત ફિમેલ હેલ્થ વર્કરની નોકરીની ખાલી જગ્યા 2022 વિગતો
કુલ 3137+ પોસ્ટ્સપ્રિય ઉમેદવારો, જો તમે ગુજરાત સરકારમાં નોકરીની રાહ જોઈ રહ્યા છો અથવા નવી ઓજસ ભારતી અથવા GPSSB ફિમેલ હેલ્થ વર્કર ભરતીની શોધમાં છો તો તમારા માટે આ એક સારી તક છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત @vmittra @pkumarias @brijeshmeja1 @CMOGuj pic.twitter.com/kRintL3Q13
— Panchayat, Rural Housing & Rural Dev. Department (@GujPRHDept) April 22, 2022
⇛ ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી 2022 :
- જોબ રિક્રુટમેન્ટ બોર્ડ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
- જાહેરાત નં: –
- પોસ્ટ: ફિમેલ હેલ્થ વર્કર ગુજરાત
- ખાલી જગ્યાઓ: 3137+
- શરૂઆતની તારીખ: 26/04/2022
- છેલ્લી તારીખ: 10/05/2022
- જોબ સ્થાન: સમગ્ર ગુજરાત રાજ્યમાં
- જોબનો પ્રકાર: ગુજરાત સરકારી નોકરીઓ
- એપ્લિકેશન મોડ: ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઈન
- સત્તાવાર વેબસાઇટ: http://gpssb.gujarat.gov.in/
⇛ ગુજરાત FHW ભરતી 2022 :
GPSSB FHW ફિમેલ હેલ્થ વર્કર ઓનલાઈન ફોર્મ અધિકૃત વેબસાઈટો પર થોડા સમયમાં શરૂ થાય છે. ગુજરાતના પંચાયત વિભાગે 2022 માં પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. તેથી ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોવી નહીં અને ઓજસ જુનિયર ક્લાર્ક ઑનલાઇન ફોર્મ ભરો અને છેલ્લી તારીખ પહેલાં તેને સબમિટ કરો.
⇛ મહત્વપૂર્ણ લિંક :
- સૂચના: અહીં ક્લિક કરો
- ભરતીની સંપૂર્ણ માહિતી માટે માહિતી પુસ્તિકા: અહીં ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરો: અહીં ક્લિક કરો
- વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: અહીં ક્લિક કરો
⇛ ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર-2022 નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? :
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ @ https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
- ભરતીની જાહેરાત / નોટીફીકેશન શોધો અને ડાઉનલોડ કરો.
- નોટીફીકેશન વાંચી લેવું અને યોગ્યતા માપદંડો ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઓનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
- ફોટો, સાઇન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- લાસ્ટમાં છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
વાચક મિત્રો... www.theknowledgezone1.blogspot.com બ્લોગ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ બનાવવામાં આવેલ છે. અહીં આ બ્લોગ પર મુકવામાં આવેલ કેટલાક પુસ્તકો, pdf ફાઈલ સામગ્રી પીડીએફ સામગ્રીના અમો કોઈ માલિક નથી અને અહીં આ બ્લોગ પર મુકેલ કોઈપણ પુસ્તકો કે pdf સામગ્રીની અમે ફક્ત તે જ લિંક્સ અને સામગ્રી પ્રદાન કરીએ છીએ જે પહેલાથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. છતાં પણ જો કોઈ પણ રીતે કાયદાનું ઉલ્લંઘન થતું લાગે અથવા જો કોઈ લેખક અથવા પ્રકાશકને કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને અમને જણાવો. તેની જાણ થતાં જ લિંક દૂર કરવામાં આવશે.
તમને આ જાણકારી પસંદ પડી તો આપના દરેક મિત્રો સાથે આ માહિતી શેર કરો, જેથી તેમને પણ આનો લાભ મળી શકે.
મુલાકાત લેવા બદલ આભાર: www.theknowledgezone1.blogspot.com પર નવીનતમ સરકારી તેમજ ખાનગી નોકરી, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુશન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટિકિટ, કોલ લેટર, CCC પરીક્ષાની માહિતી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, અભ્યાસ સામગ્રી, શાળા સંબંધિત ફોર્મ અને માહિતી, તમામ પ્રકારના અપડેટ્સની નવીનતમ માહિતી, પીડીએફ, પીડીએફ, ફાઇલો વગેરે માટે દરરોજ અમારી સાઇટની મુલાકાત લેતા રહો....
તમે www.theknowledgezone1.blogspot.com ની મુલાકાત લેતા રહેશો. અને તમારા મિત્રોને www.theknowledgezone1.blogspot.com વિશે જણાવો.
તમામ શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞 📊 ને પણ સબસ્ક્રાઈબ કરો.
મિત્રો... તમારા મિત્રો સાથે શેર કરો.
⇛ મહત્વપૂર્ણ નોંધ:
કૃપા કરીને અધિકૃત વેબસાઇટ સાથે આપેલ જાહેરાત / સૂચના તથા ઉપરોક્ત તમામ વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ગુજરાત પંચાયત વિભાગ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની 3137ની ભરતી - 2022
ગુજરાત પંચાયત વિભાગ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની 3137ની ભરતી - 2022 ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી, જાણો વધુ વિગતો. ગુજરાત ફિમેલ હેલ્...
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.
Title: સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે. જાણીએ...સજીવ ખેતી એટલે શું? જાણીએ... તેની ખેતી પદ્ધતિ અને તેના લાભ ...
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.
જાણીએ...સજીવ ખેતી એટલે શું? જાણીએ... તેની ખેતી પદ્ધતિ અને તેના લાભ
જાણીએ...સજીવ ખેતી એટલે શું ?
સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.
સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે... જેમાં રસાયણિક ખાતરો જેવાકે... યુરીયા, ડીએપી, એનપીકે વગેરે તેમજ બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે સેન્દ્રીય(છાણીયું) ખાતર, અળસિયાનું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.
સજીવ ખેતીની પેદાસો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીએ 118% વધુ મોલીબ્ડેનમ, 63% જેટલું વધુ કેલ્શિયમ, 73% વધુ લોહતત્વ, 91% વધુ ફોસ્ફરસ, 125% વધુ પોટેશિયમ અને 60% વધુ જસત હોય છે.
સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકની પણ ગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી. સજીવ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી, ઋષિ ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિ એટલે સજીવ ખેતી. સજીવ ખેતીનો વિકાસ આજે દેશમાં અને તેમાય ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો કરવાનું હજુ પણ ટાળે છે. એના પાછળનું સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીનો અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી હાઇબ્રીડ ખેતીમાં વધારે પડતા ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ છે. જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના પરીણામ સ્વરૂપે કેટલાક પ્રશ્નો ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતા રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદન ક્ષમતા અને ફળદ્રુપતા ઘટવા લાગી. જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.
આ પણ વાંચો. 👇
આમ હાઇબ્રીડ ખેતીના કારણે અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.
⇛ સજીવ ખેતી શા માટે જરૂરી છે?
હાલના ઝડપી યુગમાં ખેતી પણ ઝડપી થઇ ગઈ. વધુ આવક, વધુ ઉત્પાદન મેંળવવા માટે વિવિધ હાઇબ્રીડ બિયારણો, રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓના બહોળા ઉપયોગ થવા લાગ્યો. જેના ભાગરૂપે વિવિધ જીવલેણ રોગોનું પ્રમાણ પણ વધી ગયું. લોકોના આરોગ્ય પર માઠી અસર પડી. જેને રોકવા... રસાયણિક તેમજ જંતુનાશકોના વિવિધ ઝેરથી માનવ જાતને બચાવવા માટે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓ વિનાની ગાય આધારિત સજીવ ખેતી ખુબજ જરૂરી બની ગઈ છે.
⇛ સજીવ ખેતીમાં પાક પઘ્ધતિ:
- સજીવ ખેતીમાં આંતર પાક- મિશ્ર પાક પઘ્ધતિનો ઉપયોગ.
- સજીવ ખેતીમાં આંતર પાક- મિશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બને છે.
- સજીવ ખેતીમાં દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી જોઈએ, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો હિતાવહ છે.
⇛ સજીવ ખેતીમાં પાક પોષણનું વ્યવસ્થાપન:
- સજીવ ખેતીમાં પાકમાં સારું કોહવાયેલું નીંદણના બીજમુક્ત સેન્દ્રીય (છાણિયા) ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
- સજીવ ખેતીમાં સેન્દ્રીય (છાણીયું) ખાતર, ગળતીયું ખાતર જમીનમાં નાખી વાવેતર માટે જમીન તૈયાર કરવી.
- સજીવ ખેતીમાં છાણીયા ખાતરની અવેજીમાં પાકની પોષકતત્વોની જરૂરિયાતને પહોંચી વળવા જુદાજુદા ખોળ, વર્મી કમ્પોસ્ટ, કોહવાયેલો કચરો વગેરેનો ઉપયોગ કરી શકાય.
- સજીવ ખેતીમાં સુક્ષ્મ જીવાણુઓ દ્વારા હવામાનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય તે હેતુસર કઠોળ વર્ગના પાકોને જે તે પાક અનુરૂપ જીવાણુંઓનો પટ આપવો.
- સજીવ ખેતીમાં પાક આયોજનમાં લીલા પડવાસ દ્વારા સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરાય તે માટે તેનો સમાવેશ કરવો.
- સજીવ ખેતીમાં પહોળા ગાળે વવાતા પાકોમાં શકય બને તો ચાસમાં જ ખાતર આપવું.
- સજીવ ખેતીમાં ખેતીના પાકના અવશેષો, ખેતરના ખળાનો નકામો કચરો વગેરે બાળી ન નાખતાં જે તે ખેતરમાં જ દબાવી દેવાં અથવા એકત્રિત કરી સારી રીતે કોહવાયા બાદ જ ખેતરમાં નાખવા જોઈએ.
⇛ સજીવ ખેતીમાં રોગ-જીવાતનું વ્યવસ્થાપન કરવું:
- સજીવ ખેતીમાં રોગ-જીવાત પ્રતિરોધક પાકની જાતોની પસંદગી કરવી, ઉનાળામાં ઉડી ખેડ કરવી.
- વાવણીનો સમય જાળવી-ગોઠવી પાકને રોગ-જીવાતથી બચાવી શકાય.
- મોટી ઇયળો હાથથી વીણી નાશ કરવો જોઈએ.
- સજીવ ખેતીમાં બીજનો દર પ્રમાણમાં વધારે રાખવો, જેથી રોગ જીવાતથી નુકશાન થાય, ઉગાવો ઓછો થાય તો પણ એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જળવાઇ રહે.
- પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
- સજીવ ખેતીમાં વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે લીમડામાંથી, આંકડામાંથી, કળજ વગેરે માંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો.
⇛ સજીવ ખેતીમાં નિંદણનું નિયંત્રણ કરવું:
- સજીવ ખેતીમાં જરૂર પુરતી ઓછામાં ઓછી જ ખેડ કરવી જેથી જમીનના નિચલા સ્તરમાં રહેલાં નિદામણના બીજ ઉપર આવે નહીં.
- થયેલ નિંદામણ વહેલીતકે દૂર કરવું જરૂરી છે.
- વાવેતર અગાઉ પિયત આપી નિંદણ ઉગી ગયા બાદ તેનો છીછરી ખેડ દ્વારા નાશ કરવો.
- પાક ઉગ્યા બાદ ઊભા પાકમાં આંતરખેડ કરી નિદામણ દૂર કરવું.
- સજીવ ખેતીમાં પાકની લાઇનમાં રહેલ નિંદામણ ખુરપીનો ઉપયોગ કરી દૂર કરવું.
- ઉનાળામાં ઉડી ખેડ કરી ચિયો, ઘરો જેવા હડીલા નિંદણનો નાશ કરવો જોઈએ.
- સારૂ કોહવાયેલું નિંદણના બીજમુકત સારા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
⇛ આ પણ વાંચો. 👇
⇛ સજીવ ખેતીમાં પિયત વ્યવસ્થા :
- પાકને જરૂરીયાત મુજબ જ પિયત આપવું જોઈએ.
- પાકની પાણીની કટોકટી અવસ્થાઓની જાણકારી મેળવી અને એ અવસ્થાયે જ પાણી આપવું જોઈએ.
- પાકને વધારે પિયત પાણી આપવાથી, વધારે ઉત્પાદન મળે તે ખ્યાલ દૂર કરવો.
- પાકને વધારે પિયત આપવાથી રોગ-જીવાતનું પ્રમાણ વધે છે.
- સુક્ષ્મ પિયત પઘ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
⇛ સજીવ ખેતીથી થતા ફાયદા:
- સજીવ ખેતીથી પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂતોને ખુબ મોટોફાયદો થાય છે.
- સજીવ ખેતીથી જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું અટકાવી શકાય છે.
- પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે.
- જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.
- જમીનની તંદુરસ્તી/ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે છે.
- ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ સરેરાસ બજાર ભાવ પણ વધારે મળે છે.
- લાંબા ગાળે ઉત્પાદનયુકત હોઇ બજારભાવ વધારે મળે છે.
- ખેતરમાં જ ઉત્પન્ન થયેલા ઘાસ, કચરો વગેરેને કોહવીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે.
- રોગ-જીવાતના નિયંત્રણ માટે ઝેરી રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને ફાયદાકારક છે, નુકશાન કરતું નથી.
⇛ મહત્વપૂર્ણ લિંક :
વાચક મિત્રો... www.theknowledgezone1.blogspot.com બ્લોગ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ બનાવવામાં આવેલ છે. અહીં આ બ્લોગ પર મુકવામાં આવેલ કેટલાક પુસ્તકો, pdf ફાઈલ સામગ્રી પીડીએફ સામગ્રીના અમો કોઈ માલિક નથી અને અહીં આ બ્લોગ પર મુકેલ કોઈપણ પુસ્તકો કે pdf સામગ્રીની અમે ફક્ત તે જ લિંક્સ અને સામગ્રી પ્રદાન કરીએ છીએ જે પહેલાથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. છતાં પણ જો કોઈ પણ રીતે કાયદાનું ઉલ્લંઘન થતું લાગે અથવા જો કોઈ લેખક અથવા પ્રકાશકને કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને અમને જણાવો. તેની જાણ થતાં જ લિંક દૂર કરવામાં આવશે.
તમને આ જાણકારી પસંદ પડી તો આપના દરેક મિત્રો સાથે આ માહિતી શેર કરો, જેથી તેમને પણ આનો લાભ મળી શકે.
મુલાકાત લેવા બદલ આભાર: www.theknowledgezone1.blogspot.com પર નવીનતમ સરકારી તેમજ ખાનગી નોકરી, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુશન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટિકિટ, કોલ લેટર, CCC પરીક્ષાની માહિતી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, અભ્યાસ સામગ્રી, શાળા સંબંધિત ફોર્મ અને માહિતી, તમામ પ્રકારના અપડેટ્સની નવીનતમ માહિતી, પીડીએફ, પીડીએફ, ફાઇલો વગેરે માટે દરરોજ અમારી સાઇટની મુલાકાત લેતા રહો....
તમે www.theknowledgezone1.blogspot.com ની મુલાકાત લેતા રહેશો. અને તમારા મિત્રોને www.theknowledgezone1.blogspot.com વિશે જણાવો.
તમામ શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞 📊 ને પણ સબસ્ક્રાઈબ કરો.
મિત્રો... તમારા મિત્રો સાથે શેર કરો.
⇛ મહત્વપૂર્ણ નોંધ:
કૃપા કરીને અધિકૃત વેબસાઇટ સાથે આપેલ જાહેરાત / સૂચના તથા ઉપરોક્ત તમામ વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે. જાણીએ...સજીવ ખેતી એટલે શું? જાણીએ... તેની ખેતી પદ્ધતિ અને તેના લાભ ...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)