THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે. જાણીએ...સજીવ ખેતી એટલે શું? જાણીએ... તેની ખેતી પદ્ધતિ અને તેના લાભ ...
સજીવ ખેતી:સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.
સજીવ ખેતી



જાણીએ...સજીવ ખેતી એટલે શું? જાણીએ... તેની ખેતી પદ્ધતિ અને તેના લાભ

જાણીએ...સજીવ ખેતી એટલે શું ?
સજીવ ખેતી (Organic Farming) એટલે શું ? જાણીએ સજીવ ખેતીના વિશે.


સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે... જેમાં રસાયણિક ખાતરો જેવાકે... યુરીયા, ડીએપી, એનપીકે વગેરે તેમજ બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે સેન્દ્રીય(છાણીયું) ખાતર, અળસિયાનું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. 
સજીવ ખેતીની પેદાસો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીએ 118% વધુ મોલીબ્ડેનમ, 63% જેટલું વધુ કેલ્શિયમ, 73% વધુ લોહતત્વ, 91% વધુ ફોસ્ફરસ, 125% વધુ પોટેશિયમ અને 60% વધુ જસત હોય છે.

સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકની પણ ગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી. સજીવ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી, ઋષિ ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિ એટલે સજીવ ખેતી. સજીવ ખેતીનો વિકાસ આજે દેશમાં અને તેમાય ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો કરવાનું હજુ પણ ટાળે છે. એના પાછળનું સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીનો અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી હાઇબ્રીડ ખેતીમાં વધારે પડતા  ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ છે. જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના  પરીણામ સ્વરૂપે કેટલાક પ્રશ્નો ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતા રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદન ક્ષમતા અને ફળદ્રુપતા ઘટવા લાગી. જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આ પણ વાંચો. 👇



આમ હાઇબ્રીડ ખેતીના કારણે અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.


⇛  સજીવ ખેતી શા માટે જરૂરી છે?
હાલના ઝડપી યુગમાં ખેતી પણ ઝડપી થઇ ગઈ. વધુ આવક, વધુ ઉત્પાદન  મેંળવવા માટે વિવિધ હાઇબ્રીડ બિયારણો, રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓના બહોળા ઉપયોગ થવા લાગ્યો. જેના ભાગરૂપે વિવિધ જીવલેણ રોગોનું પ્રમાણ પણ વધી ગયું. લોકોના આરોગ્ય પર માઠી અસર પડી. જેને રોકવા... રસાયણિક તેમજ જંતુનાશકોના વિવિધ ઝેરથી માનવ જાતને બચાવવા માટે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓ વિનાની ગાય આધારિત સજીવ ખેતી ખુબજ જરૂરી બની ગઈ છે.


⇛  સજીવ ખેતીમાં પાક પઘ્ધતિ:
  • સજીવ ખેતીમાં આંતર પાક- મિશ્ર પાક પઘ્ધતિનો ઉપયોગ.
  • સજીવ ખેતીમાં આંતર પાક- મિશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બને છે.
  • સજીવ ખેતીમાં દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી જોઈએ, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો હિતાવહ છે.


⇛   સજીવ ખેતીમાં પાક પોષણનું વ્યવસ્થાપન:
  • સજીવ ખેતીમાં પાકમાં સારું કોહવાયેલું નીંદણના બીજમુક્ત સેન્દ્રીય (છાણિયા) ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
  • સજીવ ખેતીમાં સેન્દ્રીય (છાણીયું) ખાતર, ગળતીયું ખાતર જમીનમાં નાખી  વાવેતર માટે જમીન તૈયાર કરવી.
  • સજીવ ખેતીમાં છાણીયા ખાતરની અવેજીમાં પાકની પોષકતત્વોની જરૂરિયાતને પહોંચી વળવા જુદાજુદા ખોળ, વર્મી કમ્પોસ્ટ, કોહવાયેલો કચરો વગેરેનો ઉપયોગ કરી શકાય.
  • સજીવ ખેતીમાં સુક્ષ્મ જીવાણુઓ દ્વારા હવામાનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય તે હેતુસર કઠોળ વર્ગના પાકોને જે તે પાક અનુરૂપ જીવાણુંઓનો પટ આપવો.
  • સજીવ ખેતીમાં પાક આયોજનમાં લીલા પડવાસ દ્વારા સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરાય તે માટે તેનો સમાવેશ કરવો.
  • સજીવ ખેતીમાં પહોળા ગાળે વવાતા પાકોમાં શકય બને તો ચાસમાં જ ખાતર આપવું.
  • સજીવ ખેતીમાં  ખેતીના પાકના અવશેષો, ખેતરના ખળાનો નકામો કચરો વગેરે બાળી ન નાખતાં જે તે ખેતરમાં જ દબાવી દેવાં અથવા એકત્રિત કરી સારી રીતે કોહવાયા બાદ જ ખેતરમાં નાખવા જોઈએ.


⇛  સજીવ ખેતીમાં રોગ-જીવાતનું વ્યવસ્થાપન કરવું:
  • સજીવ ખેતીમાં રોગ-જીવાત પ્રતિરોધક પાકની જાતોની પસંદગી કરવી, ઉનાળામાં ઉડી ખેડ કરવી.
  • વાવણીનો સમય જાળવી-ગોઠવી પાકને રોગ-જીવાતથી બચાવી શકાય.
  • મોટી ઇયળો હાથથી વીણી નાશ કરવો જોઈએ.
  • સજીવ ખેતીમાં બીજનો દર પ્રમાણમાં વધારે રાખવો, જેથી રોગ જીવાતથી નુકશાન થાય, ઉગાવો ઓછો થાય તો પણ એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જળવાઇ રહે.
  • પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
  • સજીવ ખેતીમાં વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે લીમડામાંથી, આંકડામાંથી, કળજ વગેરે માંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો.


⇛  સજીવ ખેતીમાં નિંદણનું નિયંત્રણ કરવું:
  • સજીવ ખેતીમાં જરૂર પુરતી ઓછામાં ઓછી જ ખેડ કરવી જેથી જમીનના નિચલા સ્તરમાં રહેલાં નિદામણના બીજ ઉપર આવે નહીં.
  • થયેલ નિંદામણ વહેલીતકે દૂર કરવું જરૂરી છે.
  • વાવેતર અગાઉ પિયત આપી નિંદણ ઉગી ગયા બાદ તેનો છીછરી ખેડ દ્વારા નાશ કરવો.
  • પાક ઉગ્યા બાદ ઊભા પાકમાં આંતરખેડ કરી નિદામણ દૂર કરવું.
  • સજીવ ખેતીમાં પાકની લાઇનમાં રહેલ નિંદામણ ખુરપીનો ઉપયોગ કરી દૂર કરવું.
  • ઉનાળામાં ઉડી ખેડ કરી ચિયો, ઘરો જેવા હડીલા નિંદણનો નાશ કરવો જોઈએ.
  • સારૂ કોહવાયેલું નિંદણના બીજમુકત સારા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.


⇛  આ પણ વાંચો. 👇


⇛  સજીવ ખેતીમાં પિયત વ્યવસ્થા :
  • પાકને જરૂરીયાત મુજબ જ પિયત આપવું જોઈએ.
  • પાકની પાણીની કટોકટી અવસ્થાઓની જાણકારી મેળવી અને એ અવસ્થાયે જ પાણી આપવું જોઈએ.
  • પાકને વધારે પિયત પાણી આપવાથી, વધારે ઉત્પાદન મળે તે ખ્યાલ દૂર કરવો.
  • પાકને વધારે પિયત આપવાથી રોગ-જીવાતનું પ્રમાણ વધે છે.
  • સુક્ષ્મ પિયત પઘ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.

⇛  સજીવ ખેતીથી થતા ફાયદા:
  • સજીવ ખેતીથી પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂતોને ખુબ મોટોફાયદો થાય છે.
  • સજીવ ખેતીથી જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું અટકાવી શકાય છે.
  • પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે.
  • જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.
  • જમીનની તંદુરસ્તી/ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે છે.
  • ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ સરેરાસ બજાર ભાવ પણ વધારે મળે છે.
  • લાંબા ગાળે ઉત્પાદનયુકત હોઇ બજારભાવ વધારે મળે છે.
  • ખેતરમાં જ ઉત્પન્ન થયેલા ઘાસ, કચરો વગેરેને કોહવીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે.
  • રોગ-જીવાતના નિયંત્રણ માટે ઝેરી રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને ફાયદાકારક છે, નુકશાન કરતું નથી.


⇛  મહત્વપૂર્ણ લિંક :
  • સજીવ ખેતી જતન ગુજરાતી PDF બુક - DOWNLOAD
  • ઓર્ગેનિક ફાર્મિંગ PDF બુક - DOWNLOAD
  • ઓર્ગેનિક ફૂડ ગુજરાતી PDF બુક - DOWNLOAD
  • કપાસ ઓર્ગેનિક PDF બુક - DOWNLOAD
  • પ્રાકૃતિક ખેતી PDF બુક - DOWNLOAD
  • સજીવ ખેતી માર્ગદર્શિકા PDF બુક - DOWNLOAD


વાચક મિત્રો... www.theknowledgezone1.blogspot.com બ્લોગ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ બનાવવામાં આવેલ છે. અહીં આ બ્લોગ પર મુકવામાં આવેલ કેટલાક પુસ્તકો, pdf ફાઈલ સામગ્રી પીડીએફ સામગ્રીના અમો કોઈ માલિક નથી અને અહીં આ બ્લોગ પર મુકેલ કોઈપણ પુસ્તકો કે pdf સામગ્રીની અમે ફક્ત તે જ લિંક્સ અને સામગ્રી પ્રદાન કરીએ છીએ જે પહેલાથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. છતાં પણ જો કોઈ પણ રીતે કાયદાનું ઉલ્લંઘન થતું લાગે અથવા જો કોઈ લેખક અથવા પ્રકાશકને કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને અમને જણાવો. તેની જાણ થતાં જ લિંક દૂર કરવામાં આવશે.

તમને આ જાણકારી પસંદ પડી તો આપના દરેક મિત્રો સાથે આ માહિતી શેર કરો, જેથી તેમને પણ આનો લાભ મળી શકે.

મુલાકાત લેવા બદલ આભાર: www.theknowledgezone1.blogspot.com પર નવીનતમ સરકારી તેમજ ખાનગી નોકરી, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુશન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટિકિટ, કોલ લેટર, CCC પરીક્ષાની માહિતી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, અભ્યાસ સામગ્રી, શાળા સંબંધિત ફોર્મ અને માહિતી, તમામ પ્રકારના અપડેટ્સની નવીનતમ માહિતી, પીડીએફ, પીડીએફ, ફાઇલો વગેરે માટે દરરોજ અમારી સાઇટની મુલાકાત લેતા રહો....

તમે www.theknowledgezone1.blogspot.com ની મુલાકાત લેતા રહેશો. અને તમારા મિત્રોને www.theknowledgezone1.blogspot.com વિશે જણાવો.

તમામ શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞 📊 ને પણ સબસ્ક્રાઈબ કરો.

મિત્રો... તમારા મિત્રો સાથે શેર કરો.

⇛ મહત્વપૂર્ણ નોંધ:
કૃપા કરીને અધિકૃત વેબસાઇટ સાથે આપેલ  જાહેરાત / સૂચના તથા ઉપરોક્ત તમામ વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top