ગુજરાત પ્રવાસી શિક્ષક: પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસ દીઠ માનદ વેતનમાં સુધારો બાબત.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ: 1થી8 માં તેમજ માધ્યમિક સ્કૂલોમાં ધો.9 અને 10માં તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.11 અને 12માં શિક્ષકોની ઘટને પુરી કરવા અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે હંગામી ધોરણે પ્રવાસી શિક્ષકોની યોજના સરકારે અમલામા મુકી છે.જે અંતર્ગત વિવિધ જિલ્લામાં ડીઈઓ-ડીપીઓ દ્વારા સ્કૂલોને હંગામી ધોરણે જરૂરિયાત મુજબ પ્રવાસી શિક્ષકો ભરવાની મંજૂરી અપાય છે.
ગુજરાત પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજુર શિક્ષકોની જગ્યાઓ પર નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે માટે તા દીઠ માનદ વેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. એટલે કે પ્રવાસી શિક્ષક. આ યોજનાની મુદત વર્ષ 2021/22 નો શૈક્ષણિક વર્ષ પૂરું થાય ત્યાં સુધી લંબાવવામાં આવેલ અને તાસ દીઠ મહત્તમ દૈનિક માનદ વેતન માં સુધારો કરવામાં આવેલ હતો. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત શિક્ષકો ન ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને અભ્યાસને અસર ન થાય તે હેતુથી આ યોજનાને મુદત વધુ સમય માટે લંબાવવામાં આવેલ. તથા રાજ્યની સરકારી, બિન સરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં તાસ દીઠ માન દવેતનમાં સુધારો કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
તાસ દીઠ માનદ વેતન થી શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને તાસ દીઠ માનદ વેતનમાં સુધારો કરવા બાબત.
પુખ્ત વિચારણાને અંતે વિદ્યાર્થીઓના અભ્યાસના વ્યાપક હિતમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત મેકઅપથી ન ભરાય ત્યાં સુધી માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગે નિયત કરવામાં આવેલ મુદત 2022 શિક્ષણિક વર્ષ પૂર્ણ થાય તથા રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દૈનિક માનદ વેતનમાં નીચે મુજબનો સુધારો કરવાની આથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવી.
આ પ્રવાસી શિક્ષકોનુ માસિક વેતન વધારવા માટે સંચાલક મંડળથી માંડી શિક્ષકો દ્વારા અનેક રજૂઆતો સરકારને કરવામા આવી હતી અને તાજેતરમાં સરકારે પણ જાહેરાત કરી હતી કે પ્રવાસી શિક્ષકોના માનદ વેતનમાં વધારો કરવામા આવશે.જો કે જાહેરાત મુજબ શિક્ષકોને માનદ વેતન અપાયુ નથી પરંતુ માસિક ત્રણ હજાર રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે.
આ પણ વાંચો. 👇
પ્રાથમિક શિક્ષણમાં તાસ પદ્ધતિ ન હોઈ ત્યાં મહત્તમ દૈનિક માનદવેતન તારીખ 20/10/2021ના ઠરાવમાં દર્શાવ્યા મુજબ રૂપિયા એક 510 રહેશે. માધ્યમિક શિક્ષણમાં માસિક માનદ વેતન રૂપિયા 10500/- થી વધે નહીં તે મુજબ રહેશે.
માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક માનદ વેતનની મર્યાદા રૂપિયા 16500 /- થી વધે નહીં તે મુજબ રહેશે.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક માનદ વેતનની મર્યાદા રૂપિયા 16700 /- થી વધે નહીં તે મુજબ રહેશે.
આ યોજના માટે જરૂરી રકમની જોગવાઇ સને- 2022/23 ના વિભાગને ફાળવેલ બજેટ સીલીંગની મર્યાદામાં સંબંધિત અંદાજપત્ર સદર હેઠળ કરવાની રહેશે. તારીખ 31/03/2023 પછીના સમય માટે જરૂરી ગ્રાન્ટ ની વ્યવસ્થા આગામી નાણાકીય વર્ષ 2023/24માં કરાવી લેવાની જવાબદારી સંબંધિત ખાતાના વડાની રહેશે.
આ સિવાય વિભાગના 21/12/2015 અને વખતો વખતના અન્ય ઠરાવોની જોગવાઈઓ યથાવત રહેશે.
રાજ્યની પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો માટે માનદ માસિક વેતનમાં અંતે સરકારે વધારો કર્યો છે. હવે પ્રવાસી શિક્ષકને 3 હજારના વધારા સાથે માનદ માસિક વેતન ચુકવાશે. આ નવા વેતન માળખા મુજબ પ્રાથમિક શિક્ષણમાં પ્રવાસી શિક્ષકને 10500, માધ્યમિક શિક્ષકને 16500 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને 16700 રૂ. સુધીનું માસિક માનદ વેતન અપાશે.
મહત્વની લીંક:
Latest updates 23/06/22.
પ્રવાસી શિક્ષકોની ભરતી પર એક નજર :
પ્રવાસી શિક્ષકને કામ સોંપવા અંગે કોઈ લેખિત હુકમ કરવાના રહેશે નહિ
સરકારે નોટિફિકેશનમાં જણાવ્યું કે પ્રવાસી શિક્ષકોને ચાલુ શૈક્ષણિક કાર્યમાં કોઈ રજા-છૂટ આપી શકાશે નહિ
શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર જ્યાં તાસ પદ્ધતિ ન હોય ત્યાં મહત્તમ વેતન દૈનિક રૂ. 510 અને માસિક 10,500થી વધે નહિ તે મુજબ ચૂકવણી કરવાની રહેશે
પ્રાથમિક શાળામાં પ્રવાસી શિક્ષકોએ શાળા ચાલુ હોય તેટલા જ દિવસ કામ કરવાનું રહેશે અને તેટલા દિવસનો જ પગાર ચૂકવાશે.
સરકારે રાજ્યની તમામ શાળા-કોલેજોને સંપૂર્ણપણે ઓફલાઈન ખોલવાનો નિર્ણય કર્યા બાદ હવે સરકાર સુચારૂં શિક્ષણકાર્ય થઈ રહે તે માટે શિક્ષકોની સંખ્યા અને તેમના કાર્યબળ અંગે પણ મહત્વના નિર્ણય લઈ રહી છે.
કોવિડ-19 ની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે.
શિક્ષક મંડળે કરેલ માંગણી સામે સરકારે 60%થી વધુ જગ્યા માટે હાલપુરતા પ્રવાસી શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. ધોરણ 1થી 5ના વર્ગો માટે રાજ્યભરમાં કુલ 2043 પ્રવાસી શિક્ષકોની માંગણી થઈ હતી જેની સામે 1173 જગ્યા સરકારે મંજૂર કરી છે અને સામે પક્ષે ધોરણ 6 થી 8ના વર્ગો માટે કુલ 653 માંગણી ની સામે 376 પ્રવાસી શિક્ષકોની ભરતી સરકારે મંજૂર કરી છે એટલેકે રાજ્યભરમાં કુલ 2696 જગ્યાની ભરતીની સામે સરકારે 1549 ખાલી જગ્યા માટે મંજૂરી આપી છે.