શનિવાર, 18 જૂન, 2022

KYC: KYC(કેવાયસી)નું ફુલ ફોર્મ શું છે? સરળ રીતે સમજો KYC વિશે.

KYC: KYC(કેવાયસી)નું ફુલ ફોર્મ શું છે? સરળ રીતે સમજો KYC વિશે.
KYC


આજે ચાલો જાણીએ KYC(કેવાયસી) વિશે જેમાં તમને જાણવા મળશે KYC નું પૂરું નામ અને KYC વિશેની સંપૂર્ણ માહિતી..!!
દોસ્તો... તમે KYC(કેવાયસી) નામ તો જરૂર સાંભળ્યું હશે અને તમે તમારા મોબાઈલમાં તમે Paytm, Google Pay, PhonePe આ બધી એપ.નો ઉપયોગતો કરતાજ હશો. આ બધી જ એપ્લિકેશનમાં એકાઉન્ટ વેરીફાય કરવા માટે KYC(કેવાયસી) પ્રોસેસ જરૂર પૂરી કરી હશે.

તો ચાલો આજે આપણે KYC વિશે જાણીએ જેમાં તમને જાણવા મળશે કે KYC નું ફુલ ફોર્મ શું છે? અને KYC વિશે અન્ય જાણકારી પણ જાણવા મળશે.

KYC નું ફુલ ફોર્મ શું છે?
KYC નું પૂરું નામ "નો યોર કસ્ટમર (Know Your Customer)" થાય છે.
KYC એટલે કે... (Know Your Customer) ને સરળ ગુજરાતીમાં વ્યાખ્યાયિત કરીએ તો એવું કહેવામાં આવશે કે ગ્રાહક વિશે સંપૂર્ણ માહિતી.

દરેક વ્યક્તિ માટે KYC(Know Your Customer) કરવું જરૂરી છે. 
દરેક બેંક તેના ગ્રાહકનું KYC કરે છે. બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રની કામગીરીમાં હંમેશા KYC નો ઉલ્લેખ કરવામાં આવે છે. બેંકો ખાસ કરીને તેમના ગ્રાહકોની ઓળખ માટે.

KYC ને સરળ રીતે સમજો
બેંકના કામમાં અને નાણાકીય વ્યવહાર કરવા માટે KYCનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે બેંકમાં નવું ખાતું ખોલાવો છો ત્યારે તમારે KYC કરાવવું પડે છે. તમે જ્યારે KYC કરાવો છો ત્યારે તમારી ઓળખ માટે બેંકને આ પ્રોસેસની જરૂર પડે છે. તેમજ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો, બેંક લોકર લેવા માંગો છો અથવા જૂની કંપનીની પીએફ રકમ ઉપાડવા માંગો છો તો તમારે KYC કરાવવું પડે છે.

આ બધા સિવાય, જ્યારે તમે સિમ કાર્ડ ખરીદો છો, ત્યારે તમે તમારી ઓળખ માટે આધાર કાર્ડની ચકાસણી કરો છો, આ પ્રક્રિયાને KYC પણ કહેવામાં આવે છે. KYC ફોર્મ ઓનલાઈન પણ ભરી શકાશે...

KYC ની સાથે તમારા આઈડી પ્રૂફની જરૂર પડે છે જેની અંદર આધાર કાર્ડ, પાનકાર્ડ, વોટર આઈડી કાર્ડ વગેરે આવે છે.

KYC ની પ્રોસેસ કરવાથી તમારી એક ઓળખ તો બની જાય છે તેની સાથે તમારી નાણાંકીય લેન-દેન સાથે ફ્રોડ થતો નથી કારણ કે KYC દ્વારા બેંક તમારી ઓળખને જાણી લે છે અને ત્યારબાદ જ તમારી લેન-દેનની પ્રોસેસ પુરી કરે છે.

KYC ની આ પ્રોસેસની શરૂઆત ભારત સરકારે 2002માં કરી હતી. ત્યારબાદ 2004ના વર્ષમાં એવી ઘોષણા કરવામાં આવી કે ભારતની બધા જ પ્રકારની બેંકને આ KYC ની પ્રોસેસને પૂર્ણ કરવી પડશે. 2005ના વર્ષમાં RBI બેંકએ બધી જ બેંકને KYC પ્રોસેસનું પાલન ફરજીયાત કરવું પડશે એવું એલાન કરી દીધું હતુ.


KYCના ફાયદા કયા-કયા છે?
KYC દ્વારા બેંક અને ગ્રાહક વચ્ચે પારદર્શિતા વધે છે.
જો અરજદારની KYC પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, તો તેથી બનાવટી અથવા છેતરપિંડીની શક્યતા ઘટાડે છે. તેથી KYC સાથે દસ્તાવેજો આપતી વખતે અચકાવું નહીં.

બેંકની પાસે ગ્રાહકની બધી જાણકારી હોવાથી જો તે ગ્રાહક છેતરપીંડી અથવા તો ફ્રોડ કરે છે તો બેંક પાસે કાર્યવાહી કરવા માટે અધિકાર હોય છે.

પૈસાની લેવડ દેવડ કરવા માટે બેંક જવાની જરૂર પડતી નથી, તમે Google Pay, Paytm, PhonePe જેવી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઝડપથી પૈસાને એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.

ઓનલાઈન પૈસાની લેવડ દેવડ કરવા માટે પણ KYC પ્રોસેસ કરેલી હોય તો તમને પ્રોડક્ટને ખરીદવામાં સરળતા રહે છે.

સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ KYC પ્રોસેસ દ્વારા ગ્રાહકનું કામ ઝડપથી અને સંતુષ્ટ રીતે પૂર્ણ થઈ જાય છે.

KYCને લીધે ગ્રાહકનો ઘણો બધો સમય બચી જાય છે.


KYC પ્રોસેસની ક્યાં-ક્યાં જરૂર પડે છે?
KYCની બેંક, લોકર, લોન, વીમો, સરકારી કામો, ફિક્સડ ડિપોઝિટ, પોસ્ટ ઓફીસ, પીએફ પ્રોસેસ વગેરેમાં જરૂર પડે છે.


KYC પ્રોસેસ માટે  કયા-કયા દસ્તાવેજો જરૂરી છે?
KYC પ્રોસેસ માટે તમારી ઓળખનું પ્રમાણપત્ર (નીચે આપેલું લિસ્ટમાંથી કોઈ પણ ચાલે)
  • આધારકાર્ડ (Aadhar Card)
  • પાનકાર્ડ (Pan Card)
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • રેશન કાર્ડ
  • વોટર આઈડી કાર્ડ
મિત્રો આશા છે કે આજે તમને KYC વિશે થોડું ઘણું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તેથી તમને નવિ પોસ્ટના અપડેટ મળી રહે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો