શનિવાર, 11 સપ્ટેમ્બર, 2021

અધ્યયન નિષ્પત્તિઓ: GCERT ગાંધીનગર દ્વારા મુકાયેલ વર્ષ-૨૦૨૧/૨૨ની ધોરણ ૧ થી 8 અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો.

અધ્યયન નિષ્પત્તિઓ: GCERT ગાંધીનગર દ્વારા મુકાયેલ વર્ષ-૨૦૨૧/૨૨ની  ધોરણ ૧ થી 8 અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરો.

અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ ૧ થી 8

ધોરણ 3 થી 8 અધ્યયન નિષ્પત્તિઓ અને રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A, ડાઉનલોડ કરો... PDF અને Excel

GCERT ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ: ૧ થી ૮  માટે તમામ વિષયો (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત) ની અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) તૈયાર કરવામાં આવેલ છે. એકમ વાઈજ તૈયાર કરવામાં આવેલ આ અધ્યયન નિષ્પત્તિઓ (Adhyayan Nishpatti) ના આધારે રચનાત્મક મૂલ્યાંકન પત્રક તૈયાર કરવામાં ખુબજ ઉપયોગી થશે.

અધ્યયન નિષ્પત્તિ એટલે શું?

પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકોનું જેતે વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે જાણવા માટે અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ થાય છે. જે દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ હોય છે. 

સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

અધ્યયન નિષ્પત્તિને ક્ષમતા (Xamata) તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગેજીમાં અધ્યયન નિષ્પત્તિઓને Learning Outcomes કહેવામા આવે છે.

અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.

અધ્યયન નિષ્પત્તિઓ દ્વારા શું જાણી શકાય?

બાળકોમાં કયા કૌશલ્યોનો વિકાસ કરવો? કયા વિષય વસ્તુ નો આધાર લેવાનો છે? કઈ શિક્ષણની પધ્ધતિ ઉપયોગી બની રહેશે? કયા અધ્યયન અનુભવો વિદ્યાર્થીને આપવા પડશે? વગેરે પ્રશ્નોનાં જવાબ સરળતાથી શિક્ષકને મળી રહે છે.  

વિષયવસ્તુનો ધ્યાનમાં લઇ અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોનો વિકાસ વિદ્યાર્થીમાં કરવાનો છે સાથે સાથે વિજ્ઞાનનાં સિધ્ધાંત, ઉપયોગ, પરિભાષા વગેરે ની સમજ પણ વિદ્યાર્થીમાં વિકાસાવવાની છે.

શિક્ષકમિત્રોને દર વર્ષે ધોરણ 1 થી 8 ના બાળકોના મુલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિઓની જરૂર પડતી જ હોય છે. જે માટે અમો અહી તમને ધોરણવાર, સત્રવાર અને વિષયવાર અધ્યયન નિષ્પત્તિઓ પૂરી પાડી રહ્યા છીએ જે તમે PDF, Word, Excel ફાઇલ સ્વરૂપે મેળવી શકો છો.


➜  આ પણ વાંચો :

હાલ કોરોના મહામારીને કારણે વર્ષ 2021-22 માટે જે વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધોરણ 3 થી 8 ના વિધ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક કે અભ્યાક્રમને આધારે તમને પ્રથમ સત્રના એકમો કે અભ્યાસ ક્રમના આધારે પરીક્ષા લેવામાં આવશે.

બાળકમાં તંદુરસ્ત માનવસંબંધો સ્થાપવા અને આદર્શ નાગરિકત્વના ઘડતર માટે વર્ગવ્યવહાર ખૂબ જરૂરી છે. વર્ગશિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એક બાજુ શિક્ષક અને બીજી બાજુ વિદ્યાર્થી હોય છે. બંને વચ્ચે ૩૫થી ૪૦ મિનિટના સમયગાળા દરમિયાન શાબ્દિક-અશાબ્દિક વ્યવહારો જન્મતા હોય છે. વર્ગની આ બધી ઘટનાઓમાંથી વર્ગખંડનું હવામાન Classroom Climate બંધાય છે. જીવન અને શિક્ષણની સાચી સમજ શિક્ષક વર્ગખંડના વ્યવહારથી વિદ્યાર્થીઓને આપે છે. અસરકારક પ્રત્યાયન તથા મુક્ત પર્યાવરણમાં અધ્યયન અનુભવો પૂરા પાડવાથી વર્ગવ્યવહાર અસરકારક બને છે.

અધ્યાપન કરતાં અધ્યયન મહત્વનુ છે. શિક્ષક નહીં વિદ્યાર્થીમહત્વનો છે. શિક્ષકે બાળક ‘અધ્યયન’ કરી શકે એવી તકો ઊભી કરવાની છે. શિક્ષકે બાળકને ઓળખવાનો હોય છે. તેની અધ્યયન કરવાની તરેહ સમજવાની હોય છે, અને તેને અધ્યયન કરતી વેળાએ ક્યાં મુશ્કેલી આવે છે તે શોધવાનું હોય છે. જોડી માં કામ કરવું, ગ્રૂપ માં કામ કરવું અધ્યયન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. લેશન પ્લાનિંગ માં નબળા વિદ્યાર્થીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓ બંનેને ધ્યાન માં રાખી બનાવવો જોઈએ.

વિદ્યાર્થીના અનુભવ અધ્યયન માટેનું પ્રવેશદ્વાર છે. બાળકોના પૂર્વ અનુભવ દ્વારા અધ્યયનની શરૂઆત થવી જોઈએ. પાઠ માં બાળકોના પોતાના અનુભવો, પોતાની વાત આવવી જોઈએ. અધ્યયનના વિકાસ માટે વિધ્યાર્થીનું જીવન, ભાષા અને સક્રિયતાનો સમન્વય કરી ટુકડે ટુકડે આગળ વધતા રહેવું… જે અધ્યયન થાય તેની લેખિત નોધ વિધ્યાર્થીઓ પાસે કરાવવી (મુખ્ય મુદ્દાઓ, શબ્દો નોટ માં લખવવા)

Std:1 to 8 ના પાઠ્ય ક્રમને આધારે પ્રથમ સત્રની Gujarati, Mathematics, Aaspas, Hindi, English, Science, Social Science, Sanskrit વિષયોની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવી છે.

ધોરણ: ૧ થી ૮ માટેની વર્ષ ૨૦૨૧-૨૨ ની વાર્ષિક પરીક્ષા માટેની પ્રથમ સત્રની અધ્યયન નિષ્પત્તિઓ:   

ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રથમ અને દ્વિતીય સત્રમાં મુખ્ય બે વિષયો, ગુજરાતી અને ગણિતનું શિક્ષણકાર્ય કરવામાં આવે છે. આ બંને વિષયોમાં પર્યાવરણ, કલા અને ચિત્રકામનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં, “પ્રજ્ઞા અભિગમ”, “Pragna Abhigam”, દ્વારા શિક્ષણકાર્ય કરવવામાં આવે છે.  

આ કક્ષાએ ભણતા બાળકોમાં જે શારીરિક અને માનસિક વિકાસ થવો જોઈએ તેના આધારે પાઠ કે એકમનું આયોજન પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે. અને તેના આધારે ધોરણ ૧ અને ૨ માટે ગુજરાતી અને ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવે છે.

અંહી ધોરણ: 1 થી 8 માટેના તમામ રચનાત્મક મૂલ્યાંકન પત્રક-અ (Patrak-A) ની PDF અને Excel  ફાઇલ શિક્ષક મિત્રો માટે તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે તેમણે ઉપયોગી થશે. નીચે આપેલી લિન્ક પરથી આ પત્રકો ડાયરેકટ ડાઉનલોડ કરી શકાશે.


GCERT શીખવાનું પરિણામ ધોરણ 1 થી 8 Pdf | આનંદીયન અધિકારો ધોરણ -1 થી 8

GCERT લર્નિંગ પરિણામ ધોરણ 1 થી 8 pdf
શીખવાનું પરિણામ ધોરણ 1 થી 8 તમામ વિષય (વિષય વિષય)

GCERT Learning Outcome Std: 1 to 8 Pdf... ધોરણ અને વિષયવાર અધ્યયન નિષ્પતિઓ...
Std:- 1   👇
Std:- 2  👇
Std:- 3  👇
Std:- 4  👇
Std:- 5  👇
Std:- 6  👇
Std:- 7  👇
Std:- 8  👇

શાળાના સૌ શિક્ષકો મિત્રો સુધી આ અધ્યયન નિષ્પત્તિઓ પહોંચાડવા વિનંતી... 🙏

શિક્ષક મિત્રો... આવી જ શૈક્ષણિક અભ્યાસ સામગ્રી માટેની સારી અને સચોટ માહિતી ગુજરાતીમાં સમયસર અપડેટ મેળવવા માટે આપ શૈક્ષણિક પરિવાર સાથે જોડાવવા માટે અમારા પરિવારના, “ 📊 The Knowledge Zone 📊 ” ગ્રુપ માં જોડાઓ, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. અને આપના બીજા ગુજરાતી શિક્ષક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચતી કરશો.... "આભાર" 🙏


તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો