G-SHALA: ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ
G-SHALAગુજરાત રાજ્યના ધોરણ:1થી12 ના વિદ્યાર્થીને માટે COVID-19 ની મહામારીમાં અને શિક્ષણમાં ડિજિટલાઈઝેશન અંતર્ગત વિદ્યાર્થીઓ ઘરે પણ હોમ લર્નિંગ કરી શકે અને એ પણ પોતાનો અભ્યાસ પોતાના સ્માર્ટ ફોન દ્વારા કરી શકે તે માટેના ઉમદા આશય થી ગુજરાત સરકારે એક મહત્વની એપ. લોન્ચ કરી છે તેનું નામ છે 'G-Shala' એપ...
આમ.... હોમ લર્નિંગ માટે 'G-Shala' એપ વડે ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાત સ્ટુડન્ટસ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન પર ઈ-કન્ટેન્ટ મળશે
ગુજરાતના શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે શરૂ કરેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ પણ કરવામા આવ્યું છે. તેજ વખતે સરકારે ધો.1થી12ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ-ઓનલાઈન શિક્ષણ માટે જી-શાલા એપ્લિકેશન લોન્ચ કરી છે.જેમા વિદ્યાર્થીઓને તમામ ધોરણો-તમામ વિષયોનું ઈ-કન્ટેન્ટ મળશે.
ગુજરાત શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે રાજ્યની 5400 જેટલી પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 3 લાખ કરતા વધારે શિક્ષકો અને એક કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના માળખાની દેખરેખ માટે કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડીંગને એડવાન્સ ટેકનોલોજી સાથે તૈયાર કરાયુ છે.
G-SHALA: ડીજીટલ શિક્ષણ માટે સરકારી જી-શાળા એપની જાણકારી અને તેનો ઉપયોગ :
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષકોની હાજરી સાથે વિદ્યાર્થીઓની હાજરી તેમજ મૂલ્યાંકન પર નજર રહે તે માટે સરકારે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.
આ સેન્ટરમાં ડેટાને મશિન લ્રનિંગ,વિઝ્યુઅલ પાવર સીક્યુબ ટૂલથી એનેલાઈઝ કરાશે અને સ્ટેટ લેવલે શિક્ષકો-વિદ્યાર્થઓની ઓનલાઈન રીયલ ટાઈમ એટેન્ડન્સ જાણી શકાશે.આ ઉપરાંત સરકાર દ્વારા હોમ લર્નિંગ માટે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ શરૂ કરાઈ છે.જેમાં ધો.1થી12ના વિદ્યાર્થીઓ મટે ઈ-કન્ટેન્ટ અને લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવામા આવ્યા છે.
ગુજરાત રાજ્યના શિક્ષણમાં ડિજિટલાઈઝેશન અંતર્ગત સ્માર્ટફોન ધરાવતા ધોરણ-1થી12 ના 56 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જી-શાલા એપ્લિકેશન દ્વારા જુદા જુદા મોડયુલથી ભણી શકશે.
પરંતુ હજુ આપના વિકાસશીલ દેશ...તથા રાજ્યમાં હજુ આ કાર્યક્રમને કેટલીક મર્યાદાઓ તો અડચણરૂપ થશે... સરકાર દ્વારા કંટ્રોલરૂમો શરૂ કરાય છે, હોમ લર્નિંગ માટે એપ્લિકેશન લોન્ચ કરાય છે અને નવા નવા ડિજિટલ પ્રયોગો થાય છે પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન કે ટીવી નથી તેવા ગરીબ બાળકો માટે શિક્ષણની કોઈ વૈકલ્પિક નક્કર વ્યવસ્થા નથી એવો પણ આપણે અહિયાં છે જ .... એવામાં આ કાર્યક્રમ કેવો સફળ રહે છે તે જોવું જ રહ્યું....
- G-SHALA એપ. પર અહીંયાથી લોગીન કરો. (ટીચર અને વિદ્યાર્થીઓ માટે)
- સૌ પ્રથમ.G-SHALA APP PLAY STORE માંથી ડાઉનલોડ કરીને Open કરો.
- ત્યારબાદ signup ના બટન પર ક્લિક કરો.
- પછી વિદ્યાર્થી વાળું option select કરો.
- નીચે બાળકનો અઢાર અંકનો આધારડાયસ અંક દાખલ કરો.
- વાલીનો મોબાઈલ નંબર દાખલ કરો.
- મોબાઈલ નંબર ના હોય તો કોઈ પણ નંબર નાખવો.
- પાસવર્ડ માં બાળકના નામ પ્રમાણે પાસવર્ડ બનાવવો.
- જેમ કે બાળકનું નામ દેવશ્રી છે તો Rkgoyal@123
- પ્રમાણે પાસવર્ડ બનાવવો.
- ફરીથી પાસવર્ડ દાખલ કરો.
- કેપ્ચર કોડ દાખલ કરો.
- સાઈનઅપ પર ક્લિક કરવું નહીં ❎
તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો