વાજપેયી બેંકેબલ લોન યોજના ગુજરાત | ઓનલાઇન
શ્રી વાજપેયી બેંકેબલ લોન યોજના ગુજરાત 2022 | Vajpayee Bankable Loan Scheme Gujarat | Online
શ્રી વાજપેયી બેંકેબલ લોન યોજના ગુજરાત 2022 | વાજપેયી બેંકેબલ લોન યોજના ગુજરાત | ઓનલાઇન
નમસ્તેવાચક મિત્રો! આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ મધ્યમ વર્ગ વ્યક્તિને કે કોઈ ગરીબ વ્યક્તિને નવો વ્યવસાય-ધંધો શરૂ કરવો ખૂબ જ કઠિન બાબત છે. પરંતુ ગુજરાત સરકારના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. ગુજરાત રાજ્ય સરકારે મધ્યમ વર્ગ અને ગરીબ વ્યક્તિઓ પણ પોતાનો ખુદનો ધંધો કે વ્યવસાય શરૂ કરી શકે તે હેતુ માટે ગુજરાતમાં રાજ્ય સરકારે Shree Vajpayee Bankable Lone Yojana ને શરૂ કરેલ છે. આ યોજના અંતર્ગત અરજદારને લોનની સાથે સબસીડી પણ મળવાપાત્ર છે. ગુજરાત સરકારે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ આપવા માટે Bankable Loan Registration નામનું Online Portal બહાર પાડેલ છે. શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે બહાર પાડેલ “Shri Vajpayee Bankable Yojana” આ યોજનાવિશે વિગતવાર જાણકારી મેળવીશું.
વાજપાઇ બેન્કેબલ યોજના ઓનલાઈન-2022 । Vajpayee Bankable Yojana in Gujarati | Vajpayee Bankable Loan Yojana-2022 | જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર યોજના । Subsidy Bankable Yojana Gujarat
શ્રી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નવો વ્યવસાય-ધંધો શરૂ કરવા માટે 8 લાખ રૂપિયા સુધીની નાણાંકીય લોન આપવામાં આવે છે. અને તેના પર ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. મિત્રો.... આ આર્ટીકલમાં અમો આપણા દ્વારા ગુજરાત સરકાર ની Shree vajpayee bankable yojana details in gujarati વિષેની સંપૂર્ણ જાણકારી આ આર્ટીકલ ના માધ્યમ થી આપવામાં આવી છે.
⇛ આ પણ વાંચો... 👇
👉 દવાના નામ પરથી તેની સંપૂર્ણ જાણકારી મેળવો.👉 KYC(કેવાયસી)નું ફુલ ફોર્મ, સરળ રીતે KYCની સમજ.👉 600 થી પણ વધુ MP3 બાળવાર્તાઓનો ખજાનો.👉 નવી BPL યાદી-2022 તેમજ તમામ રાશનકાર્ડની યાદી.
વાજપેયી બેંકેબલ યોજના દ્વારા સરકારનો હેતુ :
ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં બેરોજગારી ને નાથવા શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના(Shri Vajpayee Bankable Yojana) દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. આ યોજના અંતર્ગત જે લોકોમાં વ્યવસાય કરવાની આવડત તો હોય છે પરંતુ મિડલ ક્લાસ અને આર્થિક નબળી પરીસ્થિતિના કારણે અને નાણાંના અભાવના કારણે પોતાનો ધંધો-રોજગાર કરી શકતા નથી અને કોઈ બેંકો દ્વારા તેઓને લોન પણ આપવામાં આવતી નથી એટલા માટે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાના માધ્યમથી નક્કી કરેલી બેંકો દ્વારા આવા લોકો ને લોન અથવા ધિરાણ આપવામાં આવશે અને તે ધિરાણ કે લોન પર ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. જેથી આવેદક ને લોન લેવામાં પણ સહેલાઈ રહેશે અને પરત ભરવામાં પણ સહેલાઈ રહેશે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના(Shri Vajpayee Bankable Yojana) અમલમાં મુકવામાં આવેલ છે. VBY યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.
શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના(Shri Vajpayee Bankable Yojana) માટેની પાત્રતા :
Commissioner of Cottage and Rural Industries દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. જેનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબ આપેલી છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધી ભણેલો હોવો જોઈએ.
- અરજદાર-લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
- શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના(Shri Vajpayee Bankable Yojana)નો લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
- લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
- લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે.
- અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે.
- લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- આ યોજના હેઠળ અરજદારને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
- આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
- સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને Vajpayee bankable Loan Yojana નો લાભ મળવાપાત્ર થશે.
- અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
શ્રી વાજપેયી બેંકેબલ યોજના વિશે(About Shri Vajpayee Bankable Scheme) :
શ્રી વાજપાઈ બેંકેબલ યોજના(Shri Vajpayee Bankable Yojana) માં બેંક ધિરાણની મર્યાદા :
કુટીર ઉદ્યોગ, ગાંધીનગર દ્વારા વિવિધ ક્ષેત્રો માટે લોનની મર્યાદા નક્કી કરેલ છે. આ ઉપરાંત Vajpayee Bankable Yojana Loan Amount નક્કી કરેલ છે.
વાજપેયી બેંકેબલ યોજના સબસિડીની વિગતો(Vajpayee Bankable Yojana Subsidy Detail)
Note:- In case of disabled beneficiaries the assistance will be 1,25,000/- for any sector.
નોધ:- દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે સહાય 1,25,000/- રહેશે.
શ્રી વાજપેયી બેંકેબલ યોજના (Shri Vajpayee Bankable Yojana) માં મળવાપાત્ર સહાય :
શ્રી વાજપેયી બેંકેબલ યોજના ગુજરાત ફોર્મ PDF
Shri Vajpayee Bankable Yojana Gujarat Form PDF
ગુજરાત રાજ્ય સરકારની વાજપાઈ બેંકેબલ લોન યોજના અંતર્ગત લોન અને સબસિડી મેળવવા ઇચ્છુક અરજદારો આ યોજના અંતર્ગત લોન આપવા માટે નક્કી કરેલી બેન્કમાં જઈ ને પણ આ યોજનાનું એપ્લીકેશન ફોર્મ મેળવી શકે છે. અને જો બેંકમાં ન જવું હોય તો અહીંયા અમારી વેબસાઇટ ના માધ્યમથી નીચે આપેલી લીંક પરથી ક્લિક કરીને પણ શ્રી વાજપેયી બેંકેબલ યોજના ગુજરાત ફોર્મ(Vajpayee Bankable Yojana Gujarat Form) PDF ફોરમેટમાં ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકો છો.
વાજપેયી બેંકેબલ યોજના બેંક સૂચિ :
- બેંક ઓફ બરોડા
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
- ICICI બેંક
- HDFC બેંક
- દેના બેંક
- સહકારી બેંક
શ્રી વાજપેયી બેંકેબલ યોજના(Shri Vajpayee Bankable Yojana) લાભાર્થીઓને VBY Yojana નો લેવા માટે જેમ પાત્રતા નક્કી કરેલી છે. તેવી રીતે ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. જે નીચે મુજબ આપેલા છે.
- 1. શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)
- 2. પાસપોર્ટ સાઈઝનો ફોટો
- 3. ચૂંટણીકાર્ડ
- 4. લાભાર્થીનું આધારકાર્ડ (આધારકાર્ડ ડાઉનલોડ કરો)
- 5. જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
- 6. શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
- 7. જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
- 8. 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- 9. અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.
- 10. જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
- 11. નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)
- 12. વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક
વાજપેયી બેંકેબલ યોજના માટે પ્રોજેક્ટ પ્રોફાઇલ(Project Profile For Vajpayee Bankable Yojana) :
શ્રી વાજપેયી બેંકેબલ યોજના અન્વયે વિવિધ ધંધા, રોજગાર, સેવા અને વ્યવસાયના પ્રોજેક્ટ નક્કી થયેલ છે. કુલ-17 પ્રકારના Project Profile માં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની યાદીઓ આપેલી છે. જે નીચે મુજબ આપેલી છે.
શ્રી વાજપેયી બેંકેબલ યોજના અન્વયે વિવિધ ધંધા-વ્યવસાયની યાદી :
વાજપેયી બેંકેબલ યોજના સંપર્ક નંબર અને હેલ્પલાઇન :
ગુજરાતની કોઈ પણ વ્યક્તિને કે જેને ગુજરાત સરકારની વાજપાઈ બેંકેબલ લોન યોજના અંગેની કોઈ ફરિયાદ કે માહિતીની જરૂર છે તો નીચે જણાવેલ લીંક પર ક્લિક કરી ને કે www.cottage.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ને સંપર્ક મેનૂમાં ક્લિક કરીને મદદ મેળવી શકો છો.
સીધી લિંક :- વાજપેયી બેંકેબલ યોજના સંપર્ક નંબર અને હેલ્પલાઇન
સરનામું: બ્લોક નંબર- 7, પહેલો અને બીજો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર, ગુજરાત.
સંપર્ક નંબર : 079-23259590
ફેક્સ: 079-23259590
ઈમેલ: compcr@gujarat.gov.in
મહત્વપૂર્ણ લીંક :
વાજપેયી બેંકેબલ યોજના ઓનલાઈન અરજી
વાજપેયી બેંકેબલ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
પ્રિન્ટ ડાઉનલોડ અરજી ફોર્મ.
ભરો-અપ પૂર્ણ ફોર્મ.
બધા દસ્તાવેજો જોડો.
બધા દસ્તાવેજો પર સહી કરો. અને ફોર્મ પણ
નજીકની બેંકમાં તમામ જોડાયેલ દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો.
વાજપેયી બેંકેબલ યોજના સંપર્ક નંબર
શ્રી વાજપેયી બેંકેબલ યોજના વિશે વધુ વિગતો માટે. કૃપા કરીને નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોનો સંપર્ક કરો.
અમને આશા છે કે તમને આ લેખ દ્વારા શ્રી વાજપેયી બેંકેબલ લોન યોજના ગુજરાત 2022 વિશે સંપૂર્ણ માહિતી મળી હશે અને જરૂર ગમી હશે. જો હજુ પણ તમને તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં મેસેજ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, કવિતાઓ, વાર્તાઓ,રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on Disember 15, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
આવીજ રસપ્રદ જાણકારી આપ આપના મોબાઈલ પર મેળવવા માંગતા હોવ તો... આપ અમારા બ્લોગને ફોલો(Follow) કરો. જેથી અમારી નવી પોસ્ટની જાણકારી આપને નોટીફીકેશન દ્વારા મળી રહેશે. તેમજ આપ અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના વોટ્સએપ ગ્રુપ તેમજ ટેલીગ્રામ ચેનલ દ્વારા અમારી સાથે જોડાઈ શકો છો. અને લેટેસ્ટ જાણકારી મેળવી શકો છો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.