સૌર ઊર્જા: હવે સૂર્યપ્રકાશથી ચાર્જ થશે તમારો સ્માર્ટફોન અને લેપટોપ l સોલાર ડિવાઈસ
Solar Energy: Now sunlight will charge your smartphone and laptop l solar devices
ઓહ અદ્ભુત...! સૂર્યપ્રકાશ(સૌર ઊર્જા)થી ચાર્જ થશે તમારો સ્માર્ટફોન અને લેપટોપ, આ ડિવાઈસે મચાવ્યો ખળભળાટ
સૂર્ય ઉર્જા (સોલાર ઉર્જા) :
સૂર્ય ઉર્જા સ્ત્રોત એ એક શાશ્વત,કુદરતી અને સ્વતંત્ર સ્ત્રોત છે, તે ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે બીજું કે તેનાથી પ્રદૂષણ થતું નથી. સૂર્ય એ ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. તે દિવસે આપણા ઘરોમાં પ્રકાશ આપે છે,આપણા કપડાં સૂકવે છે અને ખેતવિષયક ઉત્પાદનો નિર્માણ કરે છે અને આપણને હૂંફાળા રાખે છે અને બીજુ ઘણું કરે છે.જોકે તેની શક્તિ ઘણી વિશાળ છે.
સૌર ઊર્જા(સોલાર ઉર્જા) : સૂર્ય દ્વારા મળતી ઊર્જા. તેમાં પ્રકાશ, ઉષ્મા તથા વિદ્યુત-ચુંબકીય વિકિરણનાં વિવિધ સ્વરૂપોનો સમાવેશ થાય છે. સૂર્યની અંદર નિરંતર ચાલતી રહેતી ન્યૂક્લિયર પ્રક્રિયા- ખાસ કરીને સંલયન-(fusion) ને કારણે આટલી વિપુલ ઊર્જા પેદા થાય છે. પૃથ્વીના બધા જ લોકો આખાય વર્ષ દરમિયાન જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઊર્જા સૂર્ય પૃથ્વી ઉપર માત્ર 40 મિનિટમાં જ આ ઊર્જા આપાત કરે છે. પૃથ્વી ઉપર પહોંચતી ઊર્જાનો સૂક્ષ્મ અલ્પાંશ જ લોકો વાપરે છે. સૌર ઊર્જાને ગ્રહણ કરી સંગ્રહ કરવા માટે વિજ્ઞાનીઓ ભિન્ન ભિન્ન પ્રકારના ઉપાયો વિકસાવી રહ્યા છે, જેથી આવી સંચિત ઊર્જાનો જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.
સૌર ઊર્જાનો ઉપયોગ કરતી મુખ્ય પાંચ ટૅક્નૉલૉજીનો વિકાસ કરવામાં આવી રહ્યો છે : (1) સૌર વિકિરણની ઉષ્માનું મધ્યમ તાપમાને અનુકૂલન; મધ્યમ-ઉચ્ચ તાપમાનવાળી ઉષ્મા વડે ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને ઉચ્ચ તાપમાનવાળી ઉષ્મા વડે વિદ્યુતનું ઉત્પાદન કરવા માટે; (2) ફોટોવૉલ્ટેઇક કોષ (cell) વડે સૌર ઊર્જાનું સીધેસીધું વિદ્યુતમાં રૂપાંતર કરવા માટે; (3) જૈવ દ્રવ્ય ટૅક્નૉલૉજી માટે; (4) પવન ઊર્જા પ્રણાલીઓ વડે યાંત્રિક ઊર્જા પેદા કરી વિદ્યુતમાં રૂપાંતર કરવા માટે; (5) સમુદ્રી ઊર્જાનાં પ્રયોજનો માટે (સમુદ્રજળની ઉપલી ઉષ્ણ સપાટી તથા ઊંડે રહેલા ઠંડા પાણીના સ્તર વચ્ચે તાપમાનના તફાવતથી મળતી ઊર્જાનું વિદ્યુતમાં રૂપાંતર).
સૌર ઊર્જા(સોલાર ઉર્જા) ના ઉત્પાદક ઉપયોગ માટેની આ રહી ટેકનોલોજીઓ...
સોલાર ઉર્જાનો ઉપયોગ વિદ્યુતઉર્જા પેદા કરવા માટે થઈ શકે છે. સોલાર ફોટોવોલ્ટેઈક(SPV) કોષો મારફતે, સોલાર વિકિરણો સીધા DC વિદ્યુતઉર્જામાં રૂપાંતરિત થાય છે. પેદા થયેલી વિદ્યુતઉર્જાનો તે જ રીતે ઉપયોગ થઈ શકે છે અને તેમજ તેને બેટરીમાં પણ સંગ્રહિત કરી શકાય છે.સોલાર ઉર્જા જ્યારે ઉપલબ્ધ ન હોય ત્યારે સંગ્રહ કરેલી વિદ્યુતઉર્જાનો ઉપયોગ કરી શકાય છે.વર્તમાન સમયમાં SPV નો ઘરોમાં અને ગામડાઓમાં રસ્તા પરની લાઈટો માટે અને પાણીને પમ્પ કરવા માટે સફળતાપૂર્વક ઉપયોગ થાય છે. જેમાં સરકાર સબસીડી પણ આપ્વ છે.પર્વતીય વિસ્તારોમાં,પાણીને ગરમ કરવા માટે સોલાર વોટર હીટર દ્વારા સોલાર ઉર્જાનો ઉપયોગ કરી પાણી ગરમ કરી શકાય છે.
આવી જ રીતે સૌર ઊર્જા(સોલાર ઉર્જા) ના ઉપયોગ કરતું એક ડીવાઈસ બજારમાં ધૂમ મચાવી રહ્યું છે. તો આવો તેના વિશે થોડું જાણીએ...
સ્માર્ટફોન અને લેપટોપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. મોટાભાગના કામ આજે મોબાઈલ અને લેપટોપથી કરવામાં આવે છે, જેને ચાર્જ કરવા માટે વીજળીની જરૂર પડે છે. કોઈકવાર એવી જગ્યા કે જ્યાં પાવરનો સ્ત્રોત ઉપલબ્ધ નથી, તેવી સ્થિતિમાં સ્માર્ટફોન અને લેપટોપની બેટરી ખતમ થઈ જશે, પરતું હવે એક એવો ડિવાઈસ આવી ગયો છે, સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે અને સ્માર્ટફોન – લેપટોપને ચાર્જ કરી શકે છે. અમે સોલાર પાવર બેંક વિશે વાત કરી રહ્યાં છીએ.
Credit Source : GSTV Gujarati
https://www.gstv.in/do-you-know-about-solar-power-bank-gujarati-news/
ડેક્સપોલ નામની કંપનીએ સોલાર પાવર બેંક માટે કિકસ્ટાર્ટર અભિયાનની શરૂઆત કરી છે. આમા 65W USB-C ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ એક સોલાર બેટરી છે, જે સૂર્યપ્રકાશથી તમારા ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરશે. ડેક્સપોલ સોલર પાવર બેંકમાં 24,000mAh બેટરી મળે છે અને ત્રણ ઈનપુટ ઉપલબ્ધ છે. આ 24 ટકા કન્વરઝન વાળું ફોલ્ડટેબલ ડિવાઈસ છે. આની સોલર પ્લેટની મદદથી ડિવાઈસ 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. ડેક્સપોલ સોલર પાવર બેંક સ્પોર્ટી ડિઝાઈનને સ્પોર્ટ કરે છે.
ડેક્સપોલ સોલાર પાવરની વિશેષતાઓ
ડેક્સપોલ સોલર પાવર બેંકમાં ચાર સોલાર પેનલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમા વોલ સોકેટની સુવિધા પણ છે, જેના દ્વારા તમે લગભગ 2 કલાકમાં ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરી શકો છો. ડિવાઈસમાં એક LED ડિસ્પ્લે મળે છે, જે ચાર્જિંગ ટકાવારી દર્શાવે છે. કંપની પ્રમાણે આ પાવર બેંક આઈ-ફોન 14 પ્રો-મેક્સને ચાર વખત અથવા આઈ-પેડ પ્રોને બે વખત ચાર્જ કરી શકે છે. 65W USB-C પોર્ટ સાથે બે USB-A પોર્ટ પણ ઉપલબ્ધ છે. આ ડિવાઈસ ખુબ જ હલકું પણ છે, તેનું વજન 1.2 કિલો જેટલું છે અને આ ડિવાઈસ પાણીમાં પણ ખરાબ થતું નથી.
અમને આશા છે કે તમને આ લેખ દ્વારા સૂર્યપ્રકાશથી ચાર્જ થશે તમારો સ્માર્ટફોન અને લેપટોપ l સોલાર ડિવાઈસ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે અને જરૂર ગમી હશે. જો હજુ પણ તમને તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં મેસેજ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚
અમારી આ 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, કવિતાઓ, વાર્તાઓ,રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ 📊 ધ નોલેજ ઝોન 📊 જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર 📊 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 📊 ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on Disember 07, 2022
Hello Readers, 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email : 𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎
આવીજ રસપ્રદ જાણકારી આપ આપના મોબાઈલ પર મેળવવા માંગતા હોવ તો... આપ અમારા બ્લોગને ફોલો(Follow) કરો. જેથી અમારી નવી પોસ્ટની જાણકારી આપને નોટીફીકેશન દ્વારા મળી રહેશે. તેમજ આપ અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના વોટ્સએપ ગ્રુપ તેમજ ટેલીગ્રામ ચેનલ દ્વારા અમારી સાથે જોડાઈ શકો છો. અને લેટેસ્ટ જાણકારી મેળવી શકો છો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો