રવિવાર, 21 ઑગસ્ટ, 2022

દ્વારકા: દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન કરો | દ્વારકા મંદિર નો ઇતિહાસ | દ્વારકાના જાણીતા સ્થળો

દ્વારકા: દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન કરો | દ્વારકા મંદિર નો ઇતિહાસ | દ્વારકાના જાણીતા સ્થળો 
દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન



Dwarka: Live Darshan of Dwarkadhis Temple | History of Dwarka Temple | Famous Places of Dwarka

દ્વારકા અને દ્વારકા મંદિરના ઈતિહાસ વિશે:
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું  દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ, તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર પામી છે. વર્ષ 2013 માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું. દ્વારકા એ એક પ્રાચીન શહેર છે. જે ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે. દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાનો માનું એક છે. જો તમને હિન્દુ પૌરાણિક કથાઓ વિશે ખબર છે, તો તમે ભગવાન વિષ્ણુના અવતારોમાંના એક શ્રી કૃષ્ણ સાથે દ્વારકાના જોડાણ વિશે જાણતા હશો. જેટલું મહત્વ હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાનું છે એટલું જ મહત્વ દ્વારકાધીશ મંદિરનું પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા. જ્યાંનાં કણ કણમાં શ્યામ નિવાસ કરે છે એવી માન્યતા છે. અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે.

અયોધ્યા મથુરા, માયા, કાશી કાંચી અવન્તિકા।
પુરી ઘારામતી ચૈવ સપ્તૈકા મોક્ષારયિકા।।
અર્થાત્ અયોધ્યા, મથુરા, માયાનગરી, કાશી, પુરી, ધારામતીએ સાત નગરીઓ મોક્ષ આપનારી છે.

અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીથી સુશોભિત છે. 60 થાંભલાઓ પર ઉભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વારની વિશેષ સંરચના છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ 1200 વર્ષ જુનુ છે. જગદ્મંદિર દ્વારકામાં મુખ્ય શ્રી દ્વારકાધીશજીની મૂર્તિ કાળા પથ્થરોની બનેલી છે અને બે ફૂટ ઊંચી છે. આ રૂપમાં ભગવાને પોતાની ચાર ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલાં છે. દ્વારકાથી 30(ત્રીસ) કિ.મી. દુર બેટદ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રીકૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.

દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતો અને 12 જ્યોતિર્લિંગો માંના એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં સ્થિત છે. આ કારણોસર, તે એક નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે અને આખું વર્ષ હજારો યાત્રાળુઓને આકર્ષે છે. બીચ સાઇડ અને દરિયા કિનારો એ પણ પર્યટનનું એક વધારાનું આકર્ષણ છે. દ્વારકા મંદિર હિંદુઓ માટેના મહત્વના ચાર ધામ માનું એક છે અને ભારતના સાત સૌથી પ્રાચીન ધાર્મિક શહેરો માનું એક છે. 

દ્વારકાનો અર્થ સંસ્કૃતમાં ‘સ્વર્ગનો પ્રવેશદ્વાર’ છે, કારણ કે દ્વારનો અર્થ દ્વાર છે અને “કા” ભગવાન બ્રહ્માનો ઉલ્લેખ કરે છે. દંતકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાયી થયા હતા. કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી, સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું હતું. દ્વારકા ‘ભગવાન કૃષ્ણનું ઘર’ તરીકે પ્રખ્યાત છે.

પ્રાચીન મહાકાવ્ય મહાભારતમાં મોક્ષપુરી, કુશહસ્થલી અને દ્વારકાવતી તરીકે દ્વારકા નો ઉલ્લેખ છે. દંતકથા અનુસાર, આ શહેર ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા ખાતે ક્રૂર રાજા કંસની હત્યા કરી હતી.કંસના મૃત્યુનો બદલો લેવા માટે, કંસના સસરા, જરાસંધે કૃષ્ણના રાજ્ય પર 17 વાર હુમલો કર્યો અને વધુ અથડામણ ટાળવા માટે, ભગવાન કૃષ્ણએ તેની રાજધાની મથુરાથી દ્વારકા સ્થાનાંતરિત કરી.


Live Darshan of Dwarkadhis
Dwarkadhis Temple


ભગવાન શ્રીકૃષ્ણે તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો. આથી કંસના સસરા મગધનરેશ જરાસંધ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. આથી વારંવારના આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે કુશસ્થળી પર પસંદગી ઉતારી. કુશસ્થળીમાં આવતાં પહેલાં શ્રીકૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્રતટ પર દ્વારકાનું નિર્માણ કર્યું.

શ્રીમદ્ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતાં પહેલાં શ્રીકૃષ્ણે સમુદ્રને ૧૨ યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી. આથી સાગરદેવે જગ્યા આપી. ત્યાર પછી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકાનગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. શ્રીકૃષ્ણના જીવનની ઘણી મહત્ત્વની ઘટનાઓ દ્વારકાનગરીમાં જ બની, જેમ કે રુક્મિણીહરણ તથા વિવાહ, જાંબવતી, રોહિણી, સત્યભામા, કાલિન્દી, મિગવિન્દા, સત્યા, નાગ્નજિતી, સુશીલામાદ્રી, લક્ષ્મણા, દતા સુશલ્યા વગેરે સાથે વિવાહ, નરકાસુરવધ, પ્રાગ્જ્યોતિષપુરવિજય, પારિજાતહરણ, બાણાસુરવિજય, ઉષા-અનિરુદ્ધ વિવાહ, મહાભારત યુદ્ધ સંચાલન, દ્રૌપદીનું ચીરહરણથી રક્ષણ, શિશુપાલવધ વગેરેનો સમાવેશ થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી. પાછળથી યાદવો ભોગવિલાસમાં ડૂબી જતાં અનેક ઘટનાઓ બનવા લાગી, જેમ કે યાદવોએ પિંડતારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા. આથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપ્યો. ઋષિઓના શ્રાપથી શ્રાપિત યાદવો કાળક્રમે નાશ પામવા લાગ્યા અને ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલા સંકેલવા માંડી. શ્રીકૃષ્ણ દ્વારકા પર આવનારા સંકટને પારખીને યાદવોને લઈને પ્રભાસક્ષેત્ર (હાલના સોમનાથ)માં રહેવા ચાલ્યા ગયા. બીજી બાજુ શ્રીકૃષ્ણે દ્વારકાને છોડી દેતાં સમુદ્રનાં પાણી દ્વારકા પર ફરી વળ્યાં. જાણે કે સમુદ્રે આપેલી ભૂમિ પાછી ન લઈ લીધી હોય! કાળાંતરે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભને શૂરસેન દેશનો રાજા બનાવ્યો. મોટા થયા બાદ વજ્રનાભ દ્વારકા આવ્યા અને તેમણે શ્રીકૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું, જે આજનું વિદ્યમાન જગદ્મંદિર દ્વારકા


બેટ દ્વારકાનો વિશેષ :
એવું માનવામાં આવે છે કે કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. એવું કહેવામાં આવે છે કે શહેરનું નિર્માણ છ વખત કરવામાં આવ્યું હતું અને હાલનું શહેર સાતમું છે. પ્રાચીન દ્વારકા હાલના દ્વારકાની નીચે દબાયેલુ છે અને ઉત્તરમાં બેટ દ્વારકા, દક્ષિણમાં ઓખામઢી અને પૂર્વમાં દ્વારકા સુધી વિસ્તરિત છે. તેવી માન્યતા ને સમર્થન આપવા કેટલાક પુરાતત્ત્વીય સંકેતો પણ છે.

એએસઆઈ દ્વારા દ્વારકા ના દરિયાકાંઠાના પાણી પર તાજેતરના અંડરવોટર અધ્યયનથી 2 જી સહસ્ત્રાબ્દી પૂર્વે મળેલ શહેરનું અસ્તિત્વ દર્શાવે છે. ખોવાયેલા શહેરની શોધ 1930 ના દાયકાથી ચાલી રહી હતી. 1983 થી 1990 ની વચ્ચે કરવામાં આવેલા ખોદકામના કામમાં જાહેર થયું કે એક ટાઉનશીપ છ સેક્ટરમાં બનાવવામાં આવી હતી. અડધા માઇલથી વધુની લંબાઈવાળી કિલ્લેબંધીની દિવાલ પણ મળી આવી છે.
દ્વારકા મંદિર આવતા શ્રધ્ધાળુઓમાં એવી માન્યતા છે કે બેટ દ્વારકા ના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા અધુરી છે. પુરાણ અનુસાર બેટ દ્વારકા એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. જુના જમાનામાં લોકો પગપાળા યાત્રા દરમિયાન વધારે પૈસા સાથે નહોતા રાખતા. એ સમયે કોઈ વિશ્વાસુ અને વેપારી વ્યક્તિ પાસે પૈસા લખાવીને બીજા નગર જઈને હુંડી સ્વીકારવામાં આવતી.

કેટલાક લોકોએ નરસિંહ મહેતાની ગરીબીનું મજાક કરવા નરસિંહ મહેતા ના નામની હૂંડી લખાવી લીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ શ્યામલાલ શેઠનું સ્વરૂપ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડીને ભરી દીધી હતી.તેનાથી નરસિંહ મહેતાની નામના વધી ગઈ.

પુરાણ અનુસાર એવી માન્યતા છે કે સુદામાજી જ્યારે પોતાના મિત્રને મળવા માટે દ્વારકા આવ્યા ત્યારે એક નાની પોટલીમાં ચોખા લઈને આવ્યા હતા. આ ચોખા ને ખાઈને ભગવાને મિત્ર સુદામા ની ગરીબાઈ ને દૂર કરી હતી. માટે અહીં આજે પણ ચોખાનું દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે મંદિરમાં ચોખા દાન કરવાથી ભક્તોની ગરીબી દૂર થાય છે.

બેટ દ્વારકા જવા માટે દ્વારકાથી 35 કિલોમીટરનું અંતર કાપવું પડે છે જેમાં 30 કિલોમીટરનો રસ્તો છે જ્યારે 5 કિલોમીટરનો રસ્તો સમુદ્ર માર્ગે થી કાપવો પડે છે. એટલે કે સમુદ્રી માર્ગે બેટ દ્વારકા પહોંચાય છે.

તેના મંદિરો ઉપરાંત દ્વારકા બીચ માટે પણ લોકપ્રિય છે. દ્વારકા ની ઉત્તરે જ, શિવરાજપુર બીચ ને સલામતી અને સ્વચ્છતા માટે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના પાણીની અંદર રહેલા અવશેષો જોવા માંગતા લોકો માટે સ્કુબા ડાઇવિંગ એ સૌથી લોકપ્રિય પ્રવૃત્તિ છે. ગોમતી ઘાટ પાસે એક લાઇટહાઉસ પણ છે. તે સ્થાન જોવું આવશ્યક છે કારણ કે તે સૌથી પ્રાચીન લાઇટહાઉસમાંથી એક છે.







www.devbhumidwarka.nic.in | દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન | દ્વારકાધીશ મંદિર ઇતિહાસ | દ્વારકા મંદિર દર્શન સમય | દ્વારકા મંદિર ના ફોટા | દ્વારકા વિશે માહિતી ગુજરાતી | દ્વારકા મંદિર દર્શન સમય |  Dwarkadhish Temple Timings | Dwarkadhish Temple Darshan Time | Dwarkadhish Temple History in Gujarati | Dwarkadhish Temple Official Website | Dwarkadhish Photo | dev bhumi dwarka Website | 


દ્વારકાધીશને 52 (બાવન) ગજની ધજા ચડાવવાનો મહિમા :
વિશ્વના તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ દ્વારકાધીશના મંદિર પર લાગે છે. બાવન ગજ એટલે આશરે 47 મીટર કાપડ થાય. આ બાવન ગજનું ધજાનું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે. આ બધાનો ટોટલ 52 થાય એટલે 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે.

ધ્વજા પર સૂર્ય તેમજ ચંદ્રના પ્રતિક ચિન્હો જોવા મળે છે. જેને ભગવાન શ્રીકૃષ્ણના પ્રતિક માનવામાં આવે છે. તેમજ તેના અર્થ વિશે એવી માન્યતા છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રીકૃષ્ણની દ્વારકા નગરી તેમજ શ્રીકૃષ્ણનું નામ રહેશે.

દ્વારિકાધીશ મંદિર ઉપર દરરોજ સવાર, બપોર, સાંજના સમયે – દિવસમાં ત્રણ વખત ધજા બદલવામાં આવે છે. શિખર પર ધજા ચડાવવાનો અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણો પાસે છે. દ્વારકાધીશ મંદિર ઉપરની ધજા ઘણા કિલોમીટર દૂરથી પણ સારી રીતે જોઈ શકાય છે. અહીંયા હવા કોઈપણ દિશામાંથી વહેતી હોય પરંતુ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ ફરકે છે. દરેક સમયે અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે.


Live Darshan of Dwarkadhis
દ્વારકાધીશ


દ્વારકા ક્યારે અને કઈ રીતે જવું ? 
દ્વારકા જવું હોય તો ટે માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી માર્ચનો છે જ્યારે નવેમ્બર થી ફેબ્રુઆરી માં ઠંડીનો અનુભવ થાય છે ત્યારે જ સૌથી વધુ ભીડ હોય છે. જો તમે ખાસ કરીને જન્માષ્ટમી ઉત્સવના ભવ્ય ઉત્સાહમાં ભાગ લેવા માંગતા હોવ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન દ્વારકાની મુલાકાત લેવી. આ સમય દરમ્યાનમાં આખું શહેર જીવંત બને છે અને હજારો લોકો મંદિરની મુલાકાત લેવા અને મેળામાં ભાગ લેવા દ્વારકાની મુલાકાત કરે છે. આ ઉપરાંત હોળી, નવરાત્રી અને રથયાત્રા અન્ય ઉત્સવો છે જેનો ઉત્સાહથી દ્વારકામાં ઉજવણી કરવામાં આવે છે.

દ્વારકા જવા માટે ભૂમાર્ગ-અમદાવાદથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ST(એસટી) બસો નિયમિતપણે અમદાવાદ-દ્વારકા વચ્ચે દોડે છે. આ ઉપરાંત, ખાનગી ટ્રાવેલ્સની બસો પણ ઉપલબ્ધ છે, બસ દ્વારા ભૂમિમાર્ગે નવ કે 10 કલાકમાં દ્વારકા પહોંચી શકાય છે.
દ્વારકા જામનગર થી 130 કિલોમીટર દૂર છે, દ્વારકા રાજકોટ થી 220 કિલોમીટર દૂર છે, દ્વારકા અમદાવાદ થી 430 કિલોમીટર દૂર છે.
સ્થાન(Location) : શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા, ગુજરાત – 361335

વિશેષ અન્ય અગત્યની જાણકારી માટે “દેવભૂમિ દ્વારકા” ની અહિયાં નીચે આપેલી ઓફિશ્યિલ સરકારી વેબસાઈટ ની મુલાકાત લો.
દેવભૂમિ દ્વારકા ઓફિશ્યિલ વેબસાઈટ : www.devbhumidwarka.nic.in




મહત્વપૂર્ણ લિંક : 
દ્વારકાધીશ મંદિરના જીવંત (Live) દર્શન :  
જીવંત (Live) દર્શન  :અહીં ક્લિક કરો
વેબસાઇટ(Website) :અહીં ક્લિક કરો 
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ :અહીં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રુપમાં જોડાઓ : અહીં ક્લિક કરો



Live Darshan Dwarikadhish Mandir (દ્વારિકાધીશ મંદિર 
 લાઈવ દર્શન) :  Click here




⇛   દ્વારકા ના જોવા લાયક સ્થળો – Places to visit near Dwarka Temple :

 દ્વારકા ના જોવા લાયક સ્થળો (Places to visit near Dwarka Temple) :
1 – દ્વારકાધીશ મંદિર10 – લાઇટ હાઉસ
2 – શારદા પીઠ11 – રુકમણી દેવી મંદિર
3 – ગાયત્રી મંદિર12 – ત્રિલોક દર્શન આર્ટ ગેલેરી
4 – સનસેટ પોઇન્ટ13 – ગોમતી ઘાટ
5 – ભડકેશ્વર મહાદેવ14 – સુદામા સેતુ
6 – ગીતા મંદિર15 – નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર
7 – બેટ દ્વારકા16 – ગોપી તલાવ,
8 – શિવરાજપુર બીચ17 – સ્વામિનારાયણ મંદિર
9 – દ્વારકા બીચ18 – ઓખામઢી બીચ




દ્વારકાધીશ મંદિરના દર્શનનો સમય :
દ્વારકાધીશ મંદિર દર્શનનો સમય સવારે 7:00 – 12.30 અને સાંજે 5:00 – 9:00 છે.

➜ દ્વારકા મંદિર દર્શન સમય | Dwarka Mandir drashan Samay | Dwarkadhish Temple Darshan Timing
Time Table of Dwarkadhish Temple Morning | દ્વારકાધીશ મંદિર સવાર આરતી સમય



દ્વારકા મંદિર દર્શન સમય (Dwarka Mandir drashan Samay) :
07:00 સવારેMangla Arti
7:00 સવારે  થી 8:00 સવારેMangla Darshan
8:00 સવારે થી 9:00 સવારેAbhishek Pooja (Snan vidhi) : Darshan બંધ
9:00 સવારે થી 9:30 સવારેShringar Darshan
9:30 સવારે થી 9:45 સવારેSnanbhog : Darshan બંધ
9:45 સવારરે થી 10:15 સવારેShringar Darshan
10:15 સવારે થી 10:30 સવારેSnanbhog : Darshan બંધ
10:30 સવારે થી 10:45 સવારેShringar Arti
11:05 સવારે થી 11:20 સવારેGwal Bhog Darshan બંધ
11:20 સવારે થી 12:00 NoonDarshan
12:00 Noon થી 12:20 સાંજરાજભોગ : Darshan બંધ
12:20 સાંજ થી 12:30 સાંજDarshan
12:30 સાંજAnosar : Darshan બંધ




દ્વારકામાં રોકાવા માટે:
દ્વારકામાં ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, હોટલો અને લક્ઝરી હોટલો જેવી ઘણી રહેવા માટેના વિકલ્પોની સગવડ છે. બધી હોટલો દ્વારકાધીશ મંદિરની નજીક આવેલી છે.

દ્વારકામાં જમવાની સુવિધા :
દ્વારકામાં જમવાની સુવિધા ખુબજ સરસ છે. અહીંનું ભોજન ગુજરાતી શુદ્ધ અને સાત્વિક ચીજોથી ભરેલું છે. દરેક પ્રવાસીઓમાં ખાસ ગુજરાતી થાળી ફેમસ છે.


FAQ - વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો(Important Frequently Asked Questions) – Dwarka Temple
પ્રશ્ન: દ્વારકા નજીક કયુ એરપોર્ટ આવેલું છે?
જવાબ: દ્વારકાથી જામનગર એરપોર્ટ 125 KM દૂર છે.

પ્રશ્ન: દ્વારકાથી સોમનાથ કેટલું દૂર છે?
જવાબ: દ્વારકાથી સોમનાથ 236 KM દૂર છે.

પ્રશ્ન:  દ્વારકાધીશને 52 (બાવન) ગજની ધજા કેમ ચઢે છે?
જવાબ: બાવન ગજ એટલે આશરે 47 મીટર કાપડ થાય. આ બાવન ગજ નું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે. આ બધાનો ટોટલ 52 થાય એટલે 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે.

પ્રશ્ન: દ્વારકાથી શિવરાજપુર બીચ કેટલું દૂર છે?
જવાબ: દ્વારકાથી શિવરાજપુર બીચ 15 KM દૂર છે.

પ્રશ્ન: દ્વારકા ની મુલાકાત માટે માટે કેટલા દિવસો પૂરતા છે?
જવાબ: દ્વારકા ની મુલાકાત માટે 1 અથવા 2 દિવસ પૂરતા છે.

પ્રશ્ન: શું દ્વારકા મંદિરમાં મોબાઇલની મંજૂરી છે?
જવાબ: તમને દ્વારકા મંદિરની અંદર આવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી. મંદિરની બહાર કેમેરા અને મોબાઇલ ફોન સહિત અન્ય સમાન જમા કરાવવા માટે યોગ્ય સ્થાન છે.


અમને વિશ્વાસ છે કે... આપને અમારી આ જાણકારી જરૂર ગમી હશે. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...




લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, કવિતાઓ, વાર્તાઓ,રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ, મ્યુઝિક, સ્પોર્ટ્સ,  ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 21, 2022
Hello Readers,  𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



આવીજ રસપ્રદ જાણકારી આપ આપના મોબાઈલ પર મેળવવા માંગતા હોવ તો... આપ અમારા બ્લોગને ફોલો(Follow) કરો. જેથી અમારી નવી પોસ્ટની જાણકારી આપને નોટીફીકેશન દ્વારા મળી રહેશે. તેમજ આપ અમારી સાથે  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના વોટ્સએપ ગ્રુપ તેમજ ટેલીગ્રામ ચેનલ દ્વારા અમારી સાથે જોડાઈ શકો છો. અને લેટેસ્ટ જાણકારી મેળવી શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો