ગુરુવાર, 24 માર્ચ, 2022
રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ
BPL-2022: તમારી આગામી નવી BPL યાદી-2022 તેમજ તમામ રાશનકાર્ડની યાદી ડાઉનલોડ કરો.
- સૌથી પહેલા આ લિંક ઓપન કરો.BPL યાદી
- BPL (બી પીલ) યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
- એક નવું પેજ ખુલશે. વર્ષ, મહિનો, કેપ્ચા કોડ દાખલ કરો અને 'GO' બટન પર ક્લિક કરો.
- નવું પેજ આ રીતે ખુલશે.
- રાજ્યના દરેક જિલ્લાની યાદી જોવામાં આવશે. તમારા જિલ્લાના નામ પર ક્લિક કરો.
- તમને તમારા જિલ્લાના દરેક તાલુકાની યાદી જોવા મળશે.
- તમારા તાલુકા પર ક્લિક કરો અને તમને તાલુકાના તમામ ગામોની યાદી જોવા મળશે.
- તમારા ગામ ના નામ પર ક્લિક કરો. તમારા ગામમાં કુલ રેશનકાર્ડ કેટેગરી મુજબ ઉપલબ્ધ થશે. તમે કોઈપણ શ્રેણીની સૂચિ જોવા મળશે.
- Click here to download BPL list of your village (બીપીએલ યાદી ડાઉનલોડ).
- અન્ન અને નાગરીક પુરવઠાની ઓફિસિયલ સાઈટ: https://dcs-dof.gujarat.gov.in/index.htm
શનિવાર, 19 માર્ચ, 2022
PM કિસાન યોજના 2022: PM કિસાન eKYC કરો ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણકારી.
About PM Kisan Yojana-2022 (PM કિસાન યોજના વિશે) : | |
---|---|
આ યોજનાનું નામ | PM કિસાન સન્માન નિધિ યોજના |
ભાષા | ગુજરાતી અને English |
બજેટ | 2022-2023 |
આ યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોની આવક વધારવા માટે |
લાભાર્થી | દેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ |
સહાયની રકમ | 6000 વાર્ષિક |
ઓફિસિયલ વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
- સૌથી પહેલાં ભારત સરકારના pm kisan પોર્ટલ પર જાઓ.
- આ પોર્ટલ પર Home Page પર farmer corner પર જાઓ.
- આ Farmer Corner માં eKYC પર ક્લિક કરો.
- હવે નવું પેજ ખુલશે તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
- આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP તે બૉક્સમાં નાખવાનું રહેશે.
- ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તનારા આધારકાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
- છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
PM કિસાન યોજનાની મહત્વની લીંક : | |
---|---|
PM કિસાન અધિકૃત વેબસાઇટ | અહીં ક્લિક કરો |
નવી ખેડૂત નોંધણી | અહીં ક્લિક કરો |
ડાયરેક્ટ eKYC લિંક | અહીં ક્લિક કરો |
આધાર રેકોર્ડને સંપાદિત કરો | અહીં ક્લિક કરો |
લાભાર્થીની યાદી ડાઉનલોડ | અહીં ક્લિક કરો |
PMKISAN મોબાઈલ એપ ડાઉનલોડ | ડાઉનલોડ કરો |
KCC ફોર્મ ડાઉનલોડ | ડાઉનલોડ કરો |
મુખ્ય પેજ ઓફિસિયલ સાઈટ | અહીં ક્લિક કરો |
- PM કિસાન નિધિ યોજના લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
- PM કિસાન નિધિ યોજના ટોલ ફ્રી નંબર: 1800-115-5266
કિશાન હેલ્પલાઇન નબર (Kisan Helpline Number) : | |
---|---|
આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ | ટેલિફોન નંબર -1551, 1800-180-1551 |
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ | ટેલિફોન નંબર - 1551, 1800-180-1551 |
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા | ટેલિફોન નંબર - 1551, 1800-180-1551 |
PM કિસાન યોજના 2022: જાણો... PM કિસાન સન્માન નિધિ યોજના 2022 નવી યાદી, આગામી હપ્તો ક્યારે આવશે?
PM કિસાન સન્માન નિધિ યોજના 2022 | |
---|---|
યોજનાનું નામ | પીએમ કિસાન સન્માન નિધિ યોજના |
ભાષા | ગુજરાતી અને English |
બજેટ | 2019-2020 |
ઉદ્દેશ | ખેડૂતોની આવક વધારવા માટે |
લાભાર્થી | દેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ |
સહાયની રકમ | 6000 વાર્ષિક |
અધિકૃત વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
- વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને આ લાભ મળશે નહીં.
- હાલમાં કે ભૂતકાળમાં મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
- કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેની ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને PMKSY નો લાભ મળશે નહીં. (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના)
- તમામ વય નિવૃત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ.10,000/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના) એમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં.
- છેલ્લા આકારણી વર્ષમાં ઈન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કીટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય તેવા વ્યવસાય ધરાવતા હોય એમને મળશે નહીં.
- 8-અ નો ઉતારો
- 7/12 નો ઉતારો
- આધારકાર્ડ
- જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ
- બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક
- સૌપ્રથમ https://pmkisan.gov.in/ વેબસાઈટના ખોલવાની રહેશે.
- ત્યારબાદ Beneficiary Status પર ક્લિક કરો.
- નવું પેજ ખૂલ્યા બાદ તેમાં આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબરથી સર્ચ કરી અરજીની સ્થિતિ જાણી શકાશે.
- લાભાર્થીની અરજીની સ્થિતિ તપાસો (Check Beneficiary Status).
- સૌથી પહેલાં ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ખોલાવી.
- વેબસાઈટ ખોલ્યા બાદ Beneficiary Status પર ક્લિક કરવું.
- ત્યારબાદ નવું પેજ (સ્ક્રીન) ખુલશે.
- જેમાં સહાયની રકમ આપ આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
- ઉપર ત્રણમાંથી એકની વિગત નાખવામાં આવશે તો PM કિસાન સન્માન નિધિ યોજના ની સહાય ચેક કરી શકાય.
- PM કિસાન નિધિ યોજના લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
- PM કિસાન નિધિ યોજના ટોલ ફ્રી નંબર: 1800-115-5266
Kisan Helpline Number (કિશાન હેલ્પલાઇન નબર) : | |
---|---|
Assam, Arunachal Pradesh, Bihar, Chhattisgarh, Jharkhand, Goa, Gujarat, Haryana, Himachal Pradesh | Telephone No. 1551 or 1800-180-1551 |
Madhya Pradesh, Maharashtra, Odisha, Karnataka, Kerala, Manipur, Meghalaya, Mizoram, Nagaland, | Telephone No. 1551 or 1800-180-1551 |
Uttar Pradesh, Uttarakhand, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana, West Bengal, Tripura | Telephone No. 1551 or 1800-180-1551 |
સોમવાર, 14 માર્ચ, 2022
ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ: આગામી 4 થી 5 દિવસ સુધી ગરમ પવન(હવા) લાગશે કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની સંભાવના.
☀️ ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ: આગામી 4 થી 5 દિવસ સુધી ગરમ પવન(હવા) લાગશે કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની સંભાવના.
☀️ ગુજરાતમાં હીટ વેવની
અસર : રાજ્યના કેટલાક શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં
લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ
રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો
બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14 થી 17 માર્ચ દરમિયાન ગરમીનો
ભારે અનુભવ થશે.
☀️ ગુજરાતમાં
હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં ઉનાળો શરૂ થવાની શરૂઆત જ છે ને સૂરજ દાદાના
કિરણોનો પ્રકોપ ધીરે ધીરે લોકોને દઝાડી રહ્યો છે. હોળી પહેલાં જ હવે ગરમ પવન
લોકોને પરેશાન કરવાં લાગ્યો છે. ઉનાળો રાજ્યમાં આકરો બનતો જોવા મળી રહ્યો છે. આ
સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી અમદાવાદ, સુરત, ડીસા અને સૌરાષ્ટ્રનાં
કચ્છ ભુજમાં (Saurashtra Kutch) હીટ વેવની (Heat Wave) આગાહી કરવામાં આવી છે.
આજે 14 મી
માર્ચથી 17 માર્ચ
સુધી ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં હીટવેવનો અનુભવ થશે.
(પ્રતિકાત્મક
તસવીર)
☀️ ઉનાળાની
ઋતુમાં આ ફળોનું સેવન છે લાભદાયી :
◾ કાકડી 🥒 : કાકડી ઠંડક આપે છે. તેમાં ઠંડકનું પ્રમાણ વધારે, ઓછી કેલરી, હાઈ ફાઇબર, એન્ટિ ઑક્સીડેન્ટ, વધારે પ્રમાણમાં પાણી હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પોટેશિયમનો સારો સ્રોત, વિટામિન C, A અને K વધુ પ્રમાણમાં ધરાવે છે.
◾ દ્રાક્ષ 🍇 : એવું કહેવામાં આવ્યું છે કે દ્રાક્ષ (ખાસ કરીને લીલી દ્રાક્ષ) માઇગ્રેન અને ઇન્ડાઇજેશનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. અને તે વિઝન, અસ્થમા અને સ્કિન માટે સારી છે, અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. એ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. તે વિટામીન C અને K નો સારો સ્રોત છે.
◾ નારંગી(ઓરેંજ) 🍊 : ટેન્જી અને મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે, ચામડી અને બ્લડપ્રેશર માટે સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે, વિટામીન A પ્રીકર્સર્સ કે જે વિટામિન Aમાં સુધારો કરવા માટે છે, કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે કે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરવામાં અને પેક્ટીન સુધારવા માટે મદદ કરે છે.
◾ તરબૂચ 🍉 : બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ એવું તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, નર્વ્ઝ અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશન તંત્રને લગતી બીમારીઓને અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ થતાં અટકાવે છે. તે પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. સ્પોર્ટસ પ્લેયર અને માર્કેટીંગની વ્યકિતઓ કે જેઓ ગરમીમાં વધારે રહે છે, તેમને માટે માટે શ્રેષ્ઠ છે.
◾ કેરી 🥭 : ફળોનો રાજા અને વર્ષનું સૌથી વધુ રાહ જોવાયેલું ફળ એટલે કેરી. તે નાના-મોટા સૌને ગમે છે. તેના આલ્ફાન્સો, કાચી કેરી, પોપટ કેરી વગેરે જેવા વિવિધ પ્રકાર છે. તે એન્ટીઑકિસડન્ટનો સારો સ્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલ હાઇ લેવલનાં ફાઇબર, પેક્ટીન અને વિટામિન C વડે સીરમ કોલેસ્ટ્રોલના, ખાસ કરીને લૉ ડેન્સિટી લિપોપ્રોટીન (ખરાબ કોલેસ્ટ્રોલ) લેવલને ઘટાડવામાં અને શરીરને આલ્કલાઇન કરવા માટે મદદ કરે છે.
(પ્રતિકાત્મક તસવીર) |
☀️ રાજ્યના કેટલાક શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14 થી 17 માર્ચ દરમિયાન અમદાવાદ, સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બાદમાં ગરમી એકથી બે ડિગ્રી સુધી ઘટશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
☀️ ગીર
સોમનાથના વેરાવળના આગામી સાત દિવસના મહત્તમ તાપમાનની વાત કરીએ તો 14 માર્ચે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ત્યારબાદ 15 મીએ 39 ડિગ્રી જવાની શક્યતા
છે. ત્યારબાદ 16-18 માર્ચ
મહત્તમ તાપમાન 38 ડિગ્રી
રહી શકે છે અને 19મી
માર્ચે ઘટીને 37 ડિગ્રીએ
પહોંચશે.
(પ્રતિકાત્મક
તસવીર)
☀️ અમદાવાદમાં
આજે તાપમાનનો પારો 38એ
પહોંચ્યો છે જ્યારે કાલે 14મીએ
39એ
પહોંચશે. ત્યારબાદ સતત 40 ડિગ્રી
તાપમાન રહેશે જેમાં 19મી
માર્ચ બાદ થોડો ઘટાડો થઈને 39 ડિગ્રી થશે. જ્યારે સુરતમાં 13-14ના રોજ 39 ડિગ્રી અને 15-17 તારીખ સુધીમાં 40 ડિગ્રી પારો જવાની
શક્યતા છે. બરોડામાં આગામી 19મી તારીખ સુધી 38 ડિગ્રી મહત્તમ તાપમાન
રહેવાની શક્યતા છે.
📣 News source: Gujarati News18
☀️ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ઉનાળો દજાડવા લાગ્યો છે. રાજકોટમાં 13મી માર્ચે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો છે જ્યારે આગામી 3 દિવસ 16મી માર્ચ સુધીમાં આ પારો 40 ડિગ્રી રહેવાની વકી છે જ્યારે કે ત્યારબાદ આ પારો 38 ડિગ્રીએ પહોંચવાની શકયતા છે.
☀️ હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમદાવાદમાં રવિવારથી જ ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 38.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8:30 કલાકે 41%થી ઘટીને સાંજે 5:30 કલાકે 20%એ પહોંચતા વાતાવરણમાં ગરમીની સાથે બફારો પણ વધ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં બે દિવસમાં અમદાવાદમાં ગરમી અચાનક 2 ડિગ્રી વધી જતા લોકો આકુળવ્યાકુળ થઈ ગયા છે.
☀️ રાજ્યનાં
ડિસામાં 14 તારીખ
39 ડિગ્રી, 15 તારીખથી 17 તારીખ સુધી 40 ડિગ્રી,, તો 18-19 માર્ચના રોજ 39-38 ડિગ્રી મહત્તમ તાપમાન
રહેવાની શક્યતા છે. કચ્છના ભૂજમાં પણ હીટવેવની અસર જોવા મળશે અને આજે અને કાલે
તાપમાન 40 ડિગ્રીએ
પહોંચી જશે. ત્યારબાદ 19મી
માર્ચ સુધી મહત્તમ તાપમાન 39 ડિગ્રી
રહેશે.