સોમવાર, 14 માર્ચ, 2022

ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ: આગામી 4 થી 5 દિવસ સુધી ગરમ પવન(હવા) લાગશે કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની સંભાવના.

☀️ ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ: આગામી 4 થી દિવસ સુધી ગરમ પવન(હવા) લાગશે  કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની સંભાવના.

ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ

 

☀️ ગુજરાતમાં હીટ વેવની અસર : રાજ્યના કેટલાક શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14 થી 17 માર્ચ દરમિયાન ગરમીનો ભારે અનુભવ થશે.

 

☀️ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં ઉનાળો શરૂ થવાની શરૂઆત જ છે ને સૂરજ દાદાના કિરણોનો પ્રકોપ ધીરે ધીરે લોકોને દઝાડી રહ્યો છે. હોળી પહેલાં જ હવે ગરમ પવન લોકોને પરેશાન કરવાં લાગ્યો છે. ઉનાળો રાજ્યમાં આકરો બનતો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી અમદાવાદ, સુરત, ડીસા અને સૌરાષ્ટ્રનાં કચ્છ ભુજમાં (Saurashtra Kutch) હીટ વેવની (Heat Wave) આગાહી કરવામાં આવી છે. આજે 14 મી માર્ચથી 17 માર્ચ સુધી ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં હીટવેવનો અનુભવ થશે. 

(પ્રતિકાત્મક તસવીર)

 

☀️ ઉનાળાની ઋતુમાં આ ફળોનું સેવન છે લાભદાયી :

◾ કાકડી 🥒 :   કાકડી ઠંડક આપે છે. તેમાં ઠંડકનું પ્રમાણ વધારે, ઓછી કેલરી, હાઈ ફાઇબર, એન્ટિ ઑક્સીડેન્ટ, વધારે પ્રમાણમાં પાણી હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પોટેશિયમનો સારો સ્રોત, વિટામિન C, A અને K વધુ પ્રમાણમાં ધરાવે છે.

◾ દ્રાક્ષ 🍇 :   એવું કહેવામાં આવ્યું છે કે દ્રાક્ષ (ખાસ કરીને લીલી દ્રાક્ષ) માઇગ્રેન અને ઇન્ડાઇજેશનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. અને તે વિઝન, અસ્થમા અને સ્કિન માટે સારી છે, અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. એ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. તે વિટામીન C અને K નો સારો સ્રોત છે.

◾ નારંગી(ઓરેંજ) 🍊 :  ટેન્જી અને મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે, ચામડી અને બ્લડપ્રેશર માટે સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે, વિટામીન A પ્રીકર્સર્સ કે જે વિટામિન Aમાં સુધારો કરવા માટે છે, કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે કે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરવામાં અને પેક્ટીન સુધારવા માટે મદદ કરે છે.

◾ તરબૂચ 🍉 :  બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ એવું તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, નર્વ્ઝ અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશન તંત્રને લગતી બીમારીઓને અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ થતાં અટકાવે છે. તે પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. સ્પોર્ટસ પ્લેયર અને માર્કેટીંગની વ્યકિતઓ કે જેઓ ગરમીમાં વધારે રહે છે, તેમને માટે માટે શ્રેષ્ઠ છે.

◾ કેરી 🥭 :  ફળોનો રાજા અને વર્ષનું સૌથી વધુ રાહ જોવાયેલું ફળ એટલે કેરી. તે નાના-મોટા સૌને ગમે છે. તેના આલ્ફાન્સો, કાચી કેરી, પોપટ કેરી વગેરે જેવા વિવિધ પ્રકાર છે. તે એન્ટીઑકિસડન્ટનો સારો સ્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલ હાઇ લેવલનાં ફાઇબર, પેક્ટીન અને વિટામિન C વડે સીરમ કોલેસ્ટ્રોલના, ખાસ કરીને લૉ ડેન્સિટી લિપોપ્રોટીન (ખરાબ કોલેસ્ટ્રોલ) લેવલને ઘટાડવામાં અને શરીરને આલ્કલાઇન કરવા માટે મદદ કરે છે.


ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ
(પ્રતિકાત્મક તસવીર)


 

☀️ રાજ્યના કેટલાક શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14 થી 17 માર્ચ દરમિયાન અમદાવાદ, સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બાદમાં ગરમી એકથી બે ડિગ્રી સુધી ઘટશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

 

☀️ ગીર સોમનાથના વેરાવળના આગામી સાત દિવસના મહત્તમ તાપમાનની વાત કરીએ તો 14 માર્ચે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ત્યારબાદ 15  મીએ 39 ડિગ્રી જવાની શક્યતા છે. ત્યારબાદ 16-18 માર્ચ મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહી શકે છે અને 19મી માર્ચે ઘટીને 37 ડિગ્રીએ પહોંચશે. 

(પ્રતિકાત્મક તસવીર)

 

☀️ અમદાવાદમાં આજે તાપમાનનો પારો 38એ પહોંચ્યો છે જ્યારે કાલે 14મીએ 39એ પહોંચશે. ત્યારબાદ સતત 40 ડિગ્રી તાપમાન રહેશે જેમાં 19મી માર્ચ બાદ થોડો ઘટાડો થઈને 39 ડિગ્રી થશે. જ્યારે સુરતમાં 13-14ના રોજ 39 ડિગ્રી અને 15-17 તારીખ સુધીમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા છે. બરોડામાં આગામી 19મી તારીખ સુધી 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

📣 News source:  Gujarati News18

 

☀️ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ઉનાળો દજાડવા લાગ્યો છે. રાજકોટમાં 13મી માર્ચે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો છે જ્યારે આગામી 3 દિવસ 16મી માર્ચ સુધીમાં આ પારો 40 ડિગ્રી રહેવાની વકી છે જ્યારે કે ત્યારબાદ આ પારો 38 ડિગ્રીએ પહોંચવાની શકયતા છે.

 

☀️ હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમદાવાદમાં રવિવારથી જ ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 38.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8:30 કલાકે 41%થી ઘટીને સાંજે 5:30 કલાકે 20%એ પહોંચતા વાતાવરણમાં ગરમીની સાથે બફારો પણ વધ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં બે દિવસમાં અમદાવાદમાં ગરમી અચાનક 2 ડિગ્રી વધી જતા લોકો આકુળવ્યાકુળ થઈ ગયા છે.

 

☀️ રાજ્યનાં ડિસામાં 14 તારીખ 39 ડિગ્રી, 15 તારીખથી 17 તારીખ સુધી 40 ડિગ્રી,, તો 18-19 માર્ચના રોજ 39-38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. કચ્છના ભૂજમાં પણ હીટવેવની અસર જોવા મળશે અને આજે અને કાલે તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે. ત્યારબાદ 19મી માર્ચ સુધી મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે.

 

 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો