THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧: ચૂંટણી કામગીરી તેમજ તેને લગતું વિવિધ મટેરિયલ મેળવવા.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧: ચૂંટણી કામગીરી તેમજ તેને લગતું વિવિધ મટેરિયલ મેળવવા. ભારતીય ચૂંટણી પંચ_Election Commission of India_भारत निर्वाचन ...
ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧: ચૂંટણી કામગીરી તેમજ તેને લગતું વિવિધ મટેરિયલ મેળવવા.
ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧


ભારતીય ચૂંટણી પંચ_Election Commission of India_भारत निर्वाचन आयोग), ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ભારતીય ચૂંટણી પંચની હોય છે. બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે. બંધારણ માન્ય યોગ્ય સમયાંતરે, પંચની દેખરેખ હેઠળ, ભારતીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન કરવામાં આવે  છે. ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે. સ્થાનિક સરકાર/નગરપાલિકાઓ વગેરેની ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા રાજ્ય ચૂંટણીપંચ હસ્તક હોય  છે.

ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ‎ તરીકે ઉજવવામાં આવે છે.
રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત ભારતના બંધારણની કલમ 243_ક હેઠળ સપ્ટેમ્બર 1993 માં રચના કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચ રાજ્યના સ્થાનિક સંસ્થાઓ, મુક્ત ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી કરવા કાર્ય સોંપવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનીચૂંટણી નિયમો મુજબ, જિલ્લા પંચાયત ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી, મ્યુનિસિપલ_નગરપાલિકા કોર્પોરેશન ચૂંટણી માટે નગરપાલિકા અને સિટી ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. રાજ્ય ચૂંટણી પંચ રાજ્યમાં વિવિધ અનામત વર્ગો માટે બેઠકો ફાળવણી, સીમાંકન, મતદાર યાદી અપડેટ કરવી તેમજ પ્રસિધ્ધ કરવી, ચૂંટણી કાર્યક્રમો અને ચુંટણી સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે,  ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધિત તેને લગતી તમામ સત્તા કલેકટરને હોય છે.




●   ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી-૨૦૨૧ જાહેરાત
  • 4 ડિસેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
  • 7 ડિસેમ્બર ફોર્મ પરત લેવાની તારીખ
  • 19 ડિસેમ્બર ના ગ્રામ પંચાયતની ચૂંટણી
  • 21 ડિસેમ્બરના  મતગણતરી
  • રાજ્યમાં 10,117 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી.

●    નવીનતમ(લેટેસ્ટ) અપડેટ.

●   મહત્વપૂર્ણ લીંક:


●  ગુજરાત ગ્રામ પંચાયત ચુંટણી માટે ઉપયોગી પત્રકો. 


●   જરૂરી પત્રકો માટે મહત્વપૂર્ણ લીંક:


ચૂંટણી-૨૦૨૧: ચૂંટણીની કામગીરી માટે ખૂબજ ઉપયોગી પત્રકો. અમારી સાઇટ તાલુકા/જિલ્લા પંચાયત/નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ તાલીમ મોડ્યુલ, પીડીએફ ફાઇલો, ગુજરાત અને ભારતમાં તમામ પ્રકારની નવી નોકરીઓ, શૈક્ષણિક સમાચારો અને સ્પર્ધાત્મક પરીક્ષાની સામગ્રી વિશે માહિતી મુકવામાં આવે છે. અહીંથી તમે અલગ-અલગ નોકરીઓ માટેની જાહેરાતો...જેમ કે ગ્રેજ્યુએટ નોકરીઓ, એન્જિનિયરની નોકરીઓ, ડિપ્લોમા ઉમેદવારની નોકરીઓ, MBA નોકરીઓ, ઓછી નોકરીઓ અને અન્ય વિવિધ નોકરીઓ. અમારી સાઇટ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રખ્યાત છે. અમારી સાઈટ પરથી TET, HIT, TET, પોલીસ પરીક્ષા, કારકુન પરીક્ષા, GPSC પરીક્ષા, પંચાયત કારકુની પરીક્ષા, અને અન્ય ગુજરાત સ્તરોથી લેવામાં આવતી પરીક્ષા માટે સંપૂર્ણ પરીક્ષા સામગ્રી મુકવામાં આવે છે. . વિવિધ બ્રાન્ડ્સની નવીનતમ ઓફરો અને અન્ય ટેક્નોલોજી અપડેટ્સ માટે દરરોજ આમારી આ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

●   ગ્રામપંચાયતની લેટેસ્ટ મતદારયાદી ડાઉનલોડ કરો.

મતદારોની સુવિધા માટેની વિવિધ કામગીરી:
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનાર મતદાન માટે મતદાન મથકે આવનાર મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) કોઇ કારણોસર રજૂ કરવાનું રહેશે.

ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચે નીચે મુજબના દસ્તાવેજી માન્ય પુરાવાઓ નીચે મુજબના છે.


  1. ફોટા સાથેનો પાસપોર્ટ
  2. ફોટા સાથેનું ડ્રાઇવીંગ લાયસન્સ
  3. ફોટા સાથેનું ઇન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ
  4. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ઙ
  5. પબ્લીક સેકટર બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક
  6. માન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીના હાલમાં ચાલુ અભ્યાસ દરમ્યાન આપવામાં આવેલ ફોટા સાથેના વિદ્યાર્થી ઓળખકાર્ઙ
  7. ફોટા સાથેના મિલકતના દસ્તાવેજો જેવા કે, પટ્ટા, રજીસ્ટર્ડ દીઠ વગેરે
  8. અનુસૂચિત જાતિ / અનુસૂચિત આદિજાતિ / અન્ય પછાતવર્ગ (ઓબીસી) નું સક્ષમ અધિકારીનું ફોટ સાથેનું પ્રમાણપત્ર.
  9. ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક / પેન્શન પેમેન્ટ ઓર્ડર / માજી સૈનિકની વિધવા / આશ્રિતોના પ્રમાણપત્રો મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર
  10. કેન્દ્ર સરકાર / ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ઙ
  11. ફોટા સાથેના હથિયારોના લાયસન્સ
  12. સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર
  13. રાષ્ટ્રીય ગ્રામિણ રોજગારી બાહેંધરી યોજના (NREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ફ.
  14. કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ

●     સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદારોની સુવિધા માટે નીચે પ્રમાણે રાજ્ય ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી.
  • ઇ.વી.એમ. ના ઉપયોગ માટે મશીનોનું નિર્દશન કરવામાં આવે છે. જાહેરાતો આપવામાં આવે છે. જેથી મતદાન કરવામાં સરળતા રહે.
  • મતદાન મથકે પાણી, પ્રાથમિક સારવાર માટેની દવા વિગેરેની વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવે છે.
  • ચૂંટણી ખર્ચની મર્યાદા અંગેની કામગીરી

રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના હરીફ ઉમેદવારો માટે ચૂંટણીના ખર્ચની ટોચમર્યાદા નીચે પ્રમાણે નિયત કરેલ છે.

અ.નં.                 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું નામ                            ખર્ચની ટોચમર્યાદા રૂ.                
1મહાનગરપાલિકાના દરેક વોર્ડ માટે4,00,000 / -
2નગરપાલિકાના દરેક વોર્ડ માટે (એક થી નવ વોર્ડ)1,00,000 / -
3નગરપાલિકાના દરેક વોર્ડ માટે (નવ થી વધુ વોર્ડ)1,50,000 / -
4જિલ્લા પંચાયતના મતદાર વિભાગ માટે2,50,000 / -
5તાલુકા પંચાયતના મતદાર વિભાગ માટે1,25,000 / -
6ગ્રામ પંચાયતો ની ચુંટણીમાં સરપંચ ના ઉમેદવાર માટે
(અ) 11 વોર્ડ સુધી ની ગ્રામ પંચાયત10,000 / -
(બ) 13 વોર્ડ થી 21 વોર્ડ સુધી ની ગ્રામ પંચાયત20,000 / -
(ક) 23 વોર્ડ થી 31 વોર્ડ સુધી ની ગ્રામ પંચાયત30,000 / -

ટેગ: ઓજસ જોબ ગુજરાત, ojas gpsc, ojas કોલ લેટર ડાઉનલોડ, ojas 2, રોજગાર, પરીક્ષા, પરીક્ષાઓ, ઓજસ ઓનલાઈન, ઓજસ ભારતી 2021, ઓજસ તલાટી, ફિક્સ પે, GK, ગેસ/વીજળી, સામાન્ય જ્ઞાન, Gpsc, વ્યાકરણ, Gseb, Gsrtc, Gtu વર્ગો, ગુજરાત, હોલ ટિકિટ, આરોગ્ય સારવાર, પણ આન્સર કી, પરિણામ, મેરિટ અને પસંદગી યાદીઓ. GK... તમામ પ્રકારની મહત્વપૂર્ણ અભ્યાસ સામગ્રી સામાન્ય જ્ઞાન, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, ગણિત, વિજ્ઞાન, ને લગતું મટેરિયલ. 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top