વોટસએપ આધારિત સાપ્તાહિક પરીક્ષા ( સ્વમૂલ્યાંકન ) COVID - 19 ની મહામારી બાદ વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએથી મદદરૂપ થવાના હેતુસર અનેક કાર્યક્રમ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ચલાવાવવામાં આવે છે . તે પ્રમાણે આજના ટેકનોલોજીનો યુગમાં વિદ્યાર્થીઓ અનેક ડીવાઈસ ચલાવવા સમર્થ છે , ત્યારે વોટ્સએપના માધ્યમથી બાળકો પોતાના અભ્યાસમાં પોતાની પારંગતતા જાતે ચકાસી શકે અને સ્વયમ પોતે જ પોતાની પ્રેક્ટીસ દ્વારા પોતાના ક્યાં ક્ષેત્રમાં મુશ્કેલી છે અને વધુ મહાવરો ક્યા ચેપ્ટરના ક્યાં પોઈન્ટ ઉપર કરવાની જરૂર છે . તે જાણી પણ શકે છે . આ માટે વોટેસ એપ આધારિત સાપ્તાહિક પ્રેક્ટીસનું ( સ્વ મૂલ્યાંકન ) આયોજન કરેલ છે .
કોરોના સમયગાળામાં, શિક્ષણ વિભાગે ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે ..અને નિર્ણય કર્યો છે કે ધોરણ 3 થી 10 ની પરીક્ષાઓ વોટ્સએપ દ્વારા લેવામાં આવશે..વોટ્સએપ નંબરની પણ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટે જાહેરાત કરવામાં આવી છે. આ 8595524503 નંબર નક્કી કરવામાં આવેલ છે.
આ સાપ્તાહિક પરીક્ષામાં શરુ થઇ ગયેલ છે. આ સાપ્તાહિક પરીક્ષામાં વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા વોટ્સએપ પર જ લેવાય છે. તે માટે નોંધણી કરાવવી પડશે.ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા હવે ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરાઈ રહ્યો છે.
➜ હવેથી તમે દર સપ્તાહે અહી રમતા - રમતા પ્રેક્ટીસ કરી શકશો . અને શિક્ષકો તમને વધુ સારી રીતે સહકાર આપી શકશે .
આ નોંધણીમાં જો આપ એક જ ઘરના એક કરતા વધારે વિદ્યાર્થીઓ હશે તો તેઓ જોડાઈ શકશે . અને અન્ય મિત્રોની પણ નોંધણી કરી શકશે . મતલબ આ મલ્ટી યુજર છે . માત્ર એક યુજર નથી . છે ત્યાર બાદ ચાલુ સપ્તાહ પહેલા છેલ્લા સપ્તાહે લેવાયેલ વિષયની પ્રેક્ટીસ માટે કહેવામાં આવશે . આ વિષય અત્રેથી એટલે કે રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવે છે . એટલે જે તે સપ્તાહમાં તે જ વિષયની પ્રેક્ટીસ વિદ્યાર્થી કરી શકશે . છે અને પ્રશ્ન પૂછશે કે આપ પ્રેક્ટીસ કરવા માગો છો ? હા માટે ૧ રીપ્લાય અને નાં માટે ૨ રીપ્લાય આપવાનો રહેશે . જેવો વિદ્યાર્થી ૧ રીપ્લાય ટાઈપ કરી મોકલાશે તરત શુભેચ્છા સંદેશ સાથે તે વિષયના 08 પ્રશ્નો પૈકી પ્રથમ પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . જ જેવો વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે . અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે . આમ દર વખતે વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલાશે તરત પછીનો પ્રશ્ન આવતો જશે આમ 08 પ્રશ્ન સુધી આવશે . છે જયારે 08 પ્રશ્નના જવાબ અપાઈ જશે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાચા છે . તે દર્શાવવામાં આવશે એ સાથે સાચા જવાબની ( જવાબવહી ) એક PDF ફાઈલ પણ મોકલવામાં આવશે .
💥 સ્વમૂલ્યાંકનના નવા વર્ઝનમાં આજે જ જોડાવ.
શું આપ જાણો છો સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝમાં ૧૦ લાખ કરતા પણ વધુ લોકો જોડાઈ ચુક્યા છે જેને વધુ સરળ તેમજ રસપ્રદ બનવા માટે એક નવું વર્ઝન શરુ કરવામાં આવ્યું છે તો આજે આપ પણ નીચે આપેલ લીંક દ્વારા વોટ્સએપના માધ્યમ થી જોડાઈ ને તેનો લાભ લો.
જિલ્લાવાર નંબર નીચે મુજબ છે.
https://wa.me/+918595524523?text=HELLO
https://wa.me/+918595524502?text=HELLO
https://wa.me/+918595524501?text=HELLO
આ અભ્યાસ પ્રેક્ટીસ આવતા શુક્રવાર સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે અભ્યાસ પ્રેક્ટીસ કરી શકે છે.
આ સેવાનો લાભ કેમ લેવો તેને લગતો વિડિયો જુવો અને દરેક વિદ્યાર્થીઓ સુધી પહોચાડો. વોટસઅપ સાપ્તાહિક ઓનલાઈન ક્વિઝ-સ્વમૂલ્યાંકન બાબત . ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , હોમલર્નિગ અંતર્ગત દુરદર્શન કેન્દ્ર મારફત ડીડી ગીરનાર ચેનલ પરથી સમગ્ર શિક્ષા દ્વારા ધોરણ -૧ થી પ તેમજ જીસીઈઆરટી દ્વારા ધોરણ -૬ થી ૮ ના એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવી રહેલ છે . સમગ્ર શિક્ષા અને સી.સી.સી. દ્વારા ધોરણ -૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા ( GVS ) અંતર્ગત લાઈવ ઓનલાઈન કલાસીસ ટેલીકાસ્ટ કરવામાં આવી રહેલ છે . વિદ્યાર્થીઓ હાલના સંજોગોમાં ડીસ્ટન્સ મોડથી શૈક્ષણિક કાર્ય કરી રહેલ હોઈ , બાળકોનું અધ્યયન નિષ્પતિ વાઈઝ લર્નિગ લેવલ ચકાસવું ખૂબ જ જરૂરી જણાય છે . આ માટે સમગ્ર શિક્ષા તેમજ સી.સી.સી. મારફત એક વોટસઅપ બેઈઝ સાપ્તાહીક મૂલ્યાંકન કરવાનું આયોજન નકકી કરેલ છે . આ સાથે સામેલ યાદી પ્રમાણે ધોરણ વાઈઝ વિષય વાઈઝ વોટસઅપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર ઉપરથી પ્રસારીત થતાં ધોરણ -૩ થી ૮ ના વિષયવસ્તુ આધારિત તેમજ ધોરણ:-૯ થી ૧૨ માટે GVS ના લાઈવ કલાસીસના વિષય વસ્તુ આધારિત બહુવિકલ્પી પ્રકારની કસોટી તા .૨૩.૧.૨૮ ર ૧ થી પાયોગીક ધોરણે શરૂ કરવામાં આવનાર છે . તા .૨૩.૧.૨૦૨૧ ના રોજ ધોરણ:-૩ ગુજરાતી , ધોરણ -૪ ગુજરાતી અને ધોરણ -૫ માં ગુજરાતી , પર્યાવરણની ૧૦ બહુવિકલ્પી પ્રશ્નો આધારિત વોટસઅપ બેઈઝડ પરીક્ષા યોજાનાર છે. તા .૩૦.૧.૨૦૨૧ થી ધોરણ - 3 થી 10 બહુવિકલ્પી પ્રશ્નો આધારિત વોટસઅપ બેઈઝડ પરીક્ષા યોજાય છે. આ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. આ અંગેનો વોટસઅપ મેસેજ તેમજ માર્ગદર્શિકા પણ આપને મોકલી આપવામાં આવશે . આ માહિતી આપના જિલ્લાની તમામ શાળાના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની શાળા મારફત આપવા વિનંતી .
- વોટ્સએપ સ્વમૂલ્યાકન_આચાર્ય અને શિક્ષક અહેવાલ (પ્લેટફોર્મ / મોડ્યુલ)
- વોટ્સએપ સ્વ મૂલ્યાંકન પરીક્ષા માટે માર્ગદર્શિકા જુઓ/ડાઉનલોડ કરો.
● ધોરણ 3 થી ૧૦ ની યોજાનાર પરીક્ષા માટે અહીં મોકલે લિંક દરેક બાળકોને સીધી જ મોકલો અને મેસેજ સેન્ડ કરવાનું કહો તેઓ તરત જ જોડાઈ જશે....
● દરેક મુખ્ય શિક્ષકને જણાવવાનું કે ઉપરોક્ત માહિતી 3 થી ૧૦ ના શિક્ષકને આપે અને 100 % કામગીરી થાય તે નક્કી કરે સરકારશ્રીનો ડ્રિમ પ્રોજેકટ હોઈ ગંભીરતા થી કામગીરી કરવી...
● 100% કામગીરી થાય તેવા પ્રયત્નો કરવા....
આ સેવાનો લાભ કેમ લેવો તેને લગતો વિડિયો જુવો અને દરેક વિદ્યાર્થીઓ સુધી પોહચાડો.
મહત્વપૂર્ણ: કૃપા કરીને હંમેશાં સત્તાવાર વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતોને તપાસો અને પુષ્ટિ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો