ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં શારીરીક તથા માનસિક સશક્ત હોય અને ગામડાઓમાં રહેતા હોય તેવા ઉમેદવારોની પસંદગી તા. ૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં કરવાની હોઈ, ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં ઈચ્છુક ઉમેદવારો આપેલ વેબસાઈટ પરથી ઓન લાઈન અરજી કરી શકે છે.
માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી
ગુજરાત રાજયમાં ચાર(૦૪) કમિશ્નરેટ એરીયા તથા બાવીસ(૨૨) જિલ્લાઓના યુનિટ / ઝોન / ડીવીઝન ખાતે ૬,૭૫૨ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. આ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવા સંબંધિત જિલ્લા કમાન્ડન્ટશ્રીઓની કચેરી ખાતેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ભરતી થવા માટે ઉચ્છુક ઉમેદવારોએ આપના વિસ્તારની યુનિટ કચેરીએ અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ હોમગાર્ડઝ સભ્યોને માનદ સભ્ય તરીકે ભરતી કરવાની છે. જેમાં સરકારશ્રીને જરૂર પડ્યે અગત્યની ફરજ ઉપર બોલાવવામાં આવશે. ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે રૂ.૩૦૦/- ફરજ ભથ્થું અને રૂ.૪/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે. સદર ભરતી કાયમી કર્મચારી તરીકેની કરવાની થતી નથી. પરંતુ માનદ સંસ્થામાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. જેથી કાયમી કર્મચારી તરીકેના કોઈ હક્ક મળવાપાત્ર રહેશે નહિ.
હોમગાર્ડમાં સમાજના વિવિધ વર્ગના નાગરિકોની ભરતી પોલીસ દળને કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં તેમજ કુદરતી અને માનવસર્જિત આફતોમાં વહીવટીતંત્રને મદદરૂપ થાય છે.
હોમગાર્ડમાં ફરજ બજાવતા જીવનના તમામ ક્ષેત્રના કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ સંદર્ભે, નીચેની પ્રક્રિયા અનુસરવામાં આવે છે અને યોગ્ય વ્યક્તિને હોમગાર્ડના સભ્ય તરીકે દાખલ કરવામાં આવે છે.
સમાજના જુદા જુદા વર્ગના માનદ સેવા આપવા ઇચ્છતા લોકોને દળમાં લઈ, તાલીમ આપી એક શિસ્તબદ્ધ નાગરિક તૈયાર કરવો. આ શિસ્તબદ્ધ નાગરિક દ્વારા કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિઃસ્વાર્થ રીતે સેવા કરી સમાજનો જોમ-જુસ્સો જળવાઈ રહે તે જોવું તેમ જ દેશમાં કટોકટી અને આંતરિક સુરક્ષાના સમયે પોલીસ તથા પ્રશાસનની સાથે રહી નિષ્કામ કામગીરીની ભાવના કેળવવી.
હેતુઓ :
- સમાજના તમામ વર્ગના લોકોને તાલીમબદ્ધ કરવા.
- પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થા તથા રાજ્ય / દેશની આંતરિક સલામતી જાળવવી.
- પોલીસ / બોર્ડર સિક્યોરિટી ફોર્સની મદદમાં રહીને આંતરિક રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સરહદની સલામતી જાળવવી.
- માનવસર્જિત અને કુદરતી હોનારતમાં પોલીસ તેમ જ સ્થાનિક પ્રશાસનની મદદ કરવી.
- સરકારી સંસ્થાનો અને સરકારી મિલકતનું રક્ષણ કરવું.
- સમાજના નબળા વર્ગોને કોમી-હુલ્લડના સમયે મદદ કરવી.
➜ આ પણ વાંચો :
- શ્રુતિ ગુજરાતી/હિન્દીને જુદા જુદા મરોડ માં લખવા માટે.
- ધોરણ ૯ થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇ-બાઈક સહાય યોજના
હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર પુરુષ ઉમેદવારની લાયકાતઃ-
(ક) ભારતનો નાગરિક હોવો જોઇએ.
(ખ) ધોરણ:– ૦૩ પાસ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઇએ.
(ગ) ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
(ઘ) વજન ઓછામાં ઓછુ ૫૦ કિલો હોવું જોઇએ.
(ચ) ઉંચાઇ ઓછામાં ઓછી ૧૬૨ સેન્ટી મીટર,
છાતી ઓછામાં ઓછી ૭૯ સેન્ટી મીટર હોવી જોઇએ, ૫ સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઇએ.
(છ) અરજદારે કોઇ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઇએ. અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઇ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઇએ.
(જ) અરજદાર કોઇ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઇએ તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઇએ.
હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર મહિલા ઉમેદવારની લાયકાતઃ-
(ક) મહિલા ઉમેદવારના કિસ્સામાં ઓછામાં ઓછું વજન – ૪૦ કિલો હોવું જોઇએ.
(ખ) મહિલા ઉમેદવારોની ઉંચાઇ ઓછામાં ઓછી ૧૫૦ સેન્ટી મીટર હોવી જોઇએ.
(ગ) ૩ (અ) માં સુચવેલ મુદ્દા નંબર ક, ખ, ગ, છ અને જ માં સુચવ્યા મુજબ ની લાયકાત યથાવત રહેશે.
➜ આ પણ વાંચો :
મહત્વપૂર્ણ લિંક:
ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2021 | GRD અને SRD પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો.
ભરતી પ્રક્રિયા છેલ્લી તારીખ: 30/11/2021
પસંદગી પ્રક્રિયા:
GRD પસંદગીના નિયમોના આધારે ઉમેદવારની પસંદગી થઈ શકે છે
GRD ભારતી 2021 કેવી રીતે અરજી કરવી
તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારોએ નજીકના પોલીસ સ્ટેશનમાં સ્વ-પ્રમાણિત પ્રમાણપત્ર સાથે રૂબરૂમાં ફોર્મ સબમિટ કરવું.
GRD ભારતી 2021 કેવી રીતે અરજી કરવી
તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારોએ નજીકના પોલીસ સ્ટેશનમાં સ્વ-પ્રમાણિત પ્રમાણપત્ર સાથે રૂબરૂમાં ફોર્મ સબમિટ કરવું.
જોબ સારાંશ GRD ભારતી 2021 GRD ભરતી 2021
પોસ્ટનું નામ: GRD (ગ્રામ્ય રક્ષક દળ) / s.r.d
કુલ પોસ્ટની સંખ્યા : 9902
નોકરીનું સ્થાન : ગુજરાત રાજ્ય ગ્રામીણ ફક્ત સ્થિત ગામોમાંથી
શૈક્ષણિક લાયકાત :
ધોરણ 3 પાસ અને વધુ અભ્યાસ
હોમગાર્ડ્સમાં ભરતી માટે પુરુષ અને સ્ત્રી સભ્યની શારીરિક લાયકાત
શારીરિક કસોટી
વજન :
માણસ: 50 કિગ્રા
સ્ત્રી: 45 કિગ્રા
ઊંચાઈ :
માણસ: 162 સે.મી
સ્ત્રી: 150 સે.મી
દોડ :
માણસ: 800 મીટર - 4 મિનિટ
સ્ત્રી : 800 મીટર - 5 મિનિટ 30 સેકન્ડ
શૈક્ષણિક લાયકાત :
3 જી પાસ અને વધુ અભ્યાસ
ઉંમર મર્યાદા :
20 થી 50 વર્ષ
પગાર :
રૂ. 230/- દૈનિક ભથ્થું
ઉમેદવાર નિવાસી
તમામ ઉમેદવારોને ભરતીના દસ્તાવેજી પુરાવાની ચકાસણી ની કામગીરી મેદાન ની પરીક્ષા કસોટી તથા ટેકનિકલ પાંચ મુદ્દાઓ ને લગતા દસ્તાવેજી પુરાવાની ચકાસણી જેવી તમામ પ્રક્રિયા, નિયમો બાબતની માહિતી માટે જિલ્લા યુનિટ કચેરી ખાતે સંપર્ક કરવો તથા તમામ જાણકારી આ ઓફિસીયલ https://homeguards.gujarat.gov.in/homeguards/default.aspx વેબસાઇટ
પરથી મળી રહેશે.
મહત્વપૂર્ણ લિંક:
ગુજરાત રાજ્યના જિલ્લાઓના યુનિટ / ઝોન/ડીવીઝન કચેરીઓ ખાતે હોમગાર્ડઝ સભ્યોની ભરતીનું પત્રક જુઓ ડાઉનલોડ કરવા... - અહીંયા ક્લિક કરો.
કયા ઉમેદવારોને પ્રાથમિકતા આપવી તે અંગેનું પસંદગીનું ધોરણ :
ઉકત શારિરીક કસોટી ૭૫ (પંચોત્તેર) ગુણની રહેશે. મેદાની પરીક્ષામાં નિયત સમયમાં કસોટી પુરી કરનારને પુરે પુરા ૭૫ (પંચોત્તેર) ગુણ મળવાપાત્ર થશે. તદ્દઉપરાંત નીચે દર્શાવેલ લાયકાતો ધરાવનાર નાગરીકો ગૃહ રક્ષક દળમાં સેવા આપવા ઇચ્છુક હોય તો તેઓને પ્રાથમિકતા આપવાની રહેશે.
- એન.સી.સી. પરીક્ષા પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારોને વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
- રાજ્ય કક્ષા / રાષ્ટ્રીય કક્ષા / યુનિવર્સિટી કક્ષા એ કોઈ રમત – ગમત સ્પર્ધામાં પ્રમાણપત્ર / મેડલ મળેલ હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
- હેવી મોટર વ્હીકલ અથવા લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોય અને વાહન ચલાવવાનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
- કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા “CCC” પરીક્ષા પાસ હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
- યોગ, મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ઓફીસ ઓટોમેશન, ઓટોમોબાઇલ્સ અને નર્સીંગના ટ્રેડની જાણકારી વિગેરે ટેકનિકલ કૌશલ્યમાં સરકારી માન્ય સંસ્થાના સર્ટીફીકેટ ધરાવતા હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
- શારિરીક કસોટી ૭૫ (પંચોત્તેર) ગુણ અને ઉક્ત મુજબની (i) થી (v) વિશેષ લાયકાતો પૈકી પ્રત્યેકના ૦૫ ગુણ લેખે કુલ-૨૫ ગુણ રહેશે. એમ કુલ-૧૦૦ ગુણની કસોટી રહેશે.
એક સરખા માર્ક્સ ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધારે હશે તો વધુ સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની જાણ ઉમેદવારોને કરવામાં આવશે.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
ટિપ્પણી પોસ્ટ કરો