ચાલો કચ્છ, ❝કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા❞
પ્રવાસન ક્ષેત્રે ગુજરાતનું એક અવિસ્મરણીય નજરાણું એટલે કચ્છનો રણોત્સવ
વરસેતો વાગડ ભલો, પંજો કચ્છડો બારેમાસ ❞
વિશ્વભરમાં કુદરતી સૌંદર્યના અનોખા આકર્ષણ સમા કચ્છમાં રણોત્સવ-2022નો નજારો માણવા દેશવિદેશથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે. આવો માણીએ કચ્છ રણોત્સવના કેટલાક આકર્ષણોને. મરૂ, મેરુ અને મેરામણની ભૂમિ એવા કચ્છના સફેદ રણ પર રણોત્વસનો રંગારંગ પ્રારંભ થયા બાદ હવે દેશવિદેશથી મુલાકાતીઓ આ ભવ્ય નજારાની મુલાકાત માટે પહોંચી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે થોડા વર્ષો અગાઉ શિયાળામાં સહેલાણીઓને આકર્ષવા માટે રણોત્સવ શરૂ કર્યેો ત્યારે કલ્પના ન હતી કે તેને ભવ્ય લોકપ્રિયતા મળશે.
કચ્છ રણોત્સવ_સફેદ રણ-૨ |
એક સમયે જ્યાં 800થી હજાર જેટલા સહેલાણીઓ આવતા હતા ત્યાં હવે દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લઈ રહ્યા છે. કચ્છડો બારેમાસ એ કહેવત વર્ષોથી બારેમાસ ચાલી આવે છે. ત્યારે હવે શિયાળાની ઠંડીમાં સફેદ રણની ચાંદનીને માણવા શરૂ કરાયેલા રણત્સવમાં વિવિધ આકર્ષણો પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યા છે. આ મનમોહક આકર્ષણોમાં રાજ્યના પ્રવાસન સ્થળો, મેળા અને તહેવારો દર્શાવતા થીમ પેવેલિયન, કચ્છી વાનગી પીરસતી ફૂડ કોર્ટ, ઊંટ સવારી, બલૂન ફ્લાય, પતંગોત્સવ, નારાયણ સરોવર, કાળો ડુંગર, રાજાશાહી કાળની સાક્ષી પૂરતા આયના મહેલ અને પ્રાગમહેલનો નજારો વગેરે વિશેષ આકર્ષણ જમાવી રહ્યા છે. એટલુ જ નહી હેન્ડીક્રાફ્ટ બજારમાં પણ કચ્છની પરંપરાગત વસ્તુઓનુ વેચાણ થાય છે. માત્ર દેશના જ નહી પરંતુ વિદેશના સહેલાણીઓ પણ અહી આવતા હોવાથી દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કચ્છી કલા, લોક સંસક્તિ અને લોકસંગીતનું પણ આયોજન કરવામાં આવે છે.
કચ્છનું રણ એ ખુબજ મોટું રણ છે. કચ્છનું રણ ગુજરાત પ્રાંતના કચ્છ જિલ્લાના ઉત્તર અને પૂર્વમાં ફેલાયેલો ખારી ભેજવાળી જમીનનો રણપ્રદેશ છે. તે લગભગ 23,300 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. તે સમુદ્રનો એક સાંકડો ભાગ છે, જે સંભવત ભૂકંપને કારણે તેનું મૂળ સ્તર ઊંચું આવ્યું છે અને પરિણામે તે સમુદ્રથી અલગ થઈ ગયું છે.
સફેદ ચાદર જેવી ધરતી પર સવારે અને સાંજે આથમતા સૂરજને સફેદ રણની ક્ષિતિજે જોવો પણ એક લહાવો છે. જે પ્રવાસીઓને અહીંયા ખેંચી લાવે છે. કચ્છના અપાર કુદરતી સૌંદર્યના નજારાને લઈને હવે કચ્છ રણોત્સવ દેશ અને દુનિયાના નકશા પર પ્રખ્યાત બની ગયેલ છે. એટલુ જ નહીં પણ... ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અને મહાનાયક અમિતાભ બચ્ચનની ❝ખુશ્બુ ગુજરાત કી❞ કેમપેઈન તેમજ ❝કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા❞ જેવા શબ્દોની અપીલ લોકોના દિલમાં ફીટ થઈ ગઈ હોય તેવું પણ કહી શકાય. રણ, દરિયો અને પહાડી નજારાની કુદરતની અનોખી ત્રણ ભેટથી હર્યાભર્યા કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓના ભારે ધસારાને પગલે ટુરિઝમ વિભાગ દ્વારા ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા 300 જેટલા ટેન્ટ અને 35 જેટલા ભૂંગા ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે કચ્છના આકર્ષણોને જોતા પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ નેંધાવે તો નવાઈ નહી હોય.
રણોત્સવમાં કચ્છના પ્રખ્યાત ભૂંગા તથા ટેન્ટમાં રહેવું_રોકાવું પણ એક અનેરો લ્હાવો છે.
કાળો ડુંગર_કચ્છ
❝કારા ડુંગર કચ્છજા❞
આ રણોત્સવની સાથે સાથે કચ્છ આવ્યા જ છો તો રણોત્સવના જ રૂટમાં જ કચ્છના પાટનગર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે. અને સૌથી નજીકનું ગામ ખાવડાથી ૨૭ કિલોમીટર દુર આવેલો છે. કચ્છનો કાળો ડુંગર પણ નિહાળવા લાયક મનમોહક સ્થળ છે. ❝કાળા ડુંગર કચ્છજા❞કાળો ડુંગરએ કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે.
કાળો ડુંગર (The Black Hill), કચ્છ |
આ કદાચ એક માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે. આ સ્થળ એ રણમાં જવાનું પ્રવેશદ્વાર છે. ઉંચાઈએ આવેલું હોવાથી અહીંથી રણનો વ્યાપક નજારો જોઈ શકાય છે. કાળા ડુંગરની રણથી ઉંચાઈ 458 મીટર જેવી છે.
કાળા ડુંગર પર ૪૦૦ વર્ષથી પણ વધુ પૌરાણિક દત્તાત્રેય મંદિર આવેલું છે. એક લોકવાયકા_દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. ગુરુ દત્તાત્રેય પાસે શિયાળોને ખવડાવવા માટે કશું જ ન હતું. માટે તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.
માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિ(દત્ત જયંતિ)ની ઉજવણી ખુબજ ધામધૂમથી થાય છે. આજુબાજુના ગામડાઓના લોકો ત્યાં ગુરુ દત્તાત્રેયની જાતર(પેડી) કરે છે. ત્યાં લોંગ પ્રસાદ ઓટલા પર પ્રસાદ મુકવામાં આવે છે. આ પેડીનો પ્રસાદ ખાવા લોંગ(શિયાળ) આવે છે.
મેગ્નેટિક ફિલ્ડ (Magnetic field) :
કચ્છના કાળા ડુંગર પર કેટલાક વિસ્તારમાં ❝મેગ્નેટિક ફિલ્ડ❞ની અસર અનુભવાય છે. દુનિયામાં અનેક જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવતી હોવાના દાખલાઓ છે. અને આ અજુગતી લાગતી અસરને અનેક જગ્યાએ વ્યવસાયિક ધોરણે પર્યટન સ્થળ અથવા તો પાર્ક વગેરે વિકસાવી પ્રવાસન ઉત્તેજવાનું નિમિત્ત પણ બનાવવામાં આવેલ છે. આપણે ભારતની વાત કરીએ તો લેહ_જમ્મુ કાશ્મીર અને ગુજરાતમાં કાળા ડુંગરના વિસ્તારમાં આવી મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવાય છે.
મેગ્નેટિક ફિલ્ડ એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ખેંચાણ અનુભવવાની ક્રિયા છે. સામાન્ય રીતે ઢાળની દિશામાં જતા વાહનો કે પદાર્થો વધુ વેગ મેળવે પરંતુ, અહી તેનાથી ઉલટી ક્રિયા થાય છે. એટલે કે ઢાળ ચડતા સ્પીડ વધવી અથવા ઉભેલું સાધન ઢાળની વિરુદ્ધ ઉપરની તરફ ખેચાય છે. તો ઢાળની દિશામાં જતા વાહનોની સ્પીડ અનાયાસે અસાધારણ લગભગ 80-85 km થી પણ વધી જાય છે. આમેય કચ્છ ભૂકંપ ઝોન વિસ્તારમાં આવે છે. તેથી આવી બાબતો વધુ ધ્યાન ખેચે. તેમ છતાં આવી અસર અનુભવાતી આ દુનિયાની એક માત્ર જગ્યા નથી તેથી એવી વિશેષ ચિંતાની બાબત નથી. તથા ગુજરાત સરકાર અને ભારત સરકારના આ અંગેના તજજ્ઞોએ તેને લગતા સર્વેક્ષણો અને સંશોધનો પણ કરેલા છે. આપણે ગુજરાતીઓ પ્રવાસના શોખીન હોઈએ છીએ તો આપણા જ રાજ્યમાં દુનિયાની અજાયબી જેવી આ અસર અનુભવવા જવું જોઈએ અને ખાસ તો બાળકોને બતાવવું જોઈએ. શાળામાંથી પ્રવાસ પણ ગોઠવી શકાય. કાળો ડુંગર સંરક્ષણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. અહિયાં 1965 ના યુદ્ધ વખતની પણ કેટલીક બાબતો પણ જોઈ-બતાવી શકાય તેમ છે. તથા અહિયાંથી પાકિસ્તાન સરહદ નજીક હોવાથી અન્ય દેશની સરહદ જોવાની અથવા કહો કે દેશનો છેડો જોવાની ઉત્સુકતા પણ સંતોષી શકાય.
આ મેગ્નેટિક ફિલ્ડની અસરને જાતે અનુભવવી એ પણ એક લ્હાવો છે. કાળો ડુંગર જાઓ તો આનો ચોક્કસથી જાત અનુભવ કરજો. મેગ્નેટિક ફિલ્ડની અસરને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ સમજાવતા એવું કહેવાય છે કે જે-તે જગ્યાએ જમીનમાં રહેલી વિશિષ્ટ ખનીજો અથવા જમીનનું બંધારણ વિશિષ્ટ પ્રકારનું હોય તો આવી અસર જોવા મળે છે. વેગવાળા પવન આ અસરમાં વધારો કરે છે, તેમ છતાં કેટલાક અભ્યાસુઓ આ સિવાયના કારણોને મહત્વના ગણે છે. સામાન્ય રીતે આ બાબતો નથી સમજાતી તેથી જ તો એ વિશિષ્ટ હોય છે. બર્મુડા ટ્રાય એન્ગલમાં અનેક વિમાનો અને વિશાળકાય જહાજો ખોવાઈ ગયા છતાં એનું સાચું રહસ્ય હજુ શોધી શકાયું નથી તેવી જ રીતે મેગ્નેટિક ફિલ્ડની અસર વિષે પણ વધારે સ્પષ્ટતાથી કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારે સમજ આપી શકાતી ન હોય તો પણ એ અનુભવવા જેવું ચોક્કસ છે. આપણે ત્યાં લસુન્દ્રા કે તુલાસીશ્યામના ગરમ પાણીના ઝરાની મુલાકાત લેવાની હોય અથવા લોથલ કે ધોળાવીરા જેવી પુરાતત્વીય જગ્યાઓ જોવાની ઇચ્છાવાળો વર્ગ ઓછો છે. આમ છતાં આવી વિશિષ્ટતાઓ જોવી અને બાળકોને બતાવવી જોઈએ.
ઈમેલ આઈડી : booking@rannutsav.net
(આગળનું સ્થળ ગૂગલ મેપમાં લોકેશન દ્વારા જોઈ લેવું )
- મોમાયમોરા - મોમાય માતાજી મંદિર
- વ્રજવાણી
- મોટી રવ _રવેચી - રવેચી મંદિર
- છિપર પોઈન્ટ - અમરાપર
- રતનપર
- ધોળાવીરા (નાઈટ)
- ધોળાવીરા મ્યુઝિયમ
- પુરાતત્વીય ઉત્ખનન સાઈટ
- ફોસિલ પાર્ક
- ભંજડો ડુંગર દત્તાત્રેય મંદિર
ધોળાવીરાથી ખાવડા (રણના રસ્તે)
- ખાવડા ચા- નાસ્તો (ખાવડાનો માવો, ચવાણું)
- કાળો ડુંગર
- ઈન્ડિયા બ્રિજથી police & BSF પરમિશન જોઈએ.. (વિઘાકોટ બોર્ડર - ભેડિયા બેટ હનુમાન મંદિર)
ધોરડો ( ભુંગા રિસોર્ટમાં નાઈટ ) અથવા ભુજ પણ આવી શકાય
- હાજીપીર
- માતાના મઢ
- દયાપર
- લખપત ફોર્ટ સાઈટ
- ગુરુદ્વારા લખપત
- નારાયણ સરોવર
- કોટેશ્વર
- પિંગલેશ્વર મહાદેવ
- બીચ
- અંબેધામ ગોધરા
- વિજય વિલાસ પેલેસ
- માંડવી બીચ
- સ્વામિનારાયણ મંદિર
- ૭૨ જિનાલય, કોડાય
- મુંદ્રા પોર્ટ
- અદાણી પોર્ટ
- ભદ્રેશ્વર
- અંજાર - જેસલ તોરલ સમાધી
- શોપિંગ
ભુજ
- સ્વામિનારાયણ મંદિર
- ભુજના મ્યુઝિયમો
- હમીરસર તળાવ રાજેન્દ્ર પાર્ક
- ભુજ મહારાવની છતેડી
- ભુજ અને ભુજોડી શોપિંગ
- રક્ષકવન
- રુદ્રાણી માતા મંદિર
- ધ્રંગ દાદા મેકરણ ધામ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો