ફેસબુક અંગે મહત્વના સમાચાર: માર્ક ઝુકરબર્ગનું સૌથી મોટું એલાન, ફેસબુકનું નામ બદલીને હવે રાખ્યું મેટા.
ફેસબુક_મેટા |
➜ ફેસબુકએ શું છે? જાણીએ ફેસબુકનો ઇતિહાસ શું છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જ્યારે વાત આવે ત્યારે ફેસબુક નામ સૌથી પહેલા આપના સૌના મગજમાં ફેસબુક આવે છે. કારણ કે અત્યારના સમયમાં ફેસબુક ખૂબ જ વિશાળ અને મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે. ફેસબુકએ 2012માં ઇન્સ્ટાગ્રામને પણ 1 બિલ્યન ડોલરમાં ખરીદી લીધું અને ત્યાર બાદ 2014માં વોટ્સએપને 19 બિલ્યન ડોલરમાં ખરીદી લીધું હતું. આમ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પણ ફેસબુક પાસે જ છે.
ફેસબુકની લોકપ્રિયતાનો અંદાજો આપણે તેના યુઝરના આકડા જોઈને જ લગાવી શકાય. આજે આપણે આ ફેસબુક વિશે જ વાત કરવાના છીએ કે આ ફેસબુક શું છે? ફેસબુકનો ઇતિહાસ શું છે? ફેસબુક વિશે ઘણી બધી જાણકારી તમને જાણવા મળશે.
➜ ફેસબુક:
ફેસબુક એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. કે જ્યાં ઇન્ટરનેટ યુઝર પોતાનું અકાઉન્ટ એટલે કે પોતાનું પ્રોફાઇલ બનાવી શકે છે. અને તે પ્રોફાઇલમાં પોતાનો ફોટો, કવર ફોટો, પરિચય વગેરે ઉમેરી શકે છે. અને વિડિયો પણ અપલોડ કરી શકે છે. ફેસબુકમાં લોકો એક બીજાના ફ્રેન્ડસ એટલે મિત્ર બનીને જોડાઈ શકે છે. અને એક બીજાના ફોટાને લાઈક પણ કરી શકે છે.
ફેસબુક એક સોશિયલ નેટવર્કિંગ સર્વિસ છે. જેના મહિનાના 2.8 બિલીયનથી પણ વધારે એક્ટિવ યુઝર છે. ફેસબુકને તમે તમારા ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ અને ટેબલેટ જેવા વગેરે ડિવાઇસમાં વાપરી શકો છો. પોતાના મિત્રો સાથે અને સગા સબંધીઓ સાથે ઓનલાઇન જોડાવા માટે ફેસબુક ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ છે. ફેસબુકમાં તમે સ્ટોરી પણ પોસ્ટ કરી શકો છો જે 24 કલાક માટે ઉપલબ્ધ રહે છે અને પછી તે ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. ફેસબુક પર યુઝર ફોટા અને વિડિયો પણ શેર કરી શકે છે. અને તે વિડિયો તેમના ફ્રેન્ડસની વોલ_ફીડમાં જાય છે. અને તેઓ તે ફોટા કે વિડિયોને પસંદ કરે કે કોઈ પણ રીયક્સ્ન આપે તો યુઝરને તેની જાણ થાય છે. કે કોણે તેના ફોટા કે વિડિયોને લાઈક(પસંદ) કર્યું. કોઈ યુઝર કોમેન્ટ કરે તો તે પણ જાની શકાય છે.
ફેસબુકની શરૂઆત 2004માં Mark Zuckerberg (માર્ક ઝકરબર્ગ) દ્વારા હાર્વર્ડ કોલેજમાં તેના મિત્રો સાથે થઈ હતી જેમાં એડ્યુઆર્ડો સેવરીન, એન્ડ્રુ મેકકોલમ, ડસ્ટિન મોસ્કોવિટ્ઝ અને ક્રિસ હ્યુજીસ તેમની સાથે હતા.
➜ આ પણ વાંચો : ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા સામગ્રી & મોડેલ પેપર ડાઉનલોડ.
વિશ્વની મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે હવેથી તેનું નામ બદલી નાખ્યું છે. હવેથી લોકો ફેસબુકને 'મેટા' તરીકે ઓળખશે. ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે ગુરુવારે એક મીટિંગ દરમિયાન આ 'મેટા' નામની જાહેરાત કરી હતી. અગાઉ ઘણા સમયથી ફેસબુકનું નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી. હવે આ જ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ફેસબુકનું નવું નામ બદલીને 'મેટા' કરવામાં આવ્યું છે. ફેસબુક હવે માત્ર સોશિયલ મીડિયા જ નથી રહ્યું.
➜ ફેસબુકનું નવું નામ મેટા.
માર્ક ઝુકરબર્ગ લાંબા સમયથી પોતાની સોશિયલ મીડિયા કંપનીને રિબ્રાન્ડ કરવા ઈચ્છતા હતા. તેઓ ફેસબુકને સંપૂર્ણપણે અલગ ઓળખ આપવા માંગતા હતા. જ્યાં હવે ફેસબુકને માત્ર એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે જોવામાં આવતું નથી. હવે એ જ દિશામાં આગળ વધીને ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે. આ અગાઉ ફેસબુકની શરૂઆત 2004માં શરૂઆતમાં ફેસબુકનું નામ ધ ફેસબુક (Thefacebook) હતું પણ પછી 2005માં તેનું નામ ખાલી ફેસબુક (facebook) રાખવામાં આવ્યું. કંપનીનું ધ્યાન હવે એક મેટાવર્સ બનાવવા પર છે, જેના દ્વારા વર્ચ્યુઅલ વર્લ્ડ શરૂ કરી શકાશે. જ્યાં ટ્રાન્સફર અને કોમ્યુનિકેશન માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.
ફેસબુક દ્વારા અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે સોશિયલ નેટવર્કને મેટાવર્સ બનાવવા માટે હજારો કર્મચારીઓની જરૂર પડશે. આ માટે ફેસબુક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 10,000 લોકોને હાયર કરવામાં આવશે. નવા મેટાવર્સમાં, Facebook વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરશે અને વર્ચ્યુઅલ અનુભવોનો નવો અધ્યાય શરૂ કરશે.
➜ ફેસબુકના નવા નામનો અર્થ શું થાય છે તે જાણીએ?
વધુ જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ નવું નામ "મેટા" ફેસબુકના પૂર્વ સિવિક ઈન્ટિગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તીએ સૂચવ્યું હતું. તેઓ ભારતીય છે. "મેટા" શબ્દ ગ્રીકમાંથી આવ્યો છે અને તેનો અર્થ Beyond (ચડિયાતું) થાય છે. હવે જ્યારે માર્ક ઝુકરબર્ગ પહેલેથી જ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે રોકાણ કરી રહ્યો હતો, ત્યારે તેની કંપનીનું નામ બદલીને મેટા કરવું તેના માટે કોઈ મોટી વાત ન હતી. હવે આ નવા નામ દ્વારા તે આખી દુનિયાની સામે પોતાની જાતને માત્ર એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સુધી સીમિત રાખવાનો નથી.
➜ ફેસબુકનું નામ શા માટે બદલાવવામાં આવ્યું?
ફેસબુકનું નામ બદલવા પાછળ ઘણાબધા કારણો જવાબદાર છે. જો કે, કંપનીનું નામ બદલવાનું આ મોટું પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ફેસબુક પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના યુઝર્સના ડેટાને પણ સુરક્ષિત રાખવામાં સક્ષમ નથી. તાજેતરમાં, જ્યારે ફેસબુકના ભૂતપૂર્વ કર્મચારી ફ્રાન્સિસ હોજેને કંપનીના કેટલાક ગુપ્ત દસ્તાવેજો લીક કર્યા, ત્યારે તે બહાર આવ્યું કે ફેસબુકે તેના પોતાના નફાને વપરાશકર્તાની સલામતીથી ઉપર રાખ્યો છે. માર્કે તેને પાયા વિહોણા કહ્યું હશે, પરંતુ કંપનીને ખરાબ રીતે ફટકો પડ્યો.
➜ આ પણ વાંચો :
- શ્રુતિ ગુજરાતી/હિન્દીને જુદા જુદા મરોડ માં લખવા માટે.
- ધોરણ ૯ થી ૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇ-બાઈક સહાય યોજના
આવી સ્થિતિમાં હવે જ્યારે કંપનીએ તેનું નામ બદલી નાખ્યું છે, ત્યારે માર્ક ઝુકરબર્ગ લોકોની ગોપનીયતાનું ખૂબ ધ્યાન રાખ્યું છે. તેમના સંબોધનમાં, તેમણે કહ્યું છે કે આગામી સમયમાં આવા સલામતી નિયંત્રણોની જરૂર પડશે જેથી કોઈ પણ માનવીને મેટાવર્સની દુનિયામાં બીજાની જગ્યામાં જવાની મંજૂરી ન મળે.
આમ ફેસબૂકને લીધે દુનિયા વધારે નજીક આવી છે. માર્ક ઝુકરબર્ગ અત્યારે સૌથી યુવા અબજોપતિ છે. જેમની ઉંમર અત્યારે ૩૮ વર્ષ છે.
તો આશા છે કે મિત્રો તમને ફેસબુક વિશે આજે ઘણું જાણવા મળ્યું હશે, ફેસબુક વિશે તમારો વિચાર જરૂર જણાવજો, તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી બધાને આજે કઈક નવું જાણવા મળે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો