ગુરુવાર, 5 ઑગસ્ટ, 2021

રાષ્ટ્ર આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનો અવસર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત રાષ્ટ્રગીત ગાઓ અને સરકાર તરફથી પ્રમાણપત્ર મેળવો.

 રાષ્ટ્ર આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનો અવસર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત રાષ્ટ્રગીત ગાઓ અને સરકાર તરફથી પ્રમાણપત્ર મેળવો.

આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનો અવસર આઝાદી કા અમૃત મહોત્સવ


આઝાદીનાં 75 વર્ષ_અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે 

આઝાદી કા અમૃત મહોત્સવ સર્ટિફિકેટ, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રગાન માં ભાગ લો અને પ્રમાણપત્ર મેળવો.

તમામ ઉમરના વ્યક્તિઓ ભાગ લઈ શકે છે.


આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનો અવસર હવે દૂર નથી. આપણે સૌ તેના સ્વાગત માટે તૈયાર છીએ. આ વર્ષ જેટલું ઐતિહાસિક છે, જેટલું ગૌરવશાળી છે, દેશના માટે જેટલું મહત્વપૂર્ણ છે, તેટલી જ ભવ્યતા અને ઉત્સાહ સાથે દેશ તેની ઉજવણી કરશે.

આપણા ત્યાં કહેવામાં આવે છે કે 'उत्सवेन बिना यस्मात् स्थापनम् निष्फलम् भवेत्' એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ પ્રયાસ, કોઈ પણ સંકલ્પ કે ઉત્સવ વગર પૂર્ણ થતો નથી. એક સંકલ્પ જ્યારે ઉત્સવનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેમાં લાખો કરોડો લોકોનો સંકલ્પ જોડાઈ જાય છે. લાખો કરોડો લોકોની ઉર્જા જોડાઈ જાય છે. અને આવી ભાવના સાથે જ આપણે 130 કરોડ દેશવાસીઓને સાથે લઈને, તેમની સાથે જોડાઈને, આઝાદીનો આ અમૃત મહોત્સવ અને આઝાદીનાં આ 75 વર્ષનું પર્વ મનાવવાનુ છે. આ ઉત્સવની મૂળભૂત ભાવના જનભાગીદારી છે અને આપણે જ્યારે જનભાગીદારીની વાત કરીએ છીએ ત્યારે તેમાં 130 કરોડ દેશવાસીઓની ભાવના પણ જોડાયેલી છે, તેમના વિચારો અને સૂચનો પણ છે અને તેમનાં સપનાં પણ છે.



આપણું એ સૌભાગ્ય છે કે દેશે જે સમયે આ અમૃત મહોત્સવને સાકાર કરવાની જવાબદારી આપણને સૌને પૂરી પાડી છે. મને આનંદ છે કે આ સમિતિ પોતાનું કર્તવ્ય નિભાવવાની સાથે-સાથે, જે આશા અપેક્ષાઓ છે, જે સૂચનો મળ્યાં છે અને સૂચનો મળતાં રહેશે. જન જન સુધી પહોંચવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેમાં કોઈ ઉણપ આવવી જોઈએ નહી. સતત નવાં નવાં સૂચનો અને વિચારો મળી રહયા છે. દેશ માટે જીવવા માટે જન સમુદાયને આંદોલિત કરવાની તથા આ અવસર પ્રેરણા બનીને કઈ રીતે ઉભરી આવે તેનું માર્ગદર્શન આપ સૌ તરફથી નિરંતર મળતું રહ્યું છે. અહીંયા પણ હમણાં આપણા માનનીય સભ્યોનું માર્ગદર્શન મળ્યુ છે અને આપ સૌ તરફથી નિરંતર મળતુ રહેશે. આ એક શરૂઆત છે, આગળ જતાં આપણે વિસ્તારથી વાત કરીશું. આપણી પાસે 75 સપ્તાહ છે અને એ પછી પૂરૂ વર્ષ છે. તો આ બધાને લઈને આપણે આગળ ધપી રહ્યા છીએ ત્યારે એ સૂચનોનું પણ ઘણું મહત્વ બની રહે છે.


➜   આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીજીનું સંબોધન.
👇

તમારા આ સૂચનોમાંથી અનુભવ પણ ઝળકી ઉઠે છે અને ભારતના વૈવિધ્ય ધરાવતા વિચારો સાથે તમારૂં જોડાણ પણ વર્તાઈ આવે છે. અહીં ભારતનાં 75 વર્ષ બાબતે આછી પાતળી રૂપરેખા અંગે તમારી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ છે. તેનું કામ એક પ્રકારે વિચાર પ્રવાહને ગતિ પૂરી પાડવાનું રહ્યું છે. આ કોઈ એવી યાદી નથી કે તેને લાગુ કરવા માટે આપણે વિચારોમાં બંધાઈ રહેવુ પડે. દરેક વિચારની શરૂઆત કરવાની જરૂર પડતી હોય છે. જેમ જેમ ચર્ચા આગળ ધપતી જશે તેમ તેમ આ કાર્યક્રમને આકાર મળશે. સમય નિર્ધારિત કરાશે, ટાઈમ ટેબલ પણ નક્કી થઈ જશે. કોણ કઈ જવાબદારી લેશે, કેવી રીતે કામ કરશે તે બધુ આપણે હવે પછી ઝીણવટપૂર્વક તપાસીશું. આ પ્રેઝન્ટેશનમાં પણ જે રૂપરેખા આપવામાં આવી છે, તેમાં છેલ્લા દિવસોમાં જે અલગ અલગ મંચમાંથી જે વાતો આવી તેનો સમાવેશ કરવાનો નાનો- મોટો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. એક રીતે કહીએ તો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેવી રીતે આઝાદીનાં 75 વર્ષનું આયોજન કરવું કે જેથી આઝાદીનો આ અમૃત મહોત્સવ ભારતની દરેક વ્યક્તિનું અને દરેક મનનું પર્વ બની રહે.



આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનો અવસર આઝાદી કા અમૃત મહોત્સવ


ઓનલાઈન સર્ટીફીકેટ મેળવવા માટે  નીચે મુજબના સ્ટેપને અનુશરો.
👇

1. નીચેની લિંક ખોલો.


As the Nation celebrates Azadi ka Amrit Mahotsav

Let us
Sing the National Anthem.


Step 1: Enter Your Details

Step 2: Stand and Record your video

Step 3: Upload

Step 4: Download certificate


A compilation of the uploaded videos of the National Anthem will be shown live on 15th August, 2021



2. તમારી વિગતો દાખલ કરો.

3. યોગ્ય સ્થાયી સ્થિતિ લીધા પછી "રેકોર્ડ" બટન પર ક્લિક કરો.

4. આપણું રાષ્ટ્રગીત ગાઓ.

5. "અપલોડ કરો" બટન પર ક્લિક કરો.

6. પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.



પ્રિય વિદ્યાર્થીઓ અને વાલીઓ, કૃપા કરીને રાષ્ટ્રગાનમાં ભાગ લો.

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો