શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2022/23
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2022:
કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે તારીખ: 23, 24, અને 25 જૂન-2022 નક્કી કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય હેતુ દરેક શહેર-ગામોમાં 100% નામાંકન થાય એ છે. જેમાં ગામના સો ટકા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે પ્રવેશ મેળવેલ દરેક બાળકને મહેમાનો દ્વારા શૈક્ષણિક કીટ ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમને કુમકુમ તિલક કરી શાળામાં આવકારવામાં આવે છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીથી વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી. કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી પર છે. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ" પણ એ રૂઢિચુસ્ત પાગલોને કયાં ખબર છે કે દિલ્હીના તખ્તા પર સોળ વર્ષ સુધી સોનેરી કિરણો પાથરનાર કોઈ મર્દ નહિ પણ એક અજનબી નારી હતી. તેના પાયામાં કામ કરનાર હોય તો કેળવણીરૂપી પારસમણિ હતો. જેમ પારસમણિના સ્પર્શથી લોહ સુવર્ણમાં પલટાઈ જાય તેમ કેળવણી રૂપી પારસમણિના સ્પર્શથી કામિની કંચનમાં ફેરવાઈ જાય છે.
સ્ત્રીઓના ઉદ્દાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે સ્વામી દયાનંદે લખ્યું છે કે, એક પુરૂષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો નાત્ર તે એકલો જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદૃઢ બનાવે છે.
હાલના સામાજિક દૂષણોને ડામવા, વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો 33 ટકા અનામતની જરૂર રેહ્શે નહિ . સમાજ સાચા અર્થમાં સમાજ બનશે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો સાક્ષરતા અભિયાનની જરૂર રહેશે નહિ, કારણકે બાળકો શરૂઆતની કેળવણી પોતાની માતા પાસેથી મેળવશે. સષ્ટિનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જયાં સ્ત્રીઓને ડગ ન માંડયા હોય્ પુરૂષોને શરમાવે એવા સિદ્ધિનાં સોપાનો સ્ત્રીઓને સર કર્યા હોય તો તે આજની કેળવણે આભારી છે. કેળવણીના કસબને કારણે જ આજના સમાજમાંથી કન્યાવિક્રય, બાળ લગ્ન અરે! લાકડે માંડકું વળગાડવાના દૂષણોનો અંત આવ્યો છે. પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી એ હવે પુરૂષના હાથનું રમકળું રહ્યું નથી. કે જેને ઘરની ચાર દીવાલોમાં પૂરી જેમ નચાવવું હોય એમ નચાવી કે રમાડી શકે? કારણ સ્ત્રી હવે પુરૂષ સમોવડી બની છે. કેળવણી પામેલ સ્ત્રી આજના સમાજના અને રૂઢિચુસ્ત વર્ગના કરતૂતો બહાર પાડવા મેદાને પડી છે અને તેની યશ કલગી કેળવણી છે.
આમ આજના યુગમાં સ્ત્રી - કેળવણીનું અનેરું મહ્ત્વ છે. જો સ્ત્રીઓને ઉચ્ચ કેળવણી સાપવામ આપવામાં આવે તો આપણને વધુ સમજદાર પુત્રીઓ, વધુ પ્રેમાળ પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે અને તેઓ જ વધુ સારા નાગરિકો ઘડી શકે જેમાં શંકાને સ્થાન નથી.
અંતમાં એટલું જ કહેવાનું- કન્યા કેળવણીનો રથ દરેક દરેક મા બાપે ખેંચવો જ પડશે. દીકરીઓને ભણાવવી પડશે. એની ચિંતા સમાજે કરવી પડશે. જો દીકરી ભણે તો તેના માતાપિતાનું ઘર અને તેના સાસરિયાનું એમ બે ઘર તરી જાય છે.
આ વર્ષે વર્ષ 2022 માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ કાર્યક્રમના ભાગરૂપે, આ તારીખ: 23,24 અને 25 મી જુન 2022 ત્રણ દિવસ આ શાળા પ્રવેશ કાર્યક્રમ તમામ ગામો/શહેરોમાં યોજવામાં આવશે અને ગુજરાતની બધી સરકારી શાળાઓ. આ પ્રોગ્રામમાં તમામ ફોર્મ્યુલાની બધી ગોઠવણી અને ફાઇલો અહીં આપેલ છે. અમને આશા છે કે આ ફાઇલો અમને અને શાળા માટે ઉપયોગી થશે. પ્રોગ્રામના મિનિટથી મિનિટ મિનિટની માહિતી, બાળકોના ભાષણોની ફાઇલ લેક્ચર્સ અને પ્રોફાઇલ તૈયાર કરવાની સ્કૂલની ક્ષમતા તમામ ગુજરાતી ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમને ડાઉનલોડ કરવાનું સરળ લાગશે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2022:
જિલ્લા કક્ષાએથી કરવાની થતી કામગીરી અને તે અંગેની માર્ગદર્શક સૂચનાઓ.
1. કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે તારીખ: 23, 24, અને 25 જૂન-૨૦22 નક્કી કરવામાં આવેલ છે.
2. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સૂચવેલ દિવસો દરમિયાન પ્રવેશોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવાનું રહેશે.
3. રાજ્યકક્ષાએથી જનાર પદાધિકારીશ્રી અધિકારીશ્રીઓને એક તાલુકો ફાળવવાનોરહેશે અને એ જ તાલુકાના એક જ ક્લસ્ટરની ત્રણ અલગ અલગ કલસ્ટરની પ્રત્યેક દિવસે પ્રાથમિક શાળાઓનો રૂટ ફાળવવાનો રહેશે.
4. રાજ્યકક્ષાએથી આવનાર મહાનુભાવ માટે વધુ વિદ્યાર્થી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઇ પસંદ કરવી શક્ય હોય ત્યાં સુધી સ્કૂલ ઓફ એક્સલન્સ ના પ્રથમ તબક્કામાં સમાવેશ કરેલ શાળા ફાળવવી અને તેની યાદી અત્રેની કચેરીને મોકલી આપવી.
- (અ) સવારે 8:00 થી 9:30 પ્રથમ પ્રાથમિક શાળા.
- (બ) સવારે 10:00 થી 11:30 બીજી પ્રાથમિક શાળા.
- (ક) બપોરે 12:00 થી 1:30 ત્રીજી પ્રાથમિક શાળા અને ત્રીજી શાળામાં સીઆરસી દ્વારા બેઠકનું આયોજન કરવાનું રહેશે.
5. કાર્યક્રમને ને લગતી કીટ તૈયાર કરવી તથા તેનું વિતરણ રાજ્યકક્ષાના પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓને સંબંધિત જિલ્લા કચેરીઓએ સમયસર ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કરવાનું રહેશે.
6. શિક્ષણને લગતી યોજનાઓની માહિતી સાહિત્ય તૈયાર કરી જિલ્લા નગરને સમગ્ર જિલ્લા કચેરી દ્વારા આપવામાં આવશે. જેનો કીટમાં સમાવેશ કરવાનો રહેશે. સાહિત્ય તરીકે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરાયેલ પ્રકલ્પોની વિગત.