દક્ષિણ ભારત પ્રવાસ: તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિરની જોવાલાયક અદભૂત શિલ્પકારી R.K.GOYAL CREATION Link Author Title: દક્ષિણ ભારત પ્રવાસ: તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિરની જોવાલાયક અદભૂત શિલ્પકારી Author: R.K.GOYAL CREATION Rating 5 of 5 Des: Join WhatsApp Group Join Telegram Channel દક્ષિણ ભારત પ્રવાસ: તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિરની જોવાલાયક અદભૂત શિલ્પકારી માટે જાણીતુ... Join WhatsApp Group Join Telegram Channel દક્ષિણ ભારત પ્રવાસ: તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિરની જોવાલાયક અદભૂત શિલ્પકારી માટે જાણીતું છે.દક્ષિણ ભારત સુંદર મંદિરો માટે જાણીતું છે આમાંથી એક છે તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિર. વિશ્વની સાત અજાયબીઓ માનું આ એક છે તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિર. જે અહીંની અદભૂત ખુબસુરત શિલ્પકળાને લીધે આ સ્થાન મળ્યું છે.તો આવો જાણીએ આ મીનાક્ષી મંદિરની અન્ય વિશેષતાઓ. તમિલનાડુના મદુરાઈ શહેરમાં આ મંદિરમાં માતા પાર્વતી છે બિરાજમાન. આ મંદિરની શિલ્પકારી ઘણી જ સુંદર પ્રકારથી કરવામાં આવી છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે અને એવું માનવામાં આવે છે કે આ મંદિરની અંદર બનેલું ગર્ભગૃહ ૩૫૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવજી અને દેવી પાર્વતીને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં આવીને પૂજા કરવાથી સાચા જીવનસાથી મળે છે અને જીવનના તમામ કષ્ટ દુર થઇ જાય છે. મીનાક્ષી નો મતલબ જેની આંખો મીન એટલે કે માછલી જેવી હોય. માતા મીનાક્ષી શિવની પત્નીને ભગવાન વિષ્ણુની બહેન માની જાય છે. ભગવાન શિવે આ મીનાક્ષી રૂપમાં કર્યું લગ્ન હતું. માન્યતા છે કે ભગવાન શિવ સુંદેશ્વર રૂપમાં એમના ઘણો સાથે પાંડવ રાજા મલધ્વજ ની પુત્રી રાજકુમારી મીનાક્ષી જોડે લગ્ન કરવા મદુરાઈ આવ્યા હતા રાજા મલધવજે તપસ્યા બળ રૂપે મીનાક્ષી ને પુત્રીના રૂપમાં મેળવી હતી. ધનવાન મંદીરો માંથી એક છે આ મંદીર ના અંદર નો ભાગ 3500 વર્ષ જૂનો છે મીનાક્ષી મંદિર ભારત ના બધાજ ધનવાન મંદિર માં થી એક છે આ મંદિર જૂની શિલ્પકળા ને વાસ્તુ નું શુદ્ધ ઉદાહરણ છે આ મંદિર માં અંકાયેલી તમિલ ભાષા ની કહાનીઓ ખુબજ ચર્ચાય છે. 17 મી સદીમાં થયુ હતું નિર્માણ. અહીંના વિશાળ પ્રાંગણમાં સુંદરેશ્વર(શિવ મંદિર સમૂહ) તથા જમણી તરફ મીનાક્ષી દેવીનું મંદિર છે. શિવ મંદિર સમૂહમાં ભગવાન શિવની નટરાજ મુદ્રમાં આકર્ષક મૂર્તિ છે. આ મૂર્તિ એક રજત વેદી પર સ્થિત છે. બહાર અનેક શિલ્પ આકૃતિઓ છે, જે માત્ર એક-એક પત્થર પર નિર્મિત છે, સાથે જ ગણેશજીનું મંદિર છે. 45 એકરમાં ફેલાયેલા મંદિરના સૌથી નાના ગુબંદની ઊંચાઈ 160 ફીટ છે. જે મુખ્ય મંદિર સુંદરેશ્વર અને મીનાક્ષી મંદિર સિવાય પણ બીજા મંદિરો છે. જ્યાં ભગવાન ગણેશ, મુરુગન, લક્ષ્મી, રુક્મણી, સરસ્વતી દેવીની પૂજા થાય છે.૪૫ એકરમાં ફેલાયેલા આ મંદિરમાં એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે જેને તમિલ ભાષામાં ‘પોર્થ મરાઈ કુમલ’ કહેવામાં આવે છે. જેનો અર્થ સોનાના કમળ વાળું તળાવ થાય છે. આ તળાવમાં એક કમળ બનાવવામાં આવ્યું છે જે ૧૬૫ ફૂટ લાંબુ અને ૧૨૦ ફૂટ પહોળું છે. આ કમળનું ફૂલ તળાવની વચ્ચે બનેલું છે. એવું માનવામાં આવે છે કે આ તળાવ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. મંદિરની અંદર થાંભલાઓ પર પૌરાણિક કથાઓ લખેલી છે અને આઠ થાંભલાઓ પર દેવી લક્ષ્મીની મૂર્તિ બનેલી છે. તે સિવાય અહીં એક ખૂબ જ સુંદર હોલ છે, જેમાં 1000 થાંભલા લાગેલા છે. આ થાંભલાઓ પર સિંહ અને હાથી પણ બનેલાં છે.મંદિરમાં અંદર જવા માટે 4 મુખ્ય દરવાજા(ગોપુરમ) છે, જે એકબીજા સાથે જોડાયેલાં છે. મંદિરમાં કુલ 14 ગોપુરમ છે. જેમાં 170 ફીટનું 9 માળનું દક્ષિણી ગોપુરમ સૌથી ઊંચું છે. આ બધા ગોપરુમમાં જુદા-જુદા દેવી-દેવતાઓની સુંદર આકૃતિઓ બનેલી છે. દર શુક્રવારે મીનાક્ષીદેવી તથા સુંદરેશ્વર ભગવાનની સોનાની મૂર્તિઓને હિંચકામાં ઝૂલવવામાં આવે છે, જેના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તગણો ઉપસ્થિત રહે છે.આ મંદિરમાં કંબબાટડી, ઉનજલ અને કિલીકુટ્ટુ મંડપમ્સ સહિત અસંખ્ય અન્ય મંડપમ્સ છે, જેમાંથી તમામ દ્રવિડ કલા અને આર્કિટેક્ચરની અદભૂત નમુનાતા છે.💥 મદુરાઈના મીનાક્ષી મંદિરના અદભુત ફોટોગ્રાફી.... (FULL HD) 🙏👉 મદુરાઈના મીનાક્ષી મંદિરના આ ફોટો GIGAPIXEL કેમેરાથી પાડેલા છે. બાજુ બદલતા ચારેબાજુના દર્શન કરી શકસો. ZOOM કરતા સાવ જીણી કોતરણી અને નકશી પણ ચોખ્ખી દેખાશે. 👉 મદુરાઈ રુબરુ દર્શન કરવા જશો તો પણ કલાકારીગરી આટલી કલીયર અને નજીકથી નહિ દેખાય.ઉત્તર (નોર્થ) ટાવર 👉 મદુરાઇ મિનાક્ષી મંદિર ઉત્તર (નોર્થ) ટાવર ગીગાપિક્સેલ (North Tower Gigapixel ) ફોટો જોવા અહીંયા ક્લીક કરો. દક્ષિણ(સાઉથ) ટાવર👉 મદુરાઈ મિનાક્ષી મંદિર દક્ષિણ(સાઉથ) ટાવર ગીગાપિક્સેલ (South Tower Gigapixel)ફોટો જોવા અહીંયા ક્લીક કરો. પૂર્વ (ઈસ્ટ) ટાવર👉 મદુરાઇ મિનાક્ષી મંદિર પૂર્વ (ઈસ્ટ) ટાવર ગીગાપિક્સેલ (East Tower Gigapixel)ફોટો જોવા અહીંયા ક્લીક કરો. પશ્ચિમ (વેસ્ટ) ટાવર👉 મદુરાઇ મિનાક્ષી મંદિર પશ્ચિમ (વેસ્ટ) ટાવર ગીગાપિક્સેલ (West Tower Gigapixel )ફોટો જોવા અહીંયા ક્લીક કરો.મીનાક્ષી મંદિરે દર્શન કરવાનો સમય:મંદિરમાં આશરે 50 પાદરીઓ છે, જે નીચે પ્રમાણે છ દિવસમાં પૂજા સમારંભનું સંચાલન કરે છે.મીનાક્ષી મંદિર દરરોજ સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું છે. જ્યારે તે 12.30 થી 4 વાગ્યા વચ્ચે બંધ રહે છે, તે સિવાય આ કારણ છે કે હિન્દુ ગ્રંથોમાં સ્પષ્ટ છે કે ભગવાન શિવનું નિવાસસ્થાન બપોરે ખુલ્લું ન રહેવું જોઈએ.5 થી સાંજે 6 વાગ્યે - તિરુવનંદલ પૂજા6.30 થી 7.15 વાગ્યા સુધી - વિઝા પૂજા અને કલાસંશી પૂજા.10.30 થી 11.15 કલાકે - થ્રક્લાસંશી પૂજા અને ઉચ્િકલ પૂજા.4.30 વાગ્યાથી 5.15 વાગે - માલાઈ પૂજા7.30 થી 8.15 વાગ્યે - અર્ધજામ પૂજા.9.30 થી 10 વાગ્યા સુધી - પલ્લીયારાઈ પૂજાસવારમાં એક વખત અને એકવાર સાંજે (રાત્રે સમારંભમાં) મંદિરની મુલાકાત લેવાનું શ્રેષ્ઠ છે. મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ તરફ છે. સ્વર્ણ(સોના) થી બનેલ છે મૂર્તિ:મંદિર ના ગર્ભગૃહ માં મીનાક્ષી દેવી અને સુંદરેશ્વર ભગવાન ની સ્વર્ણ પ્રતિમા રાખેલ છે અને આ પ્રતિમાઓ ને દરેક શુક્રવાર ના દિવસે હીંચકા માં ઝુલાવવામાં આવે છે. શુક્રવાર ના દિવસે આ મંદિર માં ખાસ ભીડ જોવા મળે છે. અને હજારો ની સંખ્યા માં ભક્તો આ મંદિરમાં આવે છે.તામિલનાડું જવા માટેનો બેસ્ટ સમય:મોનસુન(ચોમાસા દરમિયાન તમે તમિલનાડુ રાજ્ય ના જાઓ. કારણ કે આ દરમિયાન આ રાજ્ય માં ઘણો તેજ વરસાદ હોય છે. જેથી ઘણીબધી તકલીફ પડતી હોય છે. મીનાક્ષી મંદિર જવાનો સૌથી ઉત્તમ સમય સપ્ટેમ્બર થી મેં સુધી નો બેસ્ટ સમય છે.મીનાક્ષી મંદિર દર્શન માત્ર હિન્દુઓ દેવી મીનાક્ષી અને ભગવાન સુરેન્દ્રનાશ્વરની મૂર્તિને જોવા માટે અંદરના પવિત્ર મંદિરમાં જઈ શકે છે. જો તમે ફ્રી લાઇનમાં ત્રણ કલાક સુધી રાહ જોવી ન માંગતા હોવ તો તમારે "વિશેષ દર્શન"ની ટિકિટ માટે વધારાની ફી ચુકવવાની થાય છે. વિશેષ દર્શનની ટિકિટ લેવાથી તરત દર્શન માટે જઈ શકાય છે. દેવી મીનાક્ષી માટે, અને બંને દેવતાઓ માટે 50 રૂપિયાની લેખે તમને 100 રૂપિયાનો ખર્ચ થાય છે.મંદિરની સુરક્ષાને લઇ કેમેરા કે મોબાઈલ આપ લઈ જઈ શકતા નથી.હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટો પછી, 2013 માં મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી આવેલ છે જે ધ્યાને રાખવું. કેમેરાને હવે મંદિરની અંદર મંજૂરી નથી. કેમેરાવાળા સેલ ફોનને ફેબ્રુઆરી 2018 ની શરૂઆત સુધી મંજૂરી અપાઈ હતી, પરંતુ પ્લાસ્ટિકની વસ્તુઓની સાથે તે પણ હવે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. આ કમનસીબે એનો અર્થ એ થાય કે મંદિર સંકુલમાં ફોટા લેવાનું શક્ય નથી.કઈ રીતે જવામાં સરળતા રહે?તમિલનાડુ રાજ્ય રસ્તા માર્ગ, રેલ્વે(ટ્રેન) દ્વારા અને હવાઈ માર્ગ ના દ્વારા સરળતાથી પહોંચી સકાય. રેલ્વે દ્વારા સૌથી સસ્તું અને સરળ રહેશે.રોકાણ માટે : આ મંદિર ના પાસે જ ઘણી બધી ધર્મશાળાઓ અને હોટેલ આવેલી છે. ત્યાં તમે રોકાઈ શકો છો. હા તમે પહેલા થી જ ધર્મશાળા અથવા હોટેલમાં પોતાની બુકિંગ જરૂર કરાવી લેવી જરૂરી છે. ખાસ નોંધ:બજેટ અનુસાર હોટલ તથા ધર્મશાળાની સગવડ મળી રહે છે.પ્રવાસમાં જતી વખતે પોતાનું ફોટો આઈ.ડી. પ્રૂફ સાથે રાખવું જરૂરી છે.રોકડ રકમ બનેતેમ સાથે ઓછી જ રાખવી, બેન્ક એ.ટી.એમ. (ATM) કાર્ડ સાથે રાખવું.મુલાકાત બદલ આભાર: www.theknowledgezone1.blogspot.com પર લેટેસ્ટ સરકારી તેમજ પ્રાઇવેટ જોબ, ભરતી પરિણામ, આન્સર કી, પેપર સોલ્યુસન્સ, મેરિટ લિસ્ટ, હોલ ટીકીટ, કોલ લેટર, સીસીસી પરીક્ષા જાણકારી તેમજ પરીક્ષા સાહિત્ય, પરિપત્રો, સ્ટડી મટેરિયલ, શાળાને લગતા પત્રકો તથા જાણકારી, અપડેટ્સના તમામ પ્રકારની નવીનતમ જાણકારી, પીડીએફ, પીડીએફ, ફાઇલ્સ વગેરે.... માટે દરરોજ અમારી આ સાઈટની મુલાકાત લેતા રહેતા રહેશો.આપ www.theknowledgezone1.blogspot.com ની મુલાકાત લેતા રહશો. અને તમારા મિત્રોને www.theknowledgezone1.blogspot.com વિશે જણાવશો.તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમામ શિક્ષણ અપડેટ, સરકારી અને ખાનગી નોકરી, સામાન્ય જ્ઞાન, અભ્યાસ સામગ્રી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ્સ મેળવો.તમે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લીંક દ્વારા વોટ્સએપ ગ્રુપ (📊 ધ નોલેજ ઝોન 📊) ગ્રુપમાં જોડાઓ. તેમજ ટેલીગ્રામ ચેનલ પર 📊 𝐓𝐡𝐞 𝐊𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞 𝐙𝐨𝐧𝐞 📊 ને સબ્સ્ક્રાઇબ કરો. Join WhatsApp Group Join Telegram Channel આપના પ્રતિભાવ જરૂરથી આપશો. દક્ષિણ ભારત પ્રવાસ: તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિરની જોવાલાયક અદભૂત શિલ્પકારી Join WhatsApp Group Join Telegram Channel દક્ષિણ ભારત પ્રવાસ: તમિલનાડુના મદુરાઈનું મીનાક્ષી મંદિરની જોવાલાયક અદભૂત શિલ્પકારી માટે જાણીતુ... વધુ વાંચો »