ગુરુવાર, 10 ફેબ્રુઆરી, 2022

ગુગલ ક્રોમ: ગુગલ ક્રોમ વેબબ્રાઉઝર પર સાઇબરએટેકનું જોખમ હોતા સુરક્ષા માટે સરકારની કેટલીક ટીપ્સ..ગુગલ ક્રોમ વેબબ્રાઉઝર

ગુગલ ક્રોમ: ગુગલ ક્રોમ વેબબ્રાઉઝર પર સાઇબરએટેકનું જોખમ હોતા સુરક્ષા માટે સરકારની કેટલીક ટીપ્સ..ગુગલ ક્રોમ વેબબ્રાઉઝર

ગુગલ ક્રોમ વેબબ્રાઉઝર પર સાઇબરએટેકનું જોખમ.
શું તમે મોબાઈલ કે કોમ્પ્યુટર માં ગુગલક્રોમ બ્રાઉઝર વાપરો છો ? તો તેને તુરંત અપડેટ કરી દો.
જાણો... કયા વર્ઝન પર સાઇબરએટેકનો ખતરો...
તમારૂ ક્રોમ વેબબ્રાઉઝર કયું વર્ઝન છે તે કેવી રીતે જાણવું ? 
જાણો તમામ વિગતવાર જાણકારી અહીંયાથી.
આ જાણકારી આપ આપના મિત્રોને પણ સેર કરો.

હાલે વિશ્વના મોટા ભાગના પર્સનલ કોમ્પ્યુટર તથા સ્માર્ટ મોબાઈલ ફોનમાં Google chrome વેબ બ્રાઉઝર એ  દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝરોમાનું એક છે, જે ઈન્ટરનેટની દિગ્ગજ કંપની Google દ્વારા લોન્ચ થયેલ છે. Google chrome વેબ બ્રાઉઝર ભારતમાં લાખો લોકો માટે કોમ્પ્યુટર તથા મોબાઈલ ફોન બંને પર પસંદીદા બ્રાઉઝર છે. બ્રાઉઝરની લોકપ્રિયતા પણ હેકર્સને એક સંભવિત લક્ષ્ય બનાવે છે. સાઈબર સુરક્ષા ખતરાઓથી નિપટવાવાળી સરકારી એજન્સી ઇન્ડિયન કંપ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ  (CERT-In)એ હાલમાં જ  Google Chrome માટે અલર્ટનોટ જાહેર કરી છે. ભારત સરકારે જાહેર કરી છે ચેતવણી.

CERT-In(ઇન્ડિયન કંપ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ Google Chrome માટે અલર્ટનોટ જાહેર કરી છે. અલર્ટનોટ વિષે જાણો વિગતવાર જાણકારી. 
 
દોસ્તો... Google Chrome યૂઝર્સ માટે જાહેર કરાયેલ આ સરકારી ચેતવણી  Google Chromeના 98.0.4758.80 વર્ઝનથી પહેલાના જુના વર્ઝનનો વપરાશ કરવાવાળા યૂઝર્સ માટેની છે. જે લોકો 98.0.4758.80 આ પહેલાનું વર્ઝન વાપરી રહ્યા હશે, આ ચેતવણી ખાસ કરીને એ લોકોને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવી છે, કેમકે... તેનાથી અટેકર્સનો ખતરો વધી જાય છે. તથા તેમની ખાનગી જાણકારીઓ ખતરામાં આવી જાય છે. આવામાં સરકાર તરફથી આ વર્ઝનને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે, જો આવું ન કરવામાં આવ્યું તો યૂઝર્સ હૂમલાનો નિશાન બની શકે છે. તો વહેલી તકે આપ જો ગુગલક્રોમ બ્રાઉઝર વાપરો છો, તો તેને તુરંત અપડેટ કરરી દો.

પોતાના કોમ્પ્યુટર તથા મોબાઈલ ફોનને સાયબર હુમલાથી બચાવવા શું કરવું? 
Google Chrome બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક અપડેટ મેળવે છે. જો કે, જો અપડેટ ઉપલબ્ધ ન હોય, તો વપરાશકર્તાઓએ Google Chrome બ્રાઉઝર ને મેન્યુઅલી અપડેટ કરવું પડશે. આ માટે યુઝર્સે ક્રોમ અને પછી અબાઉટ ગૂગલ ક્રોમની મુલાકાત લેવી પડશે. એકવાર Google Chrome ડાઉનલોડ થઈ જાય, પછી બ્રાઉઝરને ફરીથી લૉન્ચ કરવાની જરૂર પડશે. આ રીતે ગૂગલ ક્રોમનું લેટેસ્ટ વર્ઝન સંપૂર્ણપણે ઈન્સ્ટોલ થઈ જશે.

Google Chrome વેબ બ્રાઉઝરનું વર્ઝન ચેક કરવું.
(1). સૌ પ્રથમ તમારા PC કે સ્માર્ટ ફોન પરનું Google Chrome બ્રાઉઝર ઓપન કરો. (તમારા મશીનનું ઈન્ટરનેટ કનેક્શન ચાલુ રાખવું.)
cyber attack on Google Chrome

(2). Google Chrome બ્રાઉઝરના આ જમણી બાજુના 3(ત્રણ) ડોટ(ટપકા) પર ક્લિક કરો.

cyber attack on Google Chrome

(3). નવી વિન્ડો ખુલે એમાં છેલ્લે Settings પર જાઓ.
cyber attack on Google Chrome

(4). About Chrome પર ક્લિક કરો.
cyber attack on Google Chrome
(5). જો તમારું વેબ બ્રાઉઝર લેટેસ્ટ હશે તો આવું જોવા મળશે.
cyber attack on Google Chrome
For Mobile


cyber attack on Google Chrome
for PC

Chrome is up to date
Version 98.0.4758.82 (Official Build) (64-bit)
અને જો તમારું બ્રાઉઝર લેટેસ્ટ નથી તો અહીં બતાવશે અને તમે અપડેટ પણ કરી શકશો.


જોકે... આવું  Google Chromeનું 98.0.4758.80 થી જુનું વર્ઝન વાપરવા વારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે, કે જે જુનું વર્ઝન વાપરી રહ્યા છે. કેમકે મોટાભાગના યૂઝર્સ હવે સારા એક્સપીરિયંસ માટે Google Chrome ના લેટેસ્ટ વર્ઝનને જ વાપરે છે. પરંતુ જો અજાણતા જ કોઈ પણ યૂઝર્સ જુના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે તો તરત જ તેને નવા વર્ઝનમાં અપડેટ કરી દેવું જોઈએ તથા પોતાના ખાનગી ડેટાને સુરક્ષિત કરી લેવો જોઈએ. 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો