શુક્રવાર, 7 જાન્યુઆરી, 2022

NMMS: ગુજરાત SEB NMMS પરીક્ષા 2021-ઓનલાઈન અરજી અને અભ્યાસ સામગ્રી

NMMS ફોર્મ 2022 ઓનલાઈન ભરો.



અમારા શૈક્ષણિક ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરોJoin Now

1662

ગુજરાત SEB NMMS પરીક્ષા 2021-ઓનલાઈન અરજી કરો,ગુજરાત SEB NMMS નોટિફિકેશન 2021: રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB), ગાંધીનગરે NMMS (નેશનલ એટલે કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ) માટે સ્કોલરશિપ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.પાત્ર ઉમેદવારો 31-12-2020 થી ઑનલાઇન અરજી કરી શકે છે. 19-1-2022 સુધી .ઉમેદવારને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનાની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, કેવી રીતે અરજી કરવી, પરીક્ષા ફી, ગુજરાત SEB NMMS નોટિફિકેશન 2021 પોસ્ટ માટેની છેલ્લી તારીખ સંબંધિત વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.


રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)- ગાંધીનગર, ગુજરાત સરકારે ધોરણ 9મા, ધોરણ 10મા, ધોરણ 11મા અને ધોરણ 12મા અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ માટે ધોરણ 8માના વિદ્યાર્થીઓના ગુજરાત NMMS પરીક્ષા ફોર્મ 2021 જાહેર કર્યા છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓની ગુજરાત NMMS શિષ્યવૃત્તિ 2021 www.sebexam.org પર ઓનલાઈન જાહેર કરવામાં આવી છે કે તમે જિલ્લાવાર અને શાળા મુજબ તપાસ કરી શકો છો.


⇛  મહત્વપૂર્ણ લિંક :


ધોરણ 8 માં અભ્યાસ કરતાં હોય એ વિદ્યાર્થીઓ NMMS પરીક્ષા આપી શકે છે,જેમાંથી મેરિટમાં આવતા વિદ્યાર્થોઓને વાર્ષિક 12000/- લેખે 4 વર્ષ સુધી શિષ્યવૃતિ મળે છે. આ પરિક્ષાની તૈયારી માટે ઓલ્ડ પેપર તેમજ મટેરિયલ અહીંથી ડાઉનલોડ કરો.
NMMS પરીક્ષા શુ છે? NMMS પરીક્ષાની સમ્પુર્ણ માહીતી 2021
આજે આપણે ધોરણ8 ના વિધાર્થીઓ જે NMMS ની પરીક્ષાઆપે છે. તેના વિશે સમ્પુર્ણ જાણકારીથી માહિતગાર કરીશુ.

NMMS માટે મદદરૂપ.
માનસિક ક્ષમતા કસોટી-1(માનસિક ક્ષમતા કસોટી-1)
NMMS વર્ક બુક


⇛  NMMS પરીક્ષાનુ પુરું નામ :
"National Means cum Merit Scholarship scheme"
" નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના"

⇛  NMMS પરીક્ષા કોણ લે છે?
રાજ્ય પરીક્ષા બોર્ડ ,ગુજરાત રાજ્ય ,સેકટર-૨૧ ,ગાંધીનગર

⇛  NMMS પરીક્ષા યોજના કોણે અમલમાં મુકી?
MHRD,  NEW DILHI

⇛  NMMS પરીક્ષા કોણ આપી શકે?
ધોરણ ૮ મા ભણતા વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. 

⇛  NMMS પરીક્ષા પાસ થાય અને મેરીટમાં આવીએ તો કેટલા રૂપિયા મળે?
પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ! ૧000/ લેખે વાર્ષિક રૂ ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. શિષ્યવૃત્તિની રકમ MIRD દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં National Scholarship Portal

⇛  વિધાર્થીની લાયકાત :
વિધાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમા (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાંટેન્ડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકે. 
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ૭માં ઔછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ  વિદ્યાર્થીએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
તમામ ગ્રેટેગરીના વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂ. ૧૫૦,૦૦૦/- થી વધુ ના હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/ સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવૌદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.

⇛  વાલીની આવક મર્યાદા :
NMMSની પરીક્ષા નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૧૫૦,૦૦૦/-  થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ  જોડવાની રહેશે. (સરકાર દ્રારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)


⇛  પરીક્ષા ફી : 
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.૭૦/- રહેશે.
પી.એચ.એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૫૦/- રહેશે.
સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિં.

⇛  પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ  :
(1). MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી – ૯0 પ્રશ્નો – ૯૦ ગુણ – ૯૦ મિનિટ  
(2). SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી – ૯0 પ્રશ્નો – ૯૦ ગુણ – ૯૦ મિનિટ 

1). MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી – ૯0 પ્રશ્નો – ૯૦ ગુણ – ૯૦ મિનિટ  
શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના પ્રશ્નો 
  • સાદ્રશય
  • વર્ગીકરણ
  • સંખ્યાત્મક શ્રેણી
  • પેટર્ન
  • છુપાયેલ આક્રુતિ 
2). SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી – ૯0 પ્રશ્નો – ૯૦ ગુણ – ૯૦ મિનિટ 
ધોરણ ૭ માટેનો ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસ
ધોરણ ૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસ

⇛  કસોટીનું માળખું:
  • પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશો તે માધ્યમનું પેપર આપવામાં આવશે.
  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ ) રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
  • આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી. 
  • અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.

⇛  NMMS ની ઓનલાઇન પ્રેકટીસ ટેસ્ટની   GCERT અને SEB દ્વારા શરૂઆત.

ધોરણ 8ના NMMS ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાએથી યોજાયેલ પ્રેકટીસ ટેસ્ટ ગુગલ ફોર્મ.

◼️  NMMS પ્રેકટીસ ટેસ્ટ ગુગલ ફોર્મ દ્વારા.
  1. NMMS ટેસ્ટ - 20  અહીં ક્લિક કરો.
  2. NMMS ટેસ્ટ - 19  અહીં ક્લિક કરો.
  3. NMMS ટેસ્ટ - 18  અહીં ક્લિક કરો.
  4. NMMS ટેસ્ટ - 17  અહીં ક્લિક કરો.
  5. NMMS ટેસ્ટ - 16  અહીં ક્લિક કરો.
  6. NMMS ટેસ્ટ - 15  અહીં ક્લિક કરો.
  7. NMMS ટેસ્ટ - 14  અહીં ક્લિક કરો.
  8. NMMS ટેસ્ટ - 13  અહીં ક્લિક કરો.
  9. NMMS ટેસ્ટ - 12  અહીં ક્લિક કરો.
  10. NMMS ટેસ્ટ - 11  અહીં ક્લિક કરો.
  11. NMMS ટેસ્ટ - 10  અહીં ક્લિક કરો.
  12. NMMS ટેસ્ટ - 9  અહીં ક્લિક કરો.
  13. NMMS ટેસ્ટ - 8  અહીં ક્લિક કરો.
  14. NMMS ટેસ્ટ - 7  અહીં ક્લિક કરો.
  15. NMMS ટેસ્ટ - 6  અહીં ક્લિક કરો.
  16. NMMS ટેસ્ટ - 5  અહીં ક્લિક કરો.
  17. NMMS ટેસ્ટ - 4  અહીં ક્લિક કરો.
  18. NMMS ટેસ્ટ - 3  અહીં ક્લિક કરો.
  19. NMMS ટેસ્ટ - 2  અહીં ક્લિક કરો.
  20. NMMS ટેસ્ટ - 1  અહીં ક્લિક કરો.


જરૂરી આધારો / પ્રમાણપત્રો :
ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના પ્રમાણપત્રો જોડવાના હેશે,
ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
આવકના દાખલાની પ્રમાણિત નકલ. (સરકારી અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો
ધોરણ ૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો)
જાતિ અંગોના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો-(જો લાગુ પડતુ હોય તો)
વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો)


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો