શુક્રવાર, 19 નવેમ્બર, 2021

સ્થાનિક ગ્રામ સ્વરાજ_ગ્રામ પંચાયત માળખું તેમજ ચુંટણી

સ્થાનિક ગ્રામ સ્વરાજ_ગ્રામ પંચાયત માળખું તેમજ ચુંટણી


દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાંં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે. પંચાયતી રાજમાં ત્રિસ્તરીય રચના હોય છે: 
(૧) ગ્રામ પંચાયત, 
(૨) તાલુકા પંચાયત, અને 
(૩) જિલ્લા પંચાયત.


➜  ગ્રામ પંચાયત :

ગ્રામ પંચાયત હેઠળ વસ્તી:  ૩૦૦૦ થી ૨૫,૦૦૦  તથા મહિલા: ૫૦ %, ઓ.બી.સી. ૧૦ % SC / ST- વસ્તી આધારે (કલેક્ટર નક્કી કરે) એ મુજબ અનામત  હોય છે.

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.


➜  પંચાયત માળખું :

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. સરપંચ અને સભ્યો > સભ્યોમાંથી ઉપસરપંચને ચુંટશે. ગ્રામ પંચાયતની મુદત પાંચ વર્ષની છે. દર પાંચ વર્ષે સામાન્ય ચુંટણી થશે. સરપંચ , ઉપસરપંચ , સભ્યની જગ્યા ખાલી પડે તો પેટા - ચૂંટણીથી ભરવામાં આવશે.ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યો ( દર ૩ હજારે ૨ બેઠકનો વધારો )ની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

 પંચાયતની રચના બાદ તુરંત જ પ્રથમ બેઠકમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવી આવશ્યક છે તે ઉપરાંત નીચેની વિવિધ સમિતિઓ રચાય છે.  

૧. કારોબારી સમિતિ 
૨. સામાજિક ન્યાય સમિતિ 
૩. પાણી સમિતિ 
૪. અપીલ સમિતિ 
૫. શૈક્ષણિક સમિતિ 
૬. સ્વચ્છતા સમિતિ 
૭. ગોકુળગામ સમિતિ 
૮. બાંધકામ સમિતિ 
૯. આરોગ્ય સમિતિ 
ઉપરોક્તમાં નીચે મુજબની ત્રણ સમિતિઓ બનાવવાની હોય છે . 

  સામાજીક ન્યાય સમિતિ :
આ સમિતિ ફરજીયાત છે.
આ સમિતિની સભ્ય સંખ્યા વધુમાં વધુ ૫ (પાંચ) હોય છે. જેમાં એક સભ્ય વાલ્મિકી હોય.
આ સમિતિની મુદત પંચાયતની મુદતા જેટલી જ હોય છે.
આ સમિતિના અધ્યક્ષ સભ્યો દ્વારા ચુંટાય છે . 

  પાણી સમિતિ :
આ સમિતિની મુદતપંચાયતની મુદત જેટલી જ હોય છે. 
સમિતિની જવાબદારી ગામના લોકોને શુદ્ધ પાણી પુરુ પાડવું વગેરેની હોય.
આ સમિતિના અધ્યક્ષ સરપંચ હોય.

❏  કારોબારી સમિતિ : 
ગ્રામપંચાયતમાં આ સમિતિ રચવી ફરજીયાત નથી . આ સમિતિની સભ્ય સંખ્યા:- ૫ (પાંચ) એમાં એક અ.જા,અ.જ.જા કે મહિલા સભ્ય હોય છે.
કારોબારી સમિતિની મુદત– ૨ વર્ષ માટેની હોય છે.
અ  સમિતિના અધ્યક્ષ હોદાની રૂએ સરપંચ / ઉપસરપંચ હોય છે.



➜  ગ્રામ પંચાયતના કાર્યો :

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોનો ઉકેલ લાવવો, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખુંં તથા વિકાસની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે....
  • ગોકુળ ગ્રામ યોજના
  • ઇન્દિરા આવાસ યોજના
  • સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
  • ખાસ રોજગાર યોજના
  • ગ્રામીણ સ્વચ્છતા યોજના
  • સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા (દર છાર મહીને) દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.




💥 BIG BREAKING NEWS

💥 ગ્રામ પંચાયત ચૂંટણી 2021-22 ઓફિશિયલ પરિપત્ર જાહેર

👉  જોવો ક્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ




➜  ગ્રામસભા :

ગ્રામસભા એટલે કે  ગામના લોકોનો આગોતરી જાણ કરીને ભરાતી સભાને ગ્રામ સભા કહેવાય છે. જેમાં ગામનો પુખ્ત્વયની કોઈ પણ વ્યક્તિ ગ્રામસભામાં ભાગ લઈ શકે છે. અને તે તે ગ્રામસભાનો સભ્ય ગણાય છે અને તેને હાજર રહેવાનો, મત આપવાનો અને દરખાસ્ત કરવાનો અધિકાર છે.

ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે. 

સરપંચ દ્વારા વર્ષમાં ૪ (ચાર) વાર ગ્રામસભા બોલાવવાની ફરજિયાત જોગવાઇ છે . ૧ લી મે, ૧૫ ઓગષ્ટ, ૨૬ જાન્યુઆરી, ૨ જી ઓકટોમ્બર, આ મુજબ આમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી ફેરફાર થાય છે.આ (નિયમ તા .૧૧ / ૦૭ / ૨૦૦૧ થી)  ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી હોય છે. 


પંચાયત ધારાની ૨૪૩ (૪) મુજબ નાંણાકીય પરિસ્થિતિના પુનરાવલોકન માટે નાણાપંચની રચના થઇ છે . આ જોગવાઇ મુજબ પંચાયતને કેન્દ્ર સરકાર તરફથી ૭૫% અને રાજ્ય સરકાર તરફથી ૨૫% ગ્રાન્ટ વિકાસ કાર્યો માટે આપવામાં આવે છે . 

સરપંચ દ્વારા ગ્રામ પંચાયતનું અંદાજપત્ર નવેમ્બર માસ સુધીમાં તૈયાર કરાવવું પડે છે. અને ૧૫ ડિસેમ્બર સુધીમાં તાલુકા પંચાયતને મોકલાવવાની સૂચના પંચાયત મંત્રીને આપવાની હોય છે અને પરત આવ્યા પછી ૩૧મી માર્ચ સુધીમાં ગ્રામ પંચાયતની ગ્રામસભામાં મંજુર કરાવ્યા પછી જ ખર્ચ કરવાનો હોય છે.



➜  સરપંચશ્રીની મુખ્ય જવાબદારીઓ:

  • ગ્રામસભા દ્વારા સરપંચની સીધી ચૂંટણી થાય છે. ગામ , તાલુકા અને જિલ્લા પંચાયતનાં અધ્યક્ષોમાં માત્ર સરપંચની સીધી ચૂંટણી થતી હોઈ સરપંચ પદનું વિશિષ્ઠ મહત્ત્વ છે. સરપંચએ ગામનો પ્રથમ નાગરિક છે. તે ગ્રામ પંચાયત અને તાલુકા/જિલ્લા પંચાયત વચ્ચે કડીરૂપ છે . તેણે ગ્રામ પંચાયતના સભ્યોના સહયોગથી પંચાયતનો વહીવટ અને ગામનો વિકાસ કરવાનો હોય છે. 
  • સરપંચ ગ્રામ પંચાયતનાં કારોબારી વડા છે. 
  • પત્ર વ્યવહાર, ચેકો, હુકમો, મંજૂરીઓ તેમની સહીથી થાય છે . 
  • ગ્રામ સભા અને ગ્રામ પંચાયતની મીટીંગનું અધ્યક્ષપદ સરપંચ સંભાળે છે અને તેનું આયોજન અને સંચાલન કરે છે. 
  • સંચાલન દ્વારા નિર્ણય લેવાની પ્રક્રિયાને સરપંચ આગળ ધપાવે છે . 
  • જયારે બે બાજુ સરખા મતો પડે ત્યારે તેઓ એક વધારાનો નિર્ણાયક મત સરપંચ આપી નિર્ણય લઇ શકે છે. પરંતુ...અવિશ્વાસની બેઠકમાં અને ઉપસરપંચનો ચૂંટણીમાં તે નિર્ણાયક મત આપી શકતા નથી. 
  • સરપંચ ગામમાં વિકાસનું આયોજન કરાવી આવતાં વર્ષ માટે અંદાજપત્ર (બજેટ) બનાવડાવે છે . 
  • સરપંચ ગ્રામ પંચાયતના સભ્યનું રાજીનામું સ્વીકારે છે . 
  • સરપંચ પંચાયતના કર્મચારીઓ પર દેખરેખ રાખે છે અને તેમના પાસેથી કામગીરી લે છે. 
  • તેઓ પંચાયત ફંડનો વહીવટ કરે છે અને તે સલામત રાખવાની જવાબદારી સરપંચની હોય છે . 
  • બધા જ પત્રકો અને અહેવાલો તૈયાર રખાવવાની જવાબદારી સરપંચની હોય છે . 
  • સરપંચ પંચાયતની મિલકતોની યોગ્ય જાળવણી કરે છે . 
  • ઘરવેરાની આકારણી યાદી તૈયાર કરાવવી અને કરવેરાની નિયમિત વસૂલાત કરાવવાની જવાબદારી સરપંચની હોય છે . 
  • સરપંચ તલાટી કમ-મંત્રી તથા અન્ય ક્ષેત્રીય કર્મચારીઓની કામગીરી અંગેનો ખાનગી અહેવાલ તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપે છે. 



➜  ઉપસરપંચના કાર્યો અને ફરજો :
સરપંચની ગેરહાજરીમાં ઉપસરપંચ કેટલાક નિયમોને ધ્યાને રાખી કામગીરી કરવાની હોય છે.
(૧) કલમ-૫૫ (૧) મુજબ સરપંચની ગેરહાજરીમાં, નિયમોથી બીજી રીતે ઠરાવવામાં આવે તે સિવાય, સરપંચના બધા કાર્યો, ફરજો અને સત્તાઓ સંભાળવી. 
(૨) કલમ-૫૫ (૨) (ખ) મુજબ 
(૧) સરપંચની ગેરહાજરીમાં પંચાયતની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવું અને તેનું નિયમન કરવું. 
(૨) સરપંચ વખોત વખત સોંપે તેવી સરપંચની સત્તા વાપરવી અને તેવી તેમની ફરજો બજાવવી.
(૩) સરપંચની ચૂંટણી થાય નહીં ત્યાં સુધી અથવા પંદર દિવસથી વધારે મુદત માટે ગામમાંથી સરપંચ સતત ગેરહાજર હોય અથવા સરપંચ અશક્ત થયા હોય ત્યારે સરપંચની સત્તા વાપરવી અને ફરજો બજાવવી.


➜  ગ્રામ પંચાયતના સભ્યોની મુખ્ય જવાબદારીઓ :
  • દરેક વોર્ડમાંથી વોર્ડના ગ્રામજનો એક સભ્યને ચૂંટે છે . 
  • એક પંચાયતનમાં ઓછામાં ઓછા સાત સભ્યો હોય છે. સભ્યો કોઈ એક વર્ગના હિતના રક્ષણ માટે નથી. 
  • તેઓએ આખા ગામનું હિત જોવાની દૃષ્ટિ રાખવાની હોય છે. 
  • હોદ્દાની રૂએ ગ્રામ પંચાયતના વડા હોવા છતાં, સરપંચશ્રી એકલા નિર્ણયો લઈ શકતા નથી. સભ્યોની સહમતીથી નિર્ણય લેવાય છે. 
  • ગ્રામ પંચાયતના વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે દરેક નિર્ણય સભ્યોની બહુમતીથી જ થાય છે . તેથી સભ્યો જ પંચાયતના પાયા કહેવાય છે. તે જેટલા જાગૃત હશે, પંચાયત તેટલી જ વિકાસલક્ષી બનશે. 
  • પંચાયતની પહેલી મીટીંગમાં સભ્યો ઉપસરપંચને ચૂંટે છે. 
  • સભ્યો ગ્રામ પંચાયતની મીટીંગમાં ફરજિયાત હાજરી ભરી પ્રશ્નો દ્વારા પંચાયતની કામગીરી ઉપર અંકુશ રાખે છે. તેઓ મીટીંગમાં વિકાસલક્ષી મુદ્દાઓ રજૂ કરે છે તથા બહુમતી દ્વારા નિર્ણયો લે છે. 
  • દરેક મહિનામાં થયેલા આવક તથા ખર્ચના હિસાબો અને ગ્રામ પંચાયતના વહીવટનો વાર્ષિક અહેવાલ સભ્યો મંજૂર કરે છે. 
  • સભ્યો સરપંચ અને ઉપસરપંચ પ્રત્યે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે. 


તેમજ.... ખાસ :

(૧). કલમ-૫૫ (૩) મુજબ સરપંચ અને ઉપસરપંચ એ બંનેની ગેરહાજરીમાં હાજર રહેલા સભ્યોમાંથી બેઠક પસંદ કરે તેવા સભ્યોએ પંચાયતની બેઠકનું અધ્યક્ષ સ્થાન લેઈ અને તે બેઠકનું નિયમન કરી શકે છે. 

(૨). કલમ - ૫૮ મુજબ હોદ્દાની મુદત દરમ્યાન જો કોઈ સભ્ય પંચાયતની રજા મેળવ્યા શિવાય ગામમાંથી સતત ૩(ત્રણ) મહિનાથી વધુ સમય ગેરહાજર રહે (પંચાયત આવી રજા વધુમાં વધુ ૪(ચાર) મહિના સુધી આપી શકશે.) અથવા પંચાયતની રજા વગર પંચાયતની બેઠકમાં સતત ૪(ચાર) મહિના સુધી ગેરહાજર રહે તો તે સભ્યપદેથી આપોઆપ બંધ થશે. અને આવી ખાલી જગ્યાની માહિતી પંચાયત સક્ષમ અધિકારીશ્રીને આપશે. આ માટે ગુજરાત પંચાયત કાર્યરીતી નિયમો-૧૯૯૭ ના નિયમ-૫૪ મુજબ કાર્યવાહી થવી જરૂરી છે. જયારે કલમ-૫૮ અન્વયે કોઈ સભ્ય હોતા બંધ થાય ત્યારે પંચાયતે જે સભામાં ખાલી જગ્યા ખાલી પડવા બાબતનો નિર્ણય લેવાનો હોય તે સભાની તારીખ, સમય અને સ્થળનું એવા સભ્યને લેખિત નિવેદન કરવા ઈચ્છતા હોય તો તેવી સભા પહેલાં મોકલી આપવા જણાવવું અને તેવા સભ્યની જગા ખાલી પડયાનો નિર્ણય લેતાં પહેલાં તેવા નિવેદનની વિચારણા કરવી. તે સભ્યની રજૂઆત અને ગેરહાજરી અંગેનો સંબંધિત રેકોર્ડ વિચારણમાં લીધા પછી પંચાયતે તેની સભામાં જગા ખાલી પડવા બાબતનો નિર્ણય કરવો અને તે સભ્યને તેની લેખિતમાં જાણ કરવી અને પહોંચ મેળવી રેકર્ડ ઉપર રાખવી.



➜  મહત્વની વેબસાઈટ લીંક :



❏  વધુ જાણકારી માટે તથા જરૂરી ફોર્મ ડાઉનલોડ કરવા આ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટની મુલાકાત લો.


➜  અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની પ્રક્રિયા શું છે ?

  • ગુજરાત પંચાયત ધારા - ૧૯૯૩ ની કલમ - ૫૬ માં આની જોગવાઈ મુજબ સરપંચ કે ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય. 
  • બંનેને હોદ્દા પરથી દૂર કરવા હોય તો બંને માટે જુદી - જુદી દરખાસ્તો આપવી પડે છે . 
  • અવિશ્વાસની દરખાસ્તને પંચાયતના અડધા સભ્યોએ ટેકો આપેલો હોવો જોઈએ. 
  • જો દરખાસ્ત બે - તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જ સરપંચ કે ઉપસરપંચને હોદા પરથી દૂર કરી શકાય છે. 
  • અવિશ્વાસની દરખાસ્ત કોઈ પણ પંચાયત સભ્ય રજૂ કરી શકે છે . નક્કી કરેલા નમૂના પ્રમાણે દરખાસ્તની ચાર નકલમાં તલાટીને આપવાની હોય છે. 
  • અવિશ્વાસની દરખાસ્તની દરેક નકલ પર ટેકો આપનારા સભ્યોની સહી ફરજીયાત હોવી જોઈએ . 
  • અવિશ્વાસની દરખાસ્તની નોટીસ મળ્યા પછી ૧૫ દિવસમાં પંચાયતની મીટીંગ મળવી જ જોઈએ. 
  • સરપંચ ૧૫ દિવસમાં મીટીંગ ના બોલાવે તો તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવાની હોય છે. પછી તે ૧૫ દિવસમાં પંચાયતની મીટીંગ બોલાવે છે. 



➜  ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની મુખ્ય જવાબદારીઓ : 

  • તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતને તેની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવવા માટે જરૂરી સાથ, સહકાર અને માહિતી પૂરી પાડે છે. 
  • નોકરીની શરતો મુજબ તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારીના નિયંત્રણ હેઠળ કામ કરે છે.
  • ગ્રામ પંચાયતના બધા વહેવારો અંગેની તમામ કામગીરી માટે તેઓ સરપંચની સૂચનાઓનો અમલ મુજબ કરે છે.
  • નિર્ણયો કાયદાસંગત બનાવવા માટે માર્ગદર્શન તલાટી કમ મંત્રી આપી શકે છે. તથા તે પંચાયતના નિર્ણયોની અમલની પ્રક્રિયા પણ કરે છે. 
  • તલાટી ક્રમ મંત્રી ગ્રામ પંચાયતના તથા તેની ફરજિયાત સમિતિઓ ( સામાજિક ન્યાય સમિતિ , પાણી સમિતિ ) ના મંત્રી તરીકે કાર્યભાર સંભાળે છે. 
  • સામાજિક ન્યાય સમિતિની મીટીંગ નિયમિત બોલાવાય એ જોવાની જવાબદારી તલાટી કમ મંત્રીની હોય છે.
  • સરપંચ સાથે ચર્ચા કરીને ગ્રામ પંચાયતની મીટીંગ માટે કામોની યાદી (એજન્ડા) તલાટી ક્રમ મંત્રી તૈયાર કરે છે. 
  • ગ્રામ સભામાં થયેલા અગત્યના નિર્ણયોની સૂચના નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવાની જવાબદારી હોય છે ગ્રામ સભાની તારીખ અને સમયની માહિતી ગામલોકો સુધી પહોંચાડવાની જવાબદારી તલાટી કમ મંત્રીની હોય છે. તેઓ ગ્રામસભા અને ગ્રામ પંચાયતની મીટીંગની કાર્યવાહી તથા ઠરાવોની નોંધ કરે છે. 
  • તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના નિર્ણયોનો અમલ કરે છે. તેઓ બધા પત્રકો અને અહેવાલો તૈયાર કરે છે.



વાચક મિત્રો... આપને જો અમારી આ જાણકારી ગમી હોય તો આગળ આપના મિત્રોને પણ શેર કરશો. અને આપના પ્રતિભાવ અમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આભાર.... 🙏


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો