THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે ઓનલાઈન સહાય ફોર્મ ૨૦૨૧ ll ગુજરાત સરકારની યોજનાઓ ll E- સમાજ પોર્ટલ
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે ઓનલાઈન સહાય ફોર્મ ૨૦૨૧  ll ગુજરાત સરકારની યોજનાઓ ll E- સમાજ પોર્ટલ માનવ ગરિમા યોજના 2021 | Manav ...

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે ઓનલાઈન સહાય ફોર્મ ૨૦૨૧  ll ગુજરાત સરકારની યોજનાઓ ll E- સમાજ પોર્ટલ

માનવ ગરિમા યોજના

માનવ ગરિમા યોજના 2021 | Manav Garima Yojana Online Form 2021


⇛  માનવ ગરિમા યોજના શું છે? 

માનવ ગરિમા યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) હેઠળ ઘણા પેટા વિભાગ કાર્યરત છે. જેમાં નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ તથા નિયામક વિકસિતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના વગેરે ઘણી યોજનાઓ E- સમાજ પોર્ટલ ના માધ્યમ થકી ચાલે છે.

       ગુજરાતની સરકાર, રાજ્યની જનતા માટે લાભકારક યોજનાઓ માટે જાણીતી છે, દરેક વ્યક્તિ પ્રત્યે ખૂબ ચિંતિત છે. આદિજાતિ બાબતોના મંત્રાલયની સહાયથી, રાજ્ય સરકારે અનુસૂચિત કલાકારોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને આથી રોજગારમાં સુધારો લાવવા માટેની શરૂઆત કરી છે. એસસી સમુદાયોના લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અને આ યોજનામાં અરજી કરીને તેને સફળતાપૂર્વક ચલાવી શકે છે. સરકાર આ અરજદારોને આર્થિક મદદ કરશે. તેઓ જે સ્થાનમાં કામ કરવા માંગતા હોય ત્યાં તેમના માટે જ કામ કરીને તેઓ તેમના જીવન અને તેમના પરિવારોના ભાવિને ઉત્તેજન આપી શકે છે.

માનવ ગરિમા યોજના
નોટીફીકેશન


       માનવ ગરિમા યોજના અંતર્ગત રાજ્યમાં અનુસૂચિત જાતિ, અનુસુચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી જાતિ ને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન /ટુલ કીટસ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. આ લોકો પોતાનું જીવન સન્માનપૂર્વક તેમજ ગરિમાપુર્ણ જીવી શકે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ લોકો નાના વ્યવસાયો તથા સ્વ-રોજગારી મેળવીને આર્થિક પગભર બને તે હેતુથી માનવ ગરિમા યોજના ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવેલ છે. સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે છે. આવો આ  માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે.

આ યોજના હેઠળ કોને સહાય મળવાપાત્ર થાય ? :

● અનુસુચિત જાતિના લોકો.

● અનુસુચિત જાતિના લોકો અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવક મર્યાદા નથી.

● સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને.

● આર્થિક રીતે પછાત વર્ગના.

● વિચરતી અને વિમુક્ત જાતિના લોકો.

● લઘુમતી જાતિના લોકોને.


⇛  આ યોજના હેઠળ સહાય મેળવવાની શરતો અને પાત્રતા :

ગુજરાત સરકાર દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. દરેક યોજનાનો લાભ લેવા માટે શરતો અને માપદંડો નક્કી કરેલા છે. માનવ ગરિમા યોજના  2021 ની ગુજરાત માં માહિતી રજૂ કરવામાં આવે છે. તથા માનવ ગરિમા યોજના માટે શરતો અને પાત્રતા નીચે મુજબ છે.

● લાભાર્થીની વયમર્યાદા (ઉમર) 18 થી 60 વર્ષ હોવી જોઈએ.

● લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યો દ્વારા આ યોજના ● હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો ફરીથી આ યોજનાનો લાભ મળશે નહિ.


⇛  માનવ ગરીમા યોજનામાં આવકની મર્યાદા :

● આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- (એક લાખ વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- (દોઢ લાખ) નક્કી થયેલી છે.

● અનુસુચિત જાતિ(SC) પૈકી અતિ-પછાત જ્ઞાતિ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.


⇛  માનવ ગરિમા યોજના સહાયનું ધોરણ શું છે? :

માનવ ગરિમા યોજના 2021-22 હેઠળ વિવિધ 28 પ્રકારના વ્યવસાય(Trade) માં સહાય મળે છે. આ વ્યવસાય કરવા માટે 25,000 (પચ્ચીસ હજાર) ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય (Toolkit) આપવામાં આવે છે.


⇛  માનવ ગરિમા યોજનામાં ક્યા-ક્યા ટ્રેડ માટે સાધન સહાય :

માનવ ગરિમા યોજના ઓનલાઈન ફોર્મ ભરાય છે. સ્વરોજગાર અને વ્યવસાયઓ માટે માનવ ગરિમા યોજના ૨૦૨૧ લીસ્ટ જાહેર કરેલ છે. કુલ-28 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે કે નીચે મુજબ છે.

● કડિયાકામ

● સેન્‍ટીંગ કામ

● વાહન સર્વિસીંગ અને રિપેરીંગ

● મોચીકામ

● દરજીકામ

● ભરતકામ

● કુંભારીકામ

● વિવિધ પ્રકારની ફેરી

● પ્લમ્બર

● બ્યુટી પાર્લર

● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

● ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ

● સુથારીકામ

● ધોબીકામ

● સાવરણી સુપડા બનાવનાર

● દુધ-દહી વેચનાર

● માછલી વેચનાર

● પાપડ બનાવટ

● અથાણા બનાવટ

● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

● પંચર કીટ

● ફ્લોર મીલ

● મસાલા મીલ

● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો માટે)

● મોબાઈલ રિપેરીંગ

● પેપર કપ અને ડીશ બનાવટ

● હેર કટીંગ (વાળંદ કામ)

● રસોઈકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)


⇛  માનવ ગરિમા યોજના સહાય માટેના જરૂરી ડોક્યુમેન્ટ :

● આધાર કાર્ડ

● રેશન કાર્ડ

● રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચૂંટણીકાર્ડ પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)

● અરજદારની જાતિનો દાખલો

● વાર્ષિક આવકનો દાખલો

● અભ્યાસનો પુરાવો (હોય તો)

● બાંહેધરીપત્રક (નોટરી કરેલું સોગંદનામું)

● એકરારનામું


⇛  માનવ ગરિમા યોજનાની ઓફિસિયલી વેબસાઈટ : 

માનવ ગરિમા યોજના
માનવ ગરિમા યોજનાની ઓફિસિયલી વેબસાઈટ


●  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે સરકારની અધિકૃત વેબસાઈટ જાહેર કરેલ છે. https://esamajkalyan.gujarat.gov.in/ આ વેબસાઈટ દ્વારા માનવ ગરિમા યોજના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.


⇛  માનવ ગરિમા યોજના માટેના ફોર્મ પીડીએફ ડાઉનલોડ કરો :

👇

અનુસુચિત જાતિ (scheduled caste) ના લોકોનું અરજી ફોર્મ_PDF

➲  સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, આર્થિક રીતે પછાત વર્ગના, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી જાતિના લોકો અરજી ફોર્મ_PDF


આપને જો અમારી આ જાણકારી ગમી હોય તો આપના મિત્રો, સગા સબંધીઓને પણ અચૂક શેર કરજો.
જેથી આ બધી સરકારી યોજનાઓનો લાભ દરેકને મલી રહે. 

 મહત્વપૂર્ણ: કૃપા કરીને હંમેશાં સત્તાવાર વેબસાઇટ અને જાહેરાત_નોટિફિકેશન સાથે ઉપરની વિગતોની તપાસ અને પુષ્ટિ કરો.


આપના મંતવ્યો અમને અચૂકથી આપશો.  🙏

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top